કડવા નિબંધ

ઈ.સ. 1856માં કવિ શ્રી ઉત્તમરામજીએ ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિધસભા-અમદાવાદ) માટે કડવા નિબંધ લખ્યો હતો. આ નિબંધમાં કોઈ પણ પુસ્તકનો આધાર આપવામાં આવ્યો નથી. લોકકથાઓના આધારે કેવળ અસંભવિત કલ્પનાઓ કરીને આ નિબંધ લખ્યો છે. નિબંધ લખનાર કવિ પોતે જ જણાવે છે કે;
સૃષ્ટિ જેમ ઉત્પન્ન થાય છે તેમ જ થઈ છે. છતાં પાટીદારો વિષે વહિવંચાના ચોપડા, હાલનો રિવાજ અને લોકવાયકા ઉપરથી કારમો વિચાર ઊભો થાય છે.
હરિકૃષ્ણ શર્માજીએ- પાટીદારો માટે લેકવાયકાઓ ઉપરથી બ્રાહ્મણોત્પત્તિ માર્તડના 577માં પાના પર સાત બનાવટી શ્લોક લખ્યા છે.
કવિનું આ કથન બતાવે છે કે તેમણે લોકકથાઓ અને બારોટોના ચેપડાઓ ઉપરથી કલ્પના કરીને આ નિબંધ લખ્યો છે.
ઉત્તમરામજીએ લખેલા કડવા નિબંધનો સાર નીચે મુજબ છે :
ગંગાના પવિત્ર તટ પર શિવજી તપ કરતા હતા ત્યારે તેમની પાસે ગયા. નારદજીએ શિવજીને કહ્યું કે, પશ્ચિમ દિશામાં હિંગળાજ દેવીનું સ્થાન છે. દેવીનાં દર્શન કર્યા વિના તમારું તપ નકામું જષે. ભગવાન શંકરે ઉમાને (પાર્વતીજીને) લઈને ઘોર જંગલમાં ગયા. ત્યાં રસ્તામાં રાક્ષસો સાથે યુધ્ધ થતાં શંકરે તાડકાસુર રાક્ષસને માર્યો. આવા રાક્ષસોની બીકને લીધે ઉમાદેવીએ જંગલમાં આગળ વધવાની ના પાડી.
આથી શંકર એકલા ગયા. હિગળાજ પહોચ્યાં. પણ હિંગળાજ દેવીએ દર્શન આપ્યા નહિ. શંકરે બાર વર્ષ સુધી તપ કર્યું ત્યારે હિંગળાજ દેવી પ્રસન્ન થયાં અને શંકરને દર્શન દીધા.
ઉમાદેવીએ બનાવેલાં માટીના પૂતળાં:
ઉત્તમરામજીના આધારે:
ઉમાદેવીએ શંકરની ગેરહાજરીમાં જંગલમાં રમતા રમતાં બાવન પુરુષરૂપે અને ત્રેપન સ્ત્રીરૂપે એમ 105 માટીનાં પૂતળાં બનાવ્યાં અને શંકર પાછા ફર્યા ત્યારે તેમને સજીવન કરાવવા હઠ લીધી.
 
"પાટીદારોના બારોટોના ચોપડા ઈ.સ. 1300 પછી લખાએલા છે. એટલે ઈ.સ. 1300 પહેલાની તેમની વાતો  કલ્પિત અને ગપગોળા છે"
 
શંકર ભગવાને સજીવન કરેલાં માટીનાં પૂતળાં :
ઉત્તમરામજીના આધારે:
દેવીના દુરાગ્રહથી શંકર ભગવાને પૂતળાંને સજીવન કર્યી. પૂતળાં હરેફરે પણ બોલી શકે નહિ. તેથી શંકરે ફરસી વડે ચીરી તેમનાં મોં બનાવ્યાં .ઉમાની વિનંતીથી તે બધાંને એક જ લગ્ને પરણાવ્યાં.
કડવા નિબંધની સમાલોચના: ઉત્તમરામજીના નિબંધની ટીકા:
કડવા નિબંધમાં કવિશ્રી ઉત્તમરામજીએ બારોટોના ચોપડાઓના આધારે કેટલી અફવાઓ ફેલાવી છે તે જોઈએ :
બારોટોના ચોપડાઓ ક્યારે લખાયા?
પાટીદારોના બારોટોના ચોપડાઓની ભાષા, લિપિ અને લખાણ જોતાં આ ચોપડાઓ ઈ.સ. 1300 પછી લખાયેલા છે.
એટલે ઈ.સ. 1300 પહેલાંનું બારોટોનું લખાણ લોકવાયકાઓ તથા દંતકથાઓ પરથી ઊભું કરેલું અને કલ્પિત છે. તેમ ચોક્કસ સાબિત થાય છે.
બારોટોના ચોપડાઓના આધારે લખેલા કડવા નિબંધની ટીકા:
1)ભગવાન શંકર જેવા મહાન દેવને હિંગળાજ જેવા સામાન્ય દેવીનાં દર્શન કરવા માટે બાર વર્ષ સુધી તપ કરવું પડે તે વાત માનવા જેવી નથી.
2)ભગવાન શંકર દેવા મહાન દેવ તેમનાં અર્ધામગના ઉમિયાજીને રાક્ષસોના ડરવાળા ઘોર જંગલમાં બાર વર્ષ સુધી એકલા ત્યજી દે તે વાત માનવા જેવી નથી.
 
"ઉત્તમરામજીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઈનામી હરિફાઈમાં ઈનામ જીતી, નાણાં મેળવવા માટે કડવા નિબંધનો બનાવટી, ખોટો તરકટ અને ગપગોળાથી ભરપૂર લેખ લખેલો છે"
 
3)દશ વર્ષ સુધીનાં બાળકો માટીનાં પૂતળાં અને રમકડાં બનાવી રમત કરે તે વાત માની શકાય. પણ ઉમાદેવી જેવાં ભગવતી, શક્તિશાળી અને બાહોશ દેવી નાનાં બાળકોની માફક માટીનાં રમકડાં બનાવવાની બાર વર્ષ સુધી રમ્યા કરે તે વાત માનવા જેવી નથી.
4)ભગવાન શંકરના સમયમાં ફરસી જેવું હશિયાર કે ફરસી શબ્દ હતો જ નહિ. તેથી ઊલયું ભગવાન શંકર ત્રિશુળ ધારણ કરતા હતા.એટલે ભગવાન શંકર ત્રિશૂળ ધારણ કરતા હતા. એટલે ભગવાન શંકરે ત્રિશૂળને બદલે ફરસી વડે ચીરીને પાટીદારોનાં મોં બનાવ્યાં તે વાત માનવા જેવી નથી. ત્રિશૂળ ધારણ કરનાર શંકર ફરસી જેવા સાધારણ હથિયારનો ઉપયોગ શા માટે કરે ?
5) ભગવાન શંકરે, માટીનાં પૂતળાં સજીવન  અને હરેફરે તેવાં કર્યાં ત્યારે પૂતળામાં આંખ, નાક, કાન ,ફેફસાં, જઠર ,હદય, હાથપગની આંગળીઓ, સ્નાયુઓ લોહીની નસો વગેરે અવયવો મૂક્યા હશે ને ? આટલા બધા અવયવો માટીનાં પૂતળાંમાં મૂકનારને એક મોં જેવો નાનો અવયવ મૂકતાં ન આવડયો અને તેથી ફરસી વડે ચીરીને માટીનાં પૂતળાંનાં મોં ખૂલ્લાં કરી પાટીદારો ઉત્પન્ન કર્યાં તે માની શકાય તેવું છે?
6) માણસના શરીરા અવયવો માટીમાંથી બનાવેલા પૂતળામાં મૂકી શકાય તેવું કયા વિજ્ઞાનના આધારે કલ્પી શકાય?
 
"બારોટોના ચોપડાઓમાં પડી માત્રાનું લખાણ નથી. એટલે આ ચોપડાઓ .સ. 1300 થી ઈ.સ. 1600 વચ્ચે લખાએલા છે."
 
7) કોઈ પણ માણસ, દેવ કે ખુદ ભગવાન પણ માટીનાં પૂતળાંમાંથી પુરુષો અને સ્ત્રીઓ બનાવી દીધા એવો અથવા તેના જેવો બીજો કોઈ જાદુઈ ચમત્કાર દુનિયના કોઈ પણ દેશમાં કોઈ પણ જ્ઞઆતિ માટે બનેલો છે? ભારતમાં બીજી કોઈ પણ જ્ઞાતિના માણસો માટીના પૂતળાંમાંથી કે બીજી કોઈપણ ચમત્કારીક રીતે ઉત્પન્ન થયેલા છે!
ઉપરની બધી બાબતોનો વિચાર કરતાં કડવા નિબંધમાં શ્રી ઉત્તમરામજીએ વર્ણવેલો માટીનાં પૂતળામાંથી પાટીદાર બન્યા એ પ્રસંગ હાસ્યાસ્પજ. કલ્પિત અને કોઈ પણ જાતના આધાર વિનાનો છે તેમ સ્પષ્ટ સમજાય છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved