પુરાણોમાં ઉમિયાજી

ઉમિયાજીની સ્થાપના ઈ.સ.156:
ઐતિહાસીક રીકે તપાસીએ તો ઉમિયાજીની સ્થાપના ઈ.સ. 156માં થયેલી છે. (સંવત 212)
બિહારના વ્રજપાલજી
બિહારના માધવતીના કૂર્મી(કણબી) રાજા વ્રજપાલજીએ પોતાનું રાજ્ય ગુમાવ્યું. ત્યારબાદ તેમનાં માતાપિતાનું શ્રાધ્ધ કરવા માટે તેઓ સિધ્ધપુર આવ્યા. આ વખતે ત્યાં વસતા આજુબાજુના કૂર્મીઓ એકઠા થઈને વ્રજપાલજીને મળ્યા. તેમણે વ્રજપાલજીને આ પ્રદેશમાં કોકાઈ જવા માટે વિનંતી કરી. તેમને ઉમિયાજીની અસલ બેઠકના સ્થળે દર્શન કરવા માટે લઈ ગયા.
વ્રજપાલજી શંકરના ભક્ત હતા. તેમણે ઉમિયાજીની અસલ બેઠકના સ્થળે મંદિર બંધાવ્યુ અને ત્યાં માતાજીના નામ ઉપરથી ઉમાનગર (ઊંઝા) ગામ વસાવ્યું.
ઉમિયાજી મંદિરનો પુનરોદ્રાર(ઈ.સ. 1865):
ઊંઝાનું હાલનું ઉમિયા માતાજીનું મંદિર ઈ.સ. 1865માં નવા સ્વરૂપે બાંધેલું છે. ઈ.સ. 1882થી અમદાવાદના શેઠ શ્રી બેચરદાસ લશ્કરીની દોરવણી અને નાંણાકીય સહાયથી આ મંદિરના બાંધકામનો વિકાસ કરવામાં આવ્યો છે.
ઉમિયાનો શતચંડી મહાયજ્ઞ(ઈ.સ.1974):
ઈ.સ.1974માં આ સ્થળે શતચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ વખતે ઊંઝા ગામના બધા વેપારીઓ અને રહીશો તરફથી આ યજ્ઞનો વહિવટ અને વ્યવસ્થા સંભળવાં આવ્યાં હતાં. આ યજ્ઞમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો લાખો કડવા પાટીદારોએ ભાગ લીધો હતો. ગુજરાતના કેટલાક લેઉઆ પાટીદારો પણ આ યજ્ઞની વ્યવસ્થા અને વહીવટમાં જોટાયા હતા.
ઉમિયાજીનાં ઊંઝા ગામ પર આશીર્વાદ- ઊંઝાનું માર્કેટ યાર્ડ:
ઉમિયા માતાના આશિર્વાદથી ઊંઝા ગામ સુખી અને સમૃધ્ધ છે. આ ગામમાં આખા ગુજરાતનું મોટામાં મોટું માર્કેટ યાર્ડ છે. આ યાર્ડમાં જીરૂ, રાયડો, ઈશબગુલ, વરિયાળી, એરંડા, મેથી અને બીજા લાખો મણ અનાજ દરરોજ વેચાવા માટે આવે છે. આ વેચાણથી આ માર્કેટ યાર્ડમાં દરરોજ લાખો રૂપયાની લેવડદેવડ થાય છે.
આ માર્કેટ યાર્ડના લીધે ઉત્તર ગુજરાતના પાટીદારો વેપાર અને ખેતીમા ખૂબ સમૃધ્ધ બન્યા છે. કુળદેવીના આશીર્વાદ મેળવનાર દરેક જ્ઞતિ અને ગામ સુખી અને સમૃધ્ધ બને છે. તેનું ઊંઝા ગામ એક ઉદાહરણ છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved