સપ્તપદીના શ્લોકો

  વરની સાથે કન્યાએ સાત પગલાં ચાલવું તેને સપ્તપદી કહે છે.  
  આ સાત પગલાં ચાલતાં વરકન્યાને નીચે મુજબ સાત આશીર્વાદ આપે છે.  
    વરના આશીર્વાદ    
    1) તને અન્ન મળો.    
    2) તને બળ મળો.    
    3) તને આરોગ્ય મળો.    
    4) તને સુખ મળો.    
    5)તને સાધનવૃધ્ધિ મળો.    
    6) તને ઋતુસુખ મળો.    
    7) ઉપરના છ સુખ ભોગવી તું મારી મિત્ર થા.    
    વરે બોલવાના શ્લોક    
    અન્ન , બળ, આરોગ્યને સુખનો ભંડાર થા,    
    સાધનવૃધ્ધિ ઋતુ સુખ ભોગવી સખી તું મારી મિત્ર થા.    
    કન્યાએ બોલવાના શ્લોકો    
    અન્ન , બળ, આરોગ્યને સુખને સ્વીકારું છું,    
    સાધનવૃધ્ધિ ઋતું સુખ માટે મિત્ર તારી થાઉં છું.    
  કન્યાની સાત પ્રતિજ્ઞાઓ- સ્ત્રીઓએ ગાવા માટે  
મંડપમાં ગાનારી સ્ત્રીઓએ બે ટુકડીઓ પાડવી. સામ-સામાં અંતકડી રમતાં હોય તેમ પહેલી ટુકડીએ દરેક પગલાંની પહેલી લીટી બોલવી. બીજી ટુકડીએ દરેક પગલાંની પહેલી લીટી બોલવી. બીજી ટુકડીએ દરાક પગલાની બીજી લીટી બોલી સામે જવાબ આપવો.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved