23

ભૂમિકા

લેઉવા અને કડવા પાટીદાર બંને એક જ જ્ઞાતિ છે. લેઉવા પાટીદારોના કુળદેવી અન્નપૂર્ણા છે. કડવાપાટીદારોનાં કુળદેવી ઉમિયાજી છે. અન્નપૂર્ણા અને ઉમિયાજી બંને ભગવાન શંકરનાં અર્ધાંગના છે.

પાટીદારો લવ અને કુશના વંશજ નથી. લેહક અને કૈટકના વંશજો નથી. માટીના પૂતળામાંથી ઉત્પન્ન થયા નથી. આ બધી બારોટો અને નાગર બ્રાહ્મણોએ ચલાવેલી દંતકતાઓ છે. (જુઓ પ્રકરણ 15 અને 16).

પાટીદારોની ગુજરાતમાં અનેક જ્ઞાતિઓ છે. લેઉવા, કડવા, આંજણા, કાછિયા પટેલ, કોળી પટેલ, દુબળા પટેલ, આદિવાસી પટેલ, મુમના, મતિયા, પાંચિયા સાતિયા, આઠિયા, તળપદા... આ બધા જ પટેલો છે. અને તેઓ પોતપોતાની જ્ઞાતિમાં કન્યાઓની લેવડદેવડ કરે તે રીતે પટેલોએ તેમને ફરીથઈ એક જ પાટીદાર જ્ઞાતિમાં સ્વીકારી લેવાની ભૂમિકા ઊભી થઈ છે.

ગુજરાતના રાજવંશીઓ, રજપૂતો, ક્ષત્રિયો અને ઠાકોરો અસલ ક્ષત્રિય-આર્ય પ્રજાના-વંશજ હોવાથી તેઓ કૂર્મી ક્ષત્રિયોના (કણબીઓના) કુળના છે.

આવા ગુજરાતના રજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) એક જ ક્ષત્રિય કુળના છે. અને આ કૂર્મી ક્ષત્રિય કુળ ગુજરાત અને ભારતને ફરીથી નંદનવન બનાવી ખેતી, વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રે સુખી અને સમૃદ્ધ બનાવે એ અભિલાષાથી અમોએ આ પુસ્તક લખ્યુ છે...અસ્તુ!

અમદાવાદ

તા. 30-7-86

ગોકળદાસ સોમાભાઈ પટેલ

અશોકભાઈ ગોકળદાસ પટેલ

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved