પણ વરભાણા વખતે પાટીદાર સ્ત્રીઓ અણવરને ઝપટામાં લે છે અને ગાય છે-
  તું થોડું થોડું જમજે રે, અણવરિયા.  
  તારા પેટડામાં દુખશે રે, અણવરિયા  
  તને ઓસડ બતાવું રે, અણવરિયા,  
  એક અરડુશીને બીજો લીમડો  
  ત્રીજો પીજો લીબુંનો રસ રે... અણવરિયા.  
સમજુતી:      
અરડૂશી, લીમડો અને લીંબુનો રસ પીનાર માણસ હંમેશા માણસ હંમેશાં તંદુરસ્ત સશક્ત અને નીરોગી રહે છે. એ હકીકત ધ્યાનમાં રાખીને પાટીદાર સ્ત્રીઓએ કેવું ગીત જોડાયું છે ?
નોંધ:      
1) શિયાળામાં નીરોગી રહેવા માટે અરડૂશીનો રસ પીવાય.
2) ચોમાસામાં નીરેગી પહેવા માટે લીમડાનો રસ પીવાય.
3) બારે માસ નીરેગી રહેવા માટે લીંબુંનો રસ પીવાય.
 
એક અરડૂશીને બીજો લીમડો ત્રીજો પાજો લીંબુનો રસ રે.... અણવરિયા.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved