આર્યપ્રજા અને પાટીદારો:
ગુજરાતના પાટીદારો આર્યપ્રજાના વંશજ છે. આર્યપ્રજામાથી સીધા ઊતરી આવેલા છે. આથી ગુજરાતના પાટીગારોની ઉત્પતિનો ઈતિહાસ સમજવા માટે આર્ય પ્રજા ભારતમાં ક્યારે આવી, ક્યાં વસી અને આ પ્રજામાંથી પાટીદારો ક્યારે તેમના વંશમાથી ઊતરી આવ્યા તે સમજવાની જરૂર છે.

આર્યોનું ભારતમાં આગમન:
આર્ય પ્રજા ક્યાંથી , ક્યારે અને કયાં માર્ગે થઈને ભારતમાં આવી તે માટે જુદાં જુદાં અનુમાનો છે. કેટલાક ઈતિહાસકારોનું એવું અનુમાન છે કે આર્યપ્રજા મધ્ય એશિયામાં આમુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશાં વસતી હતી. આ પ્રદેશમાંથી એક ટોળી યુરોપ તરફ ગઈ હતી અને બીજી ટોળી ઈરાનમાં ગઇ હતી. ત્રીજી ટોળી અફઘાનિસ્તાનના માર્ગે પંજાબમાં આવી. આ ત્રણે ટોળીઓનો ભ્રમણને ઐતિહાસિક સાબિતી મળતી આવતી નથી. પણ આ ત્રણે પ્રગેશોમાં આર્ય પ્રજા એક સાથે વસતી હતી એટલે અનુમાન ઐતિહાસિક છે.

પ્રચીન ભારતનાં ઈતિહાસનાં સાધનો:
પહેલાં લેખનશૈલી ન હતી ત્યારે ઈતિહાસ વેદોમાં સંઘરાતો હતો. ઋષિમુનિઓ, વિધ્વાનો અને ઈતિહાસકારો આ વેદ તેમના પુત્રો અને વિધાર્થીઓને મુખ પાઠના રૂપમાં આપતા. આ રીતે વેદોમાં ઈતિહાસ અને જ્ઞાન સંઘરતાં હતાં.

ઋગવેદે સાચવેલો આર્યોનો ઈતિહાસ:
લેખનશૈલી શરૂ થતાં પહેલવહેલો વેદ ઋગવેદ લખાયો અને આ કરણથી ભારતની આર્ય પ્રજાનો ઈતિહાસ જાણવાનું મુખ્ય સાધન ઋગવેદ છે.

આર્યોનો પંજાબમાં વસવાટ:
ઋગવેદના અભ્યાસીઓએ શોધી કાઠયું છે કે પંજાબમાં આવેલી આર્યા પ્રજાનો પ્રથમ વાસ અફઘાનિસ્તાનમાં હતો. ત્યાંથી આ પ્રજાએ ખૈબરઘાટના માર્ગે પંજાબમાં આવીને વસવાટ કર્યો. આર્યપ્રજાનો પંજાબનો વસવાટ સપ્તશિંધુના ફળદ્રુપ પ્રદેશમાં જ્યાં સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ,સતલજ અને પ્રાચી સરસ્વતિ નદીઓ આવેલી છે ત્યાં હતો. આ પ્રદેશમાંથી ક્રમેક્રમે પૂર્વ તરફ ગંગા બિહાર સુધી આર્યપ્રજા પહોંચી ગઈ. આર્ય પ્રજાએ પંજાબમાં પ્રવેશ કર્યો તે સમયે હાલના ગુજરાતના પાટીદાર આર્ય હતા અને પંજાબમાં આવી ગયા હતા.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved