23

અમારું વતન છે ગુજરાત

ભારતભૂમિનો ભવ્ય બગીચો,  
                      નંદનવન ગુજરાત;  
જ્યાં કરોડ જેવા કૂર્મીઓનું વતન છે ગુજરાત,  
                      અમારું નંદનવન ગુજરાત. ...(1)
એ બગીચો ખીલવ્યો કોણે?  
કોણે પાણી પાયાં?  
જમીન તોડી, ખેડી, ખીલવી,  
કુસુમ ક્યાંથી આવ્યાં? ...(2)
          પંજાબથી કંઈ કૂર્મી આવ્યા,  
          કણબી થઈને ધસીયા,  
          પટેલ, પાટીદાર, અમીનને  
          દેસાઈ થઈને વસીય  ...(3)
ગાંધીએ અવતાર લીધો જ્યાં,  
ભારત તારણહાર...  
          વલ્લભ-વિઠ્ઠલ રત્ન થયાં જ્યાં,  
          કૂર્મી ક્ષત્રિય અવતાર  
          અમારું નંદનવન ગુજરાત  ....(4)
ધમ ધમ ધમ ધમ ધરતી ધ્રૂજવી,  
          દુનિયા ખેડી નાંખી,  
          એવી પાટીદાર પ્રજાનું  
          વતન છે ગુજરાત  
          અમારું નંદનવન ગુજરાત.  ...(5)
   
-ગોકળદાસ પટેલ
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved