બલવીર પછી સોમજી પટેલ થયા. તેમણે સવંત 1148ના મોટા દુકાળમાં ઘણા લોકોને આશ્રય આપેલો તેનું વર્ણન એક કાવ્યમાં નીચે મુજબ છે.
ભોજ સમ ભૂપતિ, સોમ લેવાપતિ
  ના થયે કે અબે નહિ થાશે;
દોય એ રખણ દુ:ખ જન જગતરાં,
  ક્રોડ કીર્તિથકે બહો ગવાશે.
 
"બલવીર પટેલે તેમની વડનગરની જમીન પુષ્કરક્ષેત્રના ગોર નટવર શર્માને શિલાલેખ કરીને દાનમાં આપી હતી"
 
સોમજી પટેલ માટે એક દુહો આ પ્રમાણે છે:
सोरठा- सोमा तुज सम ढाल, नह होय तो धरा परे ।
  पृथ्वी जात पाताल लेवा वण राड थते ।
  आगे कहता एम सतियो को नही भूपरे ।
  पण सोमा तें बोल, पाछा वारया मुखमां ।।
સોમજી પટેલ પછી થોડે અંતરે અવિચળ અને ત્યાર પછી ગુજરાતમાં લેઉઆ પાટીદારોને વસાવનાર રામજી પટેલ થયા છે. અવિચળ અને રામજી પટેલ માટે લેઉઆ પુરાણ પાન 163 પર નીચે પ્રમાણે નોંધ છે:
લેઉઆ પુરાણ : પાનું 163
તે પછી થોડે અંતરે, અવિચળ ઉપન્યો એક,
ડાહ્યો ને દરિયાવ દિલ, વિધવિધ ન્યાય વિવેક.
તે અવિચળ સુત એક છે, રામજી રૂડું નામ,
વસે આપ પાટણમહિં, કરતો ભારે કામ.
રામજી પટેલ સિધ્ધરાજના પ્રધાન હતા. તેમણે અડાલજ મારફતે ગુજરાતમાં લેઉઆ પાટીદારો વસાવ્યા. આ હકીકત આ પુસ્તકના દશમાં પ્રકરણમાં આપી છે.
 
"પાટીદારો આર્યપ્રજાના વંશજો છે"
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved