અડાલજના રામજી પટેલે ઈ.સ. 1100 ના અરસામાં પાટણમાં રહેતા હતા. તેઓ સિધ્ધરાજના પ્રધાનમંડળમાં હતા અને પાટણના રાજવહિવટમાં સારી લાગવગ ધરાવતા હતા.
સિધ્ધરાજ જ્યારે જ્યારે પોતાના રાજ્યપ્રદેશમાં ફરવા અથવા શિકાર કરવા જતા ત્યારે ત્યારે રામજી પટેલ સિધ્ધરાજની સાથે સાથે જતા. રામજી પટેલ અને તેમના પિતાશ્રી અવિચળ પટેલ માટે લેઉઆ પુરાણ પાનું 163 પર નીચે પ્રમાણે લખ્યું છે:
લેઉઆ પુરાણ પાનું 163
તે પછી થોડે અંતરે અવિચળ ઉપન્યો એક,
ડાહ્યો ને દરિયાવ દિલ, વિધ વિધ ન્યાય વિવેક.
 
અવિચળ સુત તે એક છે. રામજી રૂડું નામ,
વસે આપ પાટણ મહિં, કરતો ભારે કામ.
*
રાજ્યસભામાં શોભતા,કરતા ભારે કામ,
રિઝયો રામજી ઉપરે, સિધ્ધરાજ સુખ ધામ.
 
મિત્ર ગણે મહિપત સદા, રાય રામજી એક,
પૂછીને પાણી પીવે, દાખવે સર્વ વિવેક.
 
કંઈ રાજ્યનાં કામ તે, રામજીને પૂછાય,
પ્રધાનંડળમાં ગણે , ધાર્યું તેનું થાય.
*
એક સમય શિકારને માટ, નિકળ્યો રાય,
રામજી સંગે લેઈને, થયા ભૂપ વિદાય.
 
સાબરમતિ તટ પરે , આવ્યો હરણને કાજ,
મળ્યો શિકાર મન માનતો, પાછા વળિયા, રાજ.
*
સાબરમતી નદીના તટ ઉપરથી શિકારે પાછા ફરતાં અડ્ડાલય પ્રદેશમાં આવેલા સિધ્ધરાજ અને રામજી પટેલ.
સાબરમતી મદીના કિનારા પર શિકાર કરીને પાછા ફરતાં સિધ્ધરાજ અને રામજી પટેલ અડ્ડાલય પ્રદેશમાંથી પાછા ફરતા હતા. આ સ્થળે પ્રાચીન સમયનું દંઢાવ્ય પ્રદેશમું કણબી પાટદારોના ઘર અને ચોર લૂંટારાઓનાં ઝુંપડા હતાં.
ચોર લૂંટારાઓના ત્રાસથી આ પ્રદેશ નિર્જન, ઉજ્જટ અને વેરાન બન્યો હતો. આ પ્રદેશાં કાબેલ ખેડૂતો વસાવવામાં આવે અને પડતર જમીન ખેડીને ફળદ્રુપ બનાવવામાં આવે તો રાજ્યને મોટી આવક થાય તેમ સિધ્ધરાજને લાગ્યું.
આ પ્રદેશમાં કાબેલ અને મહેનતુ ખેડુતો વસાવવા માટે સિધ્ધરાજે રામજી પટેલનો કહ્યું. કામજી પટેલ પાટણથી કેટસાંક કણબી કુટુંબો સાથે અડાલજ આવ્યા અને અજાલજમાં વસવાટ કર્યો. આ માટે લેઉઆ પુરાણ પાનું 166 પર આ પ્રમાણે લખ્યું છે:-
લેઉઆ પુરાણ
પાટણથી પણ રામજી, આવી વસિયા આજ,
સગાં લહોદર લેઈને, કરવા પૂરણ રાજ.
 
ગરાસ આપ્યો કંઈ વિધનો, પટો કરીને પાસ,
કરામજીને રાજી કર્યા, રાયે દઈ વિશ્વાસ.
 
છસો ઓગણીસ ઘર થયાંને, વાસ્યું અડાલજ ગામ,
અમીનાત આપી ભલી, રાય રિઝિયા રામ;
 
વર્ષ એકવીસ વહી ગયાં, અજાલજે રહી વાસ,
મહેર વડી મહીપતિ તણી, પામ્યા અતિ ઉજાસ.
 
આવી અડાલજમાં વસ્યા, રામજી રિદ્ર સહિત,
પ્રમુખપણું આપ્યું ત્યાહાં, નહીં કોને મન ભીત.

અડાલજના પાટીદારોનું ચરોતરમાં જવાનું કારણ(ઈ.સ. 1100થી ઈ.સ. 1130)
ઈ.સ. 1100ના અરસામાં પાટણથી રામજી પટેલ અડાલજ આવ્યા. આ સમયે તેમની સાથે છસો જેટલાં પાટાદારો કુટુંબો પાટણથી અડાલજ આવ્યાં
હતાં
.
ત્યારબાદ સિધ્ધરાજે મથુરાથી અલ્લાહાબાદ સુધીના ઉત્તર ભારતમાંથી (મથુરા, લોહકપુર અને અંતરવેદ પ્રદેશમાંથી) હજારો કૂર્મી પાટીદાર કુટુંબો પાટણ તેડાવ્યાં અને પાટણથી આ બધાં કુટુંબો અડાલજ મોકલ્યાં.
સિધ્ધરાજે માળવા પ્રદેશ પર જીત મેળવી ત્યારે ત્યાંથી હજારો કણહી કુટુંબો પાટણ તેડાવ્યાં ત્યારે આ બધાં કુટુંબો પણ અડાલજ મોકલ્યાં. આમ સિધ્ધરાજે પાટણ મારફતે અડાલજ મોકલેલાં હજારો કણબી કુટુંબો ઈ.સ. 1100 થી ઈ.સ.1130ના અરસામાં અડાલજમાં એકઠાં થયાં.
સિધ્ધરાજનું ગુજરાત ઉત્તરે અજમેર અને તે સમયના અંતર્વેદ પ્રદેશનું હતું. પૂર્વમાં માળવા અને હાલના નાગપુર સુધી હતું. પશ્ચિમે દ્રારકા અને દક્ષિણે દમણ સુધીનું હતું. આ બધા પ્રદેશના ખેડુતોને સિધ્ધરાજે મધ્ય ગુજરાતની રસાળ અને ફળદ્રુપ પણ ઉજ્જડ એવી જમીનમાં વસાવા માટે પાટણ અને અડાલજ મારફતે મધ્ય ગુજરાતમાં મોકલ્યા. (સિધ્ધરાજના સામ્રાજ્યનો નકશો )
સિધ્ધરાજનું ગુજરાત
[map]
આમ પાટીદારોને અડાલજ, દસ્ક્રોઈ ચરોતર, કાનમ અને વાકળ પ્રદેશમાં સિધ્ધરાજ અને અડાલજના રામજી પટેલ હતા.
સિધ્ધરાજના ગુજરાત અને તે સમયની ગુજરાતની જાહોજલાલી માટે વીર નર્મદે ગુજરાતના જય જય ગરવી ગુજરાત ગીતમાં નીચે પ્રમાણે લખ્યું છે:-
તે અન્હિલવાડના રંગ,
તે સિધ્ધરાજ જયસિંહ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત.
જન ઘુમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
શબ્દાર્થ :- અનહિલવાડૃઉત્તર ગુજરાતનું પાટણ;માત=ગુજરાત)
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved