1. અડાલજની રૂડાબાઈની વાવ
અડાલજનું સ્થાન:
અડાલજ ગામ અમદાવાદ કલોલ હાઈવે પર આવેલું છે.અમદાવાદના સાબરમતી વિસ્તારથી ઉત્તરે 8 કિ.મિ. દૂર છે. અમદાવાદ એસ.ટી. સ્ટેન્ડથી ઉત્તર ગુજરાત અને કલોલ તરફ જતી બધી જ બસો મારફતે અડાલજ જઈ શકાય છે.
રૂડાંબાઈની વાવનું સ્થાન:
અડાલજ એસ.ટી. બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં વાવ આવેલી છે. બસ સ્ટેન્ડથી ચાલતા જતાં પાંચ મિનિટમાં જઈ શકાય છે. વાવના પ્રવેશદ્રાર સુધી પાકો રસ્તો છે. વાવ અડાલજ ગામની ઉત્તર દિશામાં છે.
[pic]અડાલજ વાવના પહેલા મંડપ પાસેનું મુખ્ય પ્રવેશદ્રાર
(સાદા પથ્થરો પર કંડારેલા શિલ્પકામનો સમસ્ત ભારતનો એક શ્રેષ્ઠ નમુનો)
રૂડાબાઈ અને અડાલજના વાઘેલા રાવ:
અડાલજના વાઘેલા રાવ વિષે રાજસ્થાનનો ઈતિહાસ, પ્રકાશક-સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ગ્રન્થ 1 પાનું 680 પર નીચે પ્રમાણે લખ્યું છે:
પાટણમાંથી સોલંકી વંશ ઉખડી ગયા પછી આ વંશ સોળ શાખાઓમાં વિભક્ત થયો. તેમાં મુખ્ય શાખા વાઘેલા છે. વાઘેલાઓમાં વાઘેલા ખંડનો રાજા(રાજધાની બાંધોગઢ) પેથાપુર, થરાદ અને અડાલજ ઈત્યાદિ સ્થળોના રાવો મુખ્ય છે.
અડાલજના વાઘેલા રાવ વિરસિંહ:
ઈ.સ. 1499માં અડાલજના વાઘેલા રાવ વિરસિંહ હતા. વિરસિંહના તાબામાં અડાલજની આજુબાજુના 100 જેટલાં ગામો હતાં. આ પ્રદેશને દંડાહી પ્રદેશ કહેતા હતા.
વિરસિંહ વાઘેલાનાં પત્ની રૂડાબાઈ:
આવા દંડાહિ દેશના અડાલજના વાઘેલા રાવ વિરસિંહનાં પત્નીનું નામ રૂડાબાઈ હતું. આ રૂડાબાઈ એ સવંત 1555 (ઈ.સ. 1499માં) મહા સુદ પાંચમના રોજ તેમના પતિના સ્મરણાર્થે અડાલજમાં રાજ્યના ખજાનામાંથી પાંચ લાખ રૂપયા (તે સમયના પાંચ લાખ ટંકા) ખર્ચીને અડાલજમાં વાવ બંધાવી.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved