કંકુ છાંટી કંકોતરી મોકલો.
  પહેલી લખજો ઊમિયા માના ઘેર    
  કે પહોંચે ઊંઝા ગામ...કંકોતરી મોકલો.  
  પહેલી લખજો અન્નપૂર્ણા માત    
  કે પહોંચે અડાલજ ગામ....કંકોતરી મોકલો.  
  બીજી લખજો મારા માડી જાયા વીર    
  કહેજો કે બેને જગ માંડિયો...કંકુ છાંટી કંકોતરી મોકલો.  
બધાં સગાં આવ્યાં ને વહાલાં આવશે  
  એક નાવ્યો મારો માડી જાયો વીર    
  મહિમા જગ માંડિયો.  
  દિયર આવ્યા ને લાવ્યા વધામણી    
  ભાભી આવ્યા તમારા વીર...      મહિમા જગ માંડિયો.  
  કંકુ છાંટી કંકોતરી મોકલો.    
શબ્દાર્થઃ મહિમા-મોટો-યાદ રહે તેવો, જગ-યજ્ઞ, માંડિયો-શરૃ કર્યો.  
સમજૂતીઃ      
  (1) પ્રથમ કંકોતરી કુળદેવીને લખાય.
  (2) બીજી કંકોતરી બહેન, દીકરી અને ભાઈને લખાય.
(3) ત્યારબાદ મામા, વેવાઈ, માસી અને ફોઈને લખાય.
  (4) છેવટે દૂરના સગાંસંબંધી અને મિત્રો તથા ધંધા અંગેના સંબંધીઓને લખાય.
   
  સોનાનો સૂરજ ઊગવો એટલે કોઈ પણ સારો પ્રસંગ ઊભો થવો તે
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved