કૂર્મીમાંથી કણબી અને કણબી :
ઉત્તર ગુજરાત અને અડાલય પ્રદેશમાં કૂર્મી શબ્દમાંથી અપભ્રંશ શબ્દ કુણબી અને કણબી થયો. આમ લેયા પ્રદેશના કૂર્મીઓ લેઉઆ કણબી અને કરડ પ્રદેશના કૂર્મીઓ કડવા કણબી કહેવાયા.

પટેલ શબ્દનું મૂળ પટલિક:
શ્રી હર્ષવર્ધન મહારાજાના ઈ.સ. 631ના એખ લેખમાં તથા બીજા કેટલાક લેખોમાં અક્ષપટલિક નામના એક અધિકારીનું નામ મળે છે. કેટલાક લેખોમાં મહાક્ષપટલિક અને ગ્રામાક્ષ પટલિક શબ્દો મળી આવે છે. પ્રબંધચિંતામણિમાં જ્યાં રાજકીય લખાણો થતાં હોય તે સ્થાનને અક્ષપટલ કહ્યું છે. સોલંકી તામ્રપત્રોમાં લેખક અક્ષપટલિક હોય છે. (જુઓ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ- ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ પાનું 23-34).

સુખી અને સરમુખત્યાર:
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. 1412 થી ઈ.સ. 1573) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર, નેતા અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.

પટેલ શબ્દની શરૂઆત:
આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગેયા. ક્રમેક્રમે મુખીના ( પટેલનાં) સગાવહાંલા અને સગાંસંબધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત લગભગ ઈ.સ. 1400 પછી થયેલી ગણાય છે. ઈ.સ. 1400 સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા.

પટેલ શબ્દ અટક છે-જ્ઞાતિ નથી:
પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્યણ, મંસલમાન, હરિજન, દરજી, મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમજ જ્ઞીતિના આગેવાનો માટે વપરાવા લાગ્યો. પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે. હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે. આમ પટેલ શબ્દ એ કણબીઓની અટક છે, જ્ઞાતિ નથી.

કણબી અને પાટીદાર એ જ્ઞાતિ છે:
કણબી અને પાટીદાર એ જ્ઞાતિ છે. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ છે.

ગુજરાતમાં પાટીદાર શબ્દની શરૂઆત-પાટીદાર શબ્દનું મૂળ:
ગુરાતમાં પટેલ શબ્દની શરૂઆત થયે લગભગ 300 વર્ષ થઈ ગયા હતાં. એઅરસામાં પીંપળાવ(જિ.ખેડા)માં મોગલ વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગબેઝ સાથે સારો સંબધ ધરાવતા હતા. તેમણે ધેળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસુલ ઉઘરાવવાનો ઈજારો મેળવ્યો હતો. તેમણે સંવત 1759(ઈ.સ. 1903માં) પીંપડાવમાં સમ્સ્ત કણબી કોમનો એક મેવાળવો યોજ્યો. આ મેવાળવામાં ઔરંગબેઝના શારઝાદા બહારદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેવાળવામાં વીર વસનદાસે બાદશાહના દફતરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો. ( પાટીદાર=પત્તિદાર=પટ્ટરદાર=જમીનદાર; પાટી=જમીનદાર=હોવું; પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.)

પાટીદાર શબ્દનો અર્થ:
પાટીદારનો અર્થ જમીન ધારણ કરનાર એવો થાય છે. પાટી=જમીન, દાર=ધારણ કરનાર; પાટી એ સંસ્કૃતમાંથી બનેલો પ્રકૃત શબ્દ અને અપ્રભંશ શબ્દ છે; દાર એ ઈરાની ભાષાના દારસ્તાન, દાર અટલે ધારમ કરવું એ ક્રિયાપદનું આજ્ઞાર્થ રૂપ છે. વીર વસનદાસે કણબીને બદલે પાટીદાર શબ્દ જેવો મોટો ફેરફાર ઈ.સ. 1703માં કરાવ્યો હતો. છતામ ઈ.સ. 1900 સુધી ગુજરાતમાં પાટીદારો માટે કણબી શબ્દ બહુ પ્રચલિત હતો.

પાટીદારોએ મહેસુલ ઉઘરાવવાના ઈજારા લીધા અને અમીન તથા દેસાઈ બન્યા
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved