દીકરી મોટાંના હો તો રૂડું કહેજો રે !
દીકરી સસરાજીને બાપા કહીને બોલાવજો !
દાકરી સાસુજીને મેનો સગી માત
દીકરી મોટાંનાં હો તો રૂડું કહાવજો !
દીકરી મોટાંનાં હો તો રૂડું કહાવજો !
દીકરી દોરાણીને માનો સગી બેન....
દીકરી મોટાંનાં હો તો રૂડું કહાવજો રે.
દીકરી જેઠજીને મામા જેવા માનીએ,
દીકરી જેઠાણીને માનો સગી બેન....
દીકરી મોટાંનાં હો તો રૂડું કહાવજો.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved