લાડી તારી દોરડીયે દશ ગાંઠો , કે દોરડો કેમ છૂટે,    
  લાડી તારી માડીને તાડાવ, કે દોરડો કેમ છૂટે !    
  લાડી તારા બાપના બાપ તેડાવ, કે દોરડો કેમ છૂટે !    
  લાડી તારાં ભાઈ ભાભી તેડાવ, કે દોરડો કેમ છૂટે !    
  લાડી તારાં ભાઈ તો ભડવીર, કે દોરડો કેમ છૂટે !    
  લાડી તારા કાકા તો કાવા શાણા  કે દોરડો કેમ છૂટે !    
  લાડી તારી દોરડીએ દશ ગાંઠો  કે દોરડો કેમ છૂટે !    
શબ્દાર્થ : દોરડી- દોરડો-સગપણનો સંબંધ ગાંઠ- બાંધવું, દળ ગાંઠો- દશ સગાઓના સંબંધ બંધાય છે. ભડવીર-બહાદૂર અને હોંશિયાર.    
સમજુતી:        
તન્યાને પરણાવાથી કન્યા પક્ષના સગાઓ વરપક્ષના સગાઓ બને છે.  
(1) દાદા-દાદી (2) મા-બાપ (3) કાકા-કાકી (4) ભાઈ-ભાભી (5) બેન- બનેવી (6) ફોઈ-ફૂઆ (7) માસા-માસી (8) મામા-મામી (9) દાદાના ભાણેજ (10) દાદાના ભત્રિજા.  
આટલા  બધા કન્યાપક્ષના દશ સાગાઓ વરપક્ષના સગાઓ બને એવો સંબંધ ભવિષ્યમાં પણ કઈ રીતે તૂટી શકે ? જે કન્યાને આવી મજબૂત ગાંઠો બાંધી શકે તેના દશ સગાઓ હોય તોવી કન્યા સાથે જ લગ્ન કરવું જોઈએ તેમ સમજાવવાનો આ ગીતનો ભાવાર્થ છે.  
   
લાડી તારી દોરડાએ દશ ગાંઠો કે દેરડી કેમ કરીને છૂટે ?  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved