ધનજી પછી વડનગરમાં કુશળા પટેલ થયા છે. તેમણે સંવત 789ની સાલમાં (ઈ.સ. 732માં) કુશળા વાવ બંધાવી છે.
 
"કુશળા પટેલ વડલગરમાં રહેતા હતા. તેઓ પોઠ અને વણઝારની મારફતે ગોધરા, રતલામ અને દાહોદ સુધી અનાજનો વેપાર કરતા હતા"
 
આ કુશળા પટેલ મોટી પોઠ અને વણજાર રાખતા હતા. આ પોઠ અને વણજારની મારફતે ગોધરા,દાહોદ અને રતલામ સુધી અનાજનો વેપાર કરતા હતા. આ વેપારના રક્ષણ માટે તેમની પાસે હથિયાર બંધ કવાયતી લશ્કર રહેતું તેમ લેઉઆ પુરાણના 159મા પાના પર જણાવ્યું છે.
કુશળ પટેલે બંધાવેલી કુશળા વાવના ખંડેરો:
કુશળા પટેલે સંવત 789માં કુશળા નામે વાવ બંધાવી. હાલમાં રાજસ્થાનના દાંતા પ્રદેળની ઉત્તર પાસે ડુંગરોની તળેતીમાં અંબા ભવાની જવાના જૂના માર્ગમાં તેના થોડાં નિશાન માલમ પડે છે. ત્યાં એક ભાગ્યા તૂટયા પથ્થર પર નીચેનો લેખ સારરૂપ માલમ પડે છે.
शिलालेख
स्वस्ति श्री संवत 789 बिक्रमार्क चंद्रसुत धनवर्म सुत कुशल वर्म + त्यनेन ईयं वापी धर्मार्थ परोपकारार्थ स्वीकारिता ।
( ઉપરના શિલાલેખ પ્રમાણે ચંદ્રસુત એ ઉદાનું બીજું નામ હોય એમ સમજાય છે.)
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved