ગોરી ગાગરજીમાં સોપારીનો કટકો,    
  પારકે માંડવે અલી ! આવડો શો લટકો.    
  વિવાહ વીતે કાઢી મૂકશે પછી ચડશે ચટકો.    
  પછી ચડશે ચટકો તારે સાલ્લે પડશે ઝઈડકો.    
  તારા ગામમાં સઈ નથી કોણ ભરશે ઝઈડકો.    
શબ્દાર્થ : લટકો-હર્ષ-દોડધામ, ચટકો-મિજાજ, ઝઈજકો-ચારો પડવો; સઈ-દરજી.    
સમજુતી:        
પહેલી લીટી-ગોરી ગોગરડી- ગોરા રંગનું શરીર, સોપારીનો કચકો, શરીરનાં રહેલો જીવ, આ લોરી ગાગર જેવા શરીરમાં સોપારીના કટકા જાવડો એક નાનો જીવ રહેલો છે.  
બીજી લીટી-પારકે માંડવે-ઈશ્વરે બનાવેલી દુનિયામાં આવડો શો લટકો- આટલું બધું અભિમાન શા માટે રાખવું ! ઈશ્વરે બનાવેલી આટલી મોટી દુનિયામાં આવડે નાનાજીવે શા માટે અભિમાન રાખવું જોઈએ.  
ત્રીજી લાટીમા- વિવાહ વીતે કાઠી મૂકશે-જિંદગી પૂરી થયેથી મરણ આવશે. પછી ચઠશે ચટકો- ત્યારે તમને દુ:ખ થશે.  
ચોથી લીટી- તારે સાલ્લે પડશે જઈકડો – તારા શરીરની રગેરગમાં જઈકડા પડશે, ચીરા પડશે. પાંચમી લીટી- તારા ગામમાં સઈ નથી-દુનિયામાં તારુ દુ:ખ ઓછું કરનાર કોઈ દરજી નથી.  
માટે ઓ અભીમાની જીવ ! ઓ પાપી જીવ ! અભિમાન કરીશ નહિ. ઈશ્વરના આ મંડપમાં અભિમાન કરીશ નહિ. ઈશ્વરના આ મંડપમાં અભિમાન રહિત અને પ્રમાણિકપણે જીવજે, જેથી તને મરણ વખતે દુ:ખ ન પડે (ઝઈડકા ન પડે.)  
   
શરીર ગોરી ગાગર છે તેમાં સોપારીના ટુકડા જેવડો નાનો જીવ છે. માટીની ગાગર ગમે ત્યારે ફૂટી જશે. સોપારીના ટુકડા જેવડો જીવ ચાલ્યો જશે.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved