અજયના પુત્ર મહિદાસ થયા. મહિદાસ સોરઠના માળવા સાથેના કોઈક યુધ્ધમાં માળવા સુધી ગયેલા અને માળવામાં જ રહેલા જણાય છે.
ભીમ કવિના આધારે લેઉઆ પુરાણ પાનું 152 પર મહિદાસ માટે નીચે પ્રમાણે લખ્યું છે.
लेवा कुल सहां,उजालयां इकोतेर वहां ।
कमर फरे महिदास शीरे, पाय नमे पुह्जन सहाँ ।।
મહિદાસ માટે એક સંસ્કૃત અશુધ્ધ શ્લોક આ પ્રમાણે છે.
अद्श्य गच्छते येषां, महिदा, यथाफलं ।
शिलालेश प्रभावेन राज्यमानं भविष्यते ।।
માળવામાં મહિદાસ વિષે ગરીબ લોકો પાવડા-રાસડા ગાય છે. હાલમાં પણ માળવામાં આ રાસડા ગવાય છે. આવા એક રાસડાની શરૂઆત આ પ્રમાણે છે:-
કણબી રો જાયો રંગ વાજે કૉરે થારે નામ રો..... ..... ટેક
કોણ દેશકો મહિખો આયો, કોન દેશકો દેવ,
કોણ દેશકી રાની ઘાવડી, ઔર જનમકો લેખરો... .... ટોક
                                                                  કણબીરો.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved