(રાસમાળા ભાગ બીજાના પૃષ્ઠ 230થી 238ના આધારે)
નોંધ:
સિંહાસન બત્રીસી મહાકવિ શામળ ભટ્ટ્ની મૌલિક ભાભારામની વાર્તામાંથી( વાર્તા નં.19) કણબીઓએ વેઠેલાં દુ:ખો અને તેમનું જીવન સમજાવતાં કણબીના બાર માસ અહિં આપવામાં આવ્યા છે.
કણબીના બાર માસ
(કવિ શામળ ભટ્ટની ભાભારામની વાર્તામાંથી)
વૈશાખ:
આધપર્વ તો અખાત્રીજ, કરે મુરત ખોળે બહુ બીજ,
ગડમથલે ગાડાં જોતરે, ખાતર પૂંજો મહેનત કરે,
જોડી ગાડુ ખેતર જાય, ખાતર લઈને નાંખે ત્યાંય,
શરીર ઉઘાડે તડકો સહે, ભાર અલેખે માથે વહે.
ક્યારે મન નવ રાખે આશ, એવે તો આવે જેઠ માસ.
 
"આસો માસમાં કણબીના સ્થિતિ.ઘર સૂત્ર સામું નવ જોવાય સૂવે શિયાળો ખેતર માંય.કાચું કોરૂ એ શું ખાય,રાંધ્યું અન્ન નારી લઈ જાય."
જેઠ:
લાકડ લુકડ તાકે ઘણાં, હળ પંજેઠી કરવા તણાં,
લેઈ કોશ કોદાળો હાથ, હળ બળદને રાખે સાથ,
ખાવું ખોટું ખડધાન ઘાસ, હળ પરોણો હાથે રાશ,
વાણિયાને ઉપજાવી રીઝ, જે જોઈએ તે લાવે બીજ.
અષાઢ:
એટલે વરસ્યો અષાઢો મેહ, ધ્રુજે ગાત્ર ઉઘાડી દેહ,
પૂજી તે તો પૃથ્વી માંય, વાડ તણી તેને રક્ષાય.
ખરસાણી, બાવળ, બોરડી, નહિં ભ્રાત તેને મન અડી,
થોડો વરસે જુવે વાટ, ઝાજો વરસે તો ઉચાટ.
શ્રાવણ:
હવે આવ્યો શ્રાવણ માસ, નીંદવાની કરશે મન આશ,
નરનારી, ભગીની ને ભ્રાત, વેઠે તે શિર પર વરસાદ,
ભીનાં વસ્ત્ર ને ચૂવે દેહ, ઘેર આવીને સૂવે તેહ.
 
"કારતક માસમાં કણબીની સ્થિતિ.અવે આવે ખાતાદાર,,તે હેડે ઘાલે નિરધાર,જુઓ કર્મ વિધાતા રાંક,થઈ બેઠો કણબી તે રાંક,એવું દુ:ખ બીજા કોને હોય.અરે રામ તું દ્રષ્ટે જોય.(શામળભટ્ટ)"
કણબી મહેસૂલ ન ભરી શકે તો તેને હેડમાં પૂરા હાથપગ બાંધી દેવામાં આવતા
 
ભાદરવો:
ભાદરવો કેરી કહું પેર, ઘડી એક ના રહેવું ઘેર,
સામો, ચણસી, બંટ જ બહુ, ભાજી પાલા બાળે સહુ,
પ્રદક્ષિણા ખેતરની કરે, આઠે પહોર અતિશે ફરે.
આસો:
ગળે અન્ આવે જેટલે. આસોએ આશા થઈ તેટલે,
સુખે માળા સાંતીડાં ઘરે, ગોફણ ગુંથે મે ગોળા કરે,
હાં હાં હાંકારે હોકાંર છાનો નહિં રહે લગાર.
ઘર સૂત્ર સામું મન જોવાય, સુવે શિયાળો ખેતરમાંય.
કાચું કોરું એ શું ખાય? રાંધ્યું અન્ન નારી લઈ જાય.
કારતક:
કારતક જાયે એવી પેર, હાકેમ તેડું આવે ઘેર,
આંણ ફેરવે દાંડી દિશ, થઈ બેસે ખેતરનો ધીશ,
ખાતાં માંડ દેખે જેહને, જઈ હેટે ઘાલે તેહને,
એવે આવે ખાતાદાર, તે હેડે ઘાલે નિરઆધાર
જુવો કર્મ વિધાતા રાંક,થઈ બેઠો કણબી તે રાંત,
એવું દુ:ખ બીજા કોને ના હોય? અને રામ તું દ્રષ્ટે જોય.
માગશર:
માગશર માસે જાંય અન્ન, ભાગ્યું સારું ઉપાવે અન્ન,
કૂડાં ભૂડાં દુષ્ટ કલનાકૉર, કલે બાવી, જો હોય બાર,
સારો હોય તો સાચું કહે, નહું તો ખળાવાડે જાય ખલે.
 
"ચૈત્ર માસમાં કણબીની સ્થિતિ.ઝાડ બીડ જાળવવા રહે, ચૈતર તડકો અંગે સહેતડકા સાથે સહુ વહેવાર પેટભરી નવપામે આહાર.-શામળભટ્ટ"
 
પોષ:
પોષ માસ ઉપર બહુ પ્રીત, કરે કુલની રીત,
પોષે પૂરે વિચારે મન, સુભાયગ તો પાકે અન્ન,
લણવા ઢાલવાંને હાલરાં, સોવા ઉપણવાને બદલે બાજરા,
ડૂંડો ભૂંડો હોય કોકવાર, વાવે બાવીસ ઊગે બાર,
નીચી દ્રષ્ટી નીચો પાષ, પડે કદી તો થાયે માશ,
કરજે કહાડે ઘરમાં ખાય, ખેતર સામું મન જોવાય
મહા:
મહા માસનો આવ્યો લાગ, કણ કરશે બે ભાગ,
અર્ધ ભાગ તો હારેમ હરે, અર્ધમાં આવી લોક જ ઠરે.
પ્રથમ તો બીવાળો અડે. લે વધતું ને ઝાઝું વઢે,
લે રખવાળી ગામ ગરાસ, હવાલદાર પણ રાખે આશ,
ચારણ નીચ વા આવી અડે, ભાંડ ભવૈયા આવી પડે, જો કોઈ ભીખની ઊચ્છા કરે, તે આવીને ખોળો ધરે.
ચારણ આવી ઊભો જ્યાંહ, નાવિક દર્પણ લાવે ત્યાંહ,
સુથાર સઈની થાયે વાત, ભલો કહીને આવે ભાટ.
ભૂરશી બ્રાહ્મણ આવે ઘણા, વસવલે ભીખારી ઘણાં.
જેણે સાંચ્યા બળને બીજ, તોપણ આવ્યાં આણી રીઝ,
લૂંટાવતા રહે એણી પેર, તે આવે કણબીને ઘેર.
તેની માગણ વેરા જાય, પેદા કર્યું તે પૂરું થાય?
 
"ભાદરવામાં કણબીની સ્થિતિચાર તણો ભારો તો માથે નીગળે, છૈયાં કેડે રડતાં પલળી જાય જો"
 
ફાગણ:
ફાગણ માસે હોય તે વસંત, તે દહાડે પણ દુ:ખ અનંત,
કુવે દાવડે કોસે વરત, કણબી બળદને વે મરત.
ચૈતર:
ઝાડ બીડ જાળવવા રહે. ચૈતર તડકો અંગે સહે,
તડકા સાથે લહુ વહેવાર, પેટ ભરી નવ પામે આહાર
કોરયાં કાચાં પોતે ખાય. પાકાંને પાળો લઈ જાય.
ખાય છાશ ને ઘીને ગરથ, હાકેમ વેરો ભરે સમરથ,
કે કોની અસાવરી ચડે(તો) કરી મજૂરી મિથ્યા પડે.
સુખી થવાને ચઉંટે જાય, મારીને વેઠે લઈ જાય
સામું બોલે  મારે માર, અણતોલ્યો ઉપાડે ભાર.
કણબીને નહીં દુ:ખનો પાર, પણ ધરતીનો એ પર ભાર,
 
"ગુજરાતનાં પ્રાચીન સંસ્કૃતિનાં નગરો વડનગર,દ્રારકા, સોમનાથ અને ગિરિનગર છે.પ્રાચીન સમયમાં આ ચારે શહેરોમાં પાટીદારો રહેતા હતા અને હાલમાં પણ રહે છે"
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved