ભીમ કવિએ અપભ્રંશ ભાષામાં લખેલા કાવ્ય પ્રમાણે લેહકથી 27મી પેઢીએ અજય થયા. અજય માટે ભીમ કવિએ આ પ્રમાણે લખ્યું છે.
सत्तावीश गये ज्यांही, तब प्रकटे अजय सुत त्यांही ।
हुवो शाणो सुरसमान, मिले राजनमें अतिमान ।।
અજય કેટલાંક કૂર્મી કુટુંબો સાથે ગુજરાતમાં દ્રારકાની યાત્રાએ આવ્યો. ત્યાંથી પ્રભાસપાટણની યાત્રાએ ગયો અને આ કુટુંબો સાથે પ્રભાસ પાટણમાં સ્થિર થયો તે માટે ભીમ કવિના લખાણ આધારે પુરાણના પાના 146 પર આ પ્રમાણે લખ્યું છે.
લેઉઆ પુરાણ પાનું 146
અજય અથવા એવો નામવાળો કોઈ પુરશ અંતર્વેદીમાંથી જાત્રાએ અર્થે કે વસવા અર્થે ગુજરાતમાં આવેલો. તે વખતે તેની સાથે સગાંવહાલાં થઈને ત્રણસોનો આશરો હશે, તે વખતે યમુનાના તીરે આવેલા લેહકપુરમાં તેમની વસ્તી લગભગ બારસો પચાસ ઘરની હતી. અને તેઓ કૃષિ અથવા વ્યાપારથી દિવસ ગાળતા અને યુધ્ધમાં કુશળ રહેતા. તેને માટે એમ જણાયેલું છે કે અજય ગુજરાતમાં આવ્યો તે પહેલાં એટલે સંવત પૂર્વે 200 ના અરસામાં મહાન સિકંદરે પંજાબ ઉપર ચઢાઈ કરી હતી.
તે વખતે ત્યાંના રાજાની કુમકે (પંજાબના પોરસની મદદમાં મથુરાંથી લશ્કર ગયું અને તેમાં જ લેહકપુરના લેયાવંશના કેટલાક યોધ્ધાઓ ગયા હતા અને તેઓએ વિજય મેળ્યો હતો.) (હકપુરના લશ્કરના સેનાપતિ લેહકનું ચિત્ર જુઓ પાનું 239)
હાલ પણ હારિત ગોત્રના લેઉઆ પાટીદારો ત્યાં લેહકપુર અને અંતર્વેદ પ્રેદેશમાં વસે છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved