આછા ઊનાળાના દહાડા

  (વરના માંડવે વરવધૂ આવી પહોંચે ત્યારે ગવાતું ગીત)    
  આછા ઊનાળાના દહાડા. કે વરઆરુ વીંઝણો શું ન લાવી,    
  મારા રમણભાઈ રૂપાળા, કે વહુઆરુ નીધણો શું ન લાવી.    
  આછા ચોમાસાના દહાડા, કે વહુઆરું શું છત્રી ન લાવી.    
    કે વહુઆરુ રેઈનકોટ શું ન લાવી.    
  આછા શિયાળાના દહાડા, કે વહુઆરુ શાલ શું ન લાવી    
    કે વહુઆરુ સ્વેટર શું ન લાવી.    
  મારા રમણભાઈ રૂપાળા, કે વહુઆરુ સોપારી શું ન લાવી,    
    કે વહુઆરુ સૂડી શું ન લાવી.    
    આછા ઊનાળાના દહાડા રે વહુઆરુ....    
સમજુતી:        
(1) પાટીદારના દીકરી પરણીને સાસરે જાય ત્યારે તેના ગવારામાં(સાસરવાસાના સાધનોમાં) વીંઝણો, પંખો, શાલ, સ્વેટર, છત્રી, સોપારી, સૂડી, ગોદડું, રજાઈ, ચાદર, જાઈનિંગ ટેબલ, સોફા સેટ, રેડિયો, ટેલિવિઝન સેટ, સ્કૂટર, કપડાં, દાગીના, કબાટ,તિજોરી વગારા અનેક સાધનો ફરજીયાત મૂકવાં પડતાં.  
(2) કન્યાના ગવારાની સામગ્રીમાં આમાંના કોઈપણ સાધનની ઊણપ ગોય તો, કન્યાની મશ્કરીમાં આવતી.  
(3) આવાં ખૂટતાં સાધનો કન્યાના માબાપે પાછળથી પણ મોકલી આપવાં પડતાં.  
(4) હાલમાં આવાં સાધનો આપવાના રિવાજો બહુ હળવા થતા જાય છે  
   
કન્યાને ભવિષ્યમાં ઉપયોગમાં આવે તેનાં જ સાધનો આપવાં જોઈએ.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved