બ્રાહ્મણોત્પત્તિ માર્તંડના લેખક ઔદિચ્ચ બ્રહ્મણ હરિકૃષ્ણ વ્યંકટરામ શર્મા છે. તેમણે સંસ્કૃત ભાષામાં પોતે શ્લોક રચીને આ ગ્રંથ રચ્યો છે.
1. તેઓ લખે છે: “રામના પુત્ર લવકુશ સિધ્ધપુર યાત્રાર્થે ગયા. ત્યાં પાંચ ગાઉ ઉપર ઇમાદેવીનાં દર્શન માટે ઊંઝા ગયા. દેવીની સેવા માટે ત્યાં રહેતા ગરીબ શુદ્ર ખેડૂતોમાં લવકુશે યોજના કરી. તે ઉપરથી તેઓ લેઉઆ અને કડવા કહેવાયા.
સમજૂતી: ઐતિહાસીક રીતે જોતાં ઊંઝા ગામ તથા ઉમા દેવીનું સ્થળ ઈ.સ. 156માં વ્રજપાલજીએ વસાવ્યાં હતાં.
લવ અને કુશ તો તે પહેલાં ઘણાં વર્ષો પહેલાં થઈ ગયા. જ્યારે લવ અને કુશના સમયમાં ઊંઝા ગામ કે ઉમિયા દેવીના મંદુરની હયાતી હતી નહિ. એટલે લવ અને કુશ ઉમિયાદેવીનાં દર્શન માટે ઊંઝા આવેલા તે વાત ખોટી છે. એટલે ગરીબ સુદ્ર ખેડૂતો મારફતે દેવીની સેવાની વ્યવસ્થા કરી એ વાત પણ ખોટી છે.
આથી ત્યાંના ખેડૂતો શુદ્ર હતા અને લવ અને કુશના નામ ઉપરથી લેઉઆ અને કડવા કહેવાયા તે વાત તદ્દન ખોટી છે.
2. શર્માજી આગળ લખે છે:
કડવા દેવીની ગાયો ચારવા ગયા હતા. એ દરમ્યાન લગ્નનું મૂર્હત આવ્યું. તેથી લેઉઆને પરણાવ્યા અને કડવા રહી ગયા. રહી ગયેલા કડવાઓએ અસંતોષથી દેવીને પ્રાર્થના કરી ત્યારે તમારું લગ્ન બાર વર્ષે થશે તેવું દેવીએ વચન આપ્યું.
નંબર 2ની સમજૂતી-ઊંઝા, સિધ્ધપુર, વડનગર  અને તેની આજુબાજુના પ્રદેશોમાં ઈ.સ. પૂર્વે 200ના અરસામાં કડવા પાટીદારો રહેતા હતા. લેઉઆ પાટીદારો તો ત્યાર પછી પંજાબથી રાજસ્થાન થઈ પાટણવાડામાં અને દંઢાવ્ય પ્રદેશમાં અડાલજમાં આવેલા છે.
એટલે શર્માજીની આ વાતો
1.લેઉઆ પરણઈ ગયા.
2.કડવા રહી ગયા.
3. કડવાઓએ દેવીને પ્રાર્થના કરી.
4.દેવીએ કડવાઓનાં લગ્ન બાર વર્ષે થશે તેવા આશિર્વાદ આપ્યા.
આ બધી જ વાતો બનાવટી અને ખોટી છે.
હકીકતમાં કડવાઓનાં લગ્ન દર બાર વર્ષે થશે તે દેવીએ કહેલું નથી પણ શર્માજીએ ભોળા કણબીઓ મટે માર્તડ પુરાણમાં પાનું નંબર 577 ઉપર બનાવટી શ્લોક 1થી 7 મૂકી કણબીઓને છેતર્યા છે. આ રીતે બ્રાહ્મણો મારફતે તેમની પાસેથી નાણાં પડાવવાનું કાવતરુ કર્યું છે. અરે ! આવા હાસ્યાસ્પદ શ્લોકો ઊભા કરી તેમણે પાટીદારોની મશ્કરી કરી છે.
3. શર્માજી આગળ લખે છે:
ઊંઝામાં ઉમાદેવીનાં કમાડ દર બાર બાર વર્ષે કણબીનાં લગ્ન આવે ત્યાં સુધી સદૈવ બંધ રહેતાં હતાં. લગ્ન સમયે સ્વપ્ન થતું અને કમાડ ખુલી જતાં.
 
"હરિકૃષ્ણ શર્માજીના સાત સંસ્કૃત શ્લોકો દંતકથા અને ખોટા ગપગોળા છે. બનાવટી સંસ્કૃત શ્લોકો અને તેના બનાવટી હિંદી ભાષાંતર માટે જુઓ પ્રકરણ -16"
 
નંબર ત્રણની સમજૂતી:
ઉમાદેવીનાં કમાડ કણબીનાં લગ્ન આવે ત્યાં સુધી બાર વર્ષ માટે બંધ કહેતાં હતાં તો દેવીની પૂજા અથવા દર્શન કેવી રીતે થતાં હશે ? ઉમાદેવી દેવીના ભક્તો એવા પાટીદારોને સ્વપ્નું આપવાને બદલે ભાડૂતી પૂંજારાને સ્વપ્નું આપતા એ શું માની શકાય તેવી વાત છે ? એટલે શર્માજીના શ્લોકો પ્રમાણે દેવીનાં કમાડ બાર વર્ષે બંધ રહેતાં અને પૂંજારાને ઊમાદેવીનું સ્વપ્ન આપતાં ત્યારે તે કમાડ ઉઘાડી જતાં આ વાત પણ બનાવટી અને ખોટી છે.
પંડિત હરિકૃષ્ણ શર્મા રચિત બ્રાહ્મણોત્પત્તિ માર્તડ પુસ્તકમાં પાટીદારોની ઉત્પત્તિ વિષે લખેલી બનાવટી અને ખોટી વાતો કરવા માટે મારે દિલગીરી સાથે ટીકા કરવી પડી છે. કોઈપણ સાચી વાત અથવા સાચા વિચારો રજૂ કરનાર ઈતિહાસ લેખક માટે આ સિવાય બીજો કયો માર્ગ હોઈ શકે?
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved