આર્યોની વર્ણવ્યવસ્થા:
આર્ય પ્રજા પંજાબમાં રહેતી હતી ત્યારે જ ( ઈ.સ. પૂર્વે 2500) આર્ય પ્રજામાં વર્ણવ્યવસ્થા દાખલ થઈ. આ સમયે આર્યપ્રજાના ચાર વર્ણ પડયાં. 1) બ્રાહ્યણ 2) ક્ષત્રિય 3) વૈશ્ય 4) શુદ્ર.

વર્ણવ્યવસ્થા સમયના પાટીદારો:
હાલના ગુજરાતના પાટીદારો વર્ણવ્યવસ્થાની શરૂઆતના સમયમાં પંજાબમાં રહેતા હતા અને ક્ષત્રિય હતા.

ક્ષત્રીયોના ત્રણ પેટા વિભાગો(ઈ.સ. પૂર્વે 200):
વર્ણવ્યવસ્થાની શરૂઆત બાદ ક્ષત્રીયોના ત્રણ પેટા વિભાગો પડયાં. 1) રાજન-રાજા 2) ક્ષત્રિય અને 3) કૂર્મી ક્ષત્રિય. 1) રાજન: નાની નાની ટોળીઓના આગેવાન હતા. પોતાને રાજા કહેળાવતા અને આવી ટોળીઓ તેમનાં ગામડાંઓનું રક્ષણ કરતાં. 2) ક્ષત્રિય: યુધ્ધના સમયે તેમ જ બારે માસ લડવાનું કામ કરતા અને રાજાઓની મદદ કરતાં. 3) કૂર્મી ક્ષત્રિય: બહારના અથવા દુષ્મનોના આક્રમણ વખતે યુધ્ધમાં મદદ કરતા. પણ શાંતિના સમયમાં સપ્તસિધુની સાત નદીઓના વચ્ચે વચ્ચે આવેલા ફળદ્રુપ પ્રદેશમાં ખેતી કરતા. અનાજમાં ઘઉં, જવ, ડાંગર, અડદ, અને કપાસ પકવતા. ખેતીની સાથે સાથે કૂર્મી ક્ષત્રીયો મોટા પાયા પર પશુપાલન પણ કરતા.

ઈ.સ. પૂર્વે 200ના પાટીદારો:
ક્ષત્રીયોના ત્રણ પેટા વિભાગો પાડ્યાં ત્યારે હાલના ગુજરાતના પાટીદારો પંજાબમાં રહેતા હતા, કીર્મી ક્ષત્રીય હતાં, યુધ્ધના સમયે લડાઈ કરતા અને શાંતિના સમયે પશુપાલન તથા ખેતીનું કામ કરતા.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved