કંસાર કેવો ગળ્યો લાગે રે !  
    નાંખી માહી ઘી કેરી ધાર,  
    સંસાર પાયો ફળ્યો લાગે રે,  
    લાડો લાડી જોડે એક ગાંઠ,  
      અગ્નિની શાખે આજથી રે,  
      રહેશું રાખી એક ભાણે હાથ.  
      માયા ને મરજાદથી રે..... ....  
    સુખે દુ:ખે રહેશું રંગે રોજ,    
    એક જ અંગે નેહથી રે,    
    નવલો દે સામે સામો હાથ,    
    જોડી ગાંઠ દેહથી રે.    
શબ્દાર્થ : સંસાર પાયો ફળ્યો લાગે રે – સંસારનો પાયો મજબૂત થયેલો લાગે છે, શાખે-સાક્ષીમાં-રૂબરૂમાં, ભાણું-ભોજન-જમવાની થાળી મરજાદ-મર્યાદા-વિવેક એક જ અંગે- પત્ની અડધું અંગ છે. પતિ અજધું અંગ છે. પતિપત્ની બંને થઈને એક અંગ(શરીર) બનતાં હોય તેવી રીતે. નેહ-પ્રેમ, નવલો-પતિ  
સમજુતિ:          
અમે અગ્નિની શાખે આજે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ગમે તેવાં સુખ કે દુ:ખમાં પણ અમે બંને એક સાથે રહીશું, એક સાથે જમીશું.  
   
રહેશું રાખી એક એક ભાણે હાથ.માયાને મરજાદથી રે,  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved