કંધર પટેલની પેઠીમાં અનુક્રમે ઝવેરાત, હરાજી, મકનેશ, દેવલ, વાધી, ધીરોજી, સાધર, સુંદીર, સિંહો અને ગાંડો એમ દશ વીર પુરુષો થઈ ગયા.
ગાંડા પટેલ પછી અનુક્રમે મનજી, વિનળ અને બલવીર થયા. બલવીરે પુષ્કર ક્ષેત્રના કેટલીક જમીન કૃષાર્પણ આપેલી.તેનો ત્યાંના ગોર નટવર શર્માને ત્યાંથી જમીનનો શિલાલેખ મળી આવેલો.  આ શિલાલેખ લેઉઆ પુરાણના 162માં પાના પર આ પ્રમાણે લખેલો છે. શિલાલેખ માટે(સામેનું પાનું જુઓ)
 
"આશા પટેલ અને કંધર પટેલને ગુર્જરેશ્વર વનરાજ પાટણમાં વસાવ્યા હતા"
 
નટવર શર્માને ત્યાંથી મળેલો શિલાલેખ:
नम: शिवाय । स्वस्ति श्री संवत 1144 विक्रम संवते शालिवाहन शाके उत्तरायन गते माध मासे शुक्लपक्षे पोर्णमास्यां चंद्रग्रहणे श्री राज्यक्षेत्रे अनुपआत्मज नडवर शर्मक नामक कान्यकुंज जातीय धरणी सुराय लेवा कणबी पामरसूत बरिज तत्सूत्वा मंदतनुज राष्ट्रपति बलवीरेण आनंद पुर्या चतुष्कोण चतुर सहस्त्र पादावर्त परिमिति भूमि: सूर्यचंन्द्र समक्षे धर्मार्थ च क्षेत्र पूरवे दत्ता इत्येत्सत्यम् । स्वदत्तान् चापरदत्तां च हरन्ति वसुंधराम् । षष्ठि वर्ष सहस्त्राणी पततन्ति नरकेसुचौ । जीवत् पितृकेण आनंदसुनु बलवीरेळ स्वाक्षरे रंकित ईदं सत्यं बिजानींयात् ।
બલવીર પટેલ સુખી અને દાનેશ્વરી હતા. તેમણે તેમની આનંદપુર(વડનગર)ની જમીન પુષ્કર ક્ષેત્રના ગોર નટવર શર્માને ઉપર પ્રમાણેનો શિલાલેખ કરી દાનમાં આપી હતી.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved