ચુનાર જિલ્લાની જાહેર સભા:

કૂર્મી ક્ષત્રીય છે. તેની સમજૂતી આપવા અને એ સિધ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે ચુનાર જિલ્લામાં ભરહેટા મુકામે તા. 25 અને 26 મી મે 1906 ના રોજ વૃદાંવનના ગોસ્વામી શ્રી રાધાચરણજીના પ્રમુખ સ્થાને એક જાહેર સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં ભારતભરના વિધ્ધવાનો, કાશીના પંડિતો, મહાત્માઓ અને ભારતના કૂર્મી આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં. આ સભામાં 3000 જેટલા વિધ્વાન માણસો હાજર હતા.

પંડિત રાજારામ શાસ્ત્રીજીનું સમર્થન:

આ સભામાં પંડિત રાજારામ શસ્ત્રીએ કૂર્મીઓ ક્ષત્રીય છે તેના સમર્થનમાં જણાંવ્યું હતું કે:-

[1] કણબીઓ જાતે ખેતી કરે છે માટે તેઓ ક્ષત્રીય નથી એમ કહેવું ભૂલ ભર્યુ છે. કારણકે આ વર્ણમાંનો અમુક ભાગ તો જમાનદાર તરીકે અન્ય વર્ણ પાસે ખેતી કરાવે છે અને કેટલોક ભાગ જાતે પણ ખેતી કરે છે. પરંતુ ખેતી કરવી એ નિંદિત કર્મ નથી. તેમને એ ધંધો પણ અસલ સમયની તેમની જમીનદારીનો પ્રત્યક્ષ પુરાવો આપે છે. એ ઉપરાંત આપત્તિ કાળમાં ખેતી કરવાની સ્મૃતુકારોએ છૂટ આપી છે. જે જૂદાં જુદાં શાસ્ત્રોમાં બતાવી છે તે નીચેના પેટાં વિભાગો 2,3,4માં બતાવી છે:- (પારાશર સ્મૃતિ અધ્યાય બીજો-શ્લોક 18 અને 19)

[2] क्षत्रियोपि कृषि कृतव्या ||18|| कृषि वाळिज्य शिल्पकम् राज्ञ:||19|| એટલે કે ક્ષત્રિયો ખેતી, વેપાર અને સુથાર વગેરેનું કામ કરી શકે છે.

[3] ગૌતમ પણ અધ્યાય સાતમાં લખે છે કે:- “राजन्यो वैश्यकर्मा:” એટલે કે રાજાઓ પણ વૈશ્યાનાં કામ કરી શકે છે.

[4] अजीवस्तु यथोक्तेन ब्राह्यण: स्वेन कर्मणा । जीवेत् क्षत्रिय धर्मेण स ह्यास्य प्रयनन्तर: ।। उभाभ्यामप्य जीवमतु कथं स्यादितिचेद्रवेत । कृषिगोरक्षमास्थाय जीमवेद्रेश्यस्य जीविकाम् ।। जीवेद्रेतेन राजन्य: सर्वेणाप्यनयं गत: ।

અર્થ: બ્રાહ્યણો પોતાના યથોક્ત કર્મ વડે નિર્વાહ ન ચલાવી શકે તો મુશ્કેલીના સમયેમાં ક્ષત્રિયનાં કર્મો વડે પોતાનું જીવન ચલાવી શકે છે. કારણ કે તે વર્ગ પોતાના નજીકનો છે.(81) બ્રાહ્મણ અને ક્ષત્રિય બમને પોતપોતાના ધર્મ વડે પોતાનું ગુજરાન ન ચલાવી શકે તો તેવી મુશ્કેલીના સમયમાં શી રીતે ગુજરાન ચલાવી શકે? આવા સંજોગો ઊભા થાય ત્યારે ખેતી, વેપાર, અને પસિપાલન કરી નિર્વાહ ચલાવવો એ વૈશ્યનો ધર્મ છે (82) મુશ્કેલીના સમયમાં ક્ષત્રિયો પણ એ જ રીતે વૈશ્યનાં કર્મો વડે પોતાના કુટુંબનું પોષણ કરી છકે છે.(95)

કૂર્મીઓ ક્ષત્રિય છે તે માટેના અભિપ્રાયો: ચુનારજિલ્લાની ભરહેટા મુકામની ઉપર વર્ણન કરેલી જાહેર સભામાં આ સભાના સેક્રેટરી શ્રી દીપનારાયણસિંહજીએ કેટલાક અંગ્રેજ વિધ્વાનોના અભિપ્રાયો રજૂ કર્યા હતા, આ જાહેર સભાએ કૂર્મી ક્ષત્રિય છે તેમ સર્વાનુમતે જાહેર કર્યું હતું. જાહેર સભામાં સેક્રેટરીશ્રીએ રજૂ કરેલ અંગ્રેજ વિધ્વાનોના અભિપ્રાયો નીચે મુજબ છે:-

1. “હન્ટર્સ સ્ટેટેસ્ટીકલ એકાઇન્ય ઑફ બેન્ગાલ ભાગ 11મો” શિવાજી અને ગ્વાલિયર તેમજ સતારાના રાજાઓ કણબી વંશમાંથી ઊતરી આવેલા હતા

2. “કાર્નેગીઝ રેઈઝ ટ્રાઈબ્સ એન્ડ કાઈસ્ટ ઓફ આઉધ” ગ્વાલિયરના સિંધિયા. સતારાના રાજા અને નાગપુરના ભોંસલે કણબીઓ હતા અથવા તેઓના જેવા જ હતા. શ્રી કેમ્પલે દર્શાવ્યું છે કે મરાઠાનું મૂળ કૂર્મી તત્ત્વમાંથી હતું અને શિવાજી તથા તેના ઘણા સરદારો કણબી હતા. ગોરખપૂર અને ગુજરાતમાં પણ કણબી રાજાઓ છે.

3. ઈલીયટ્સ હિસ્ટ્રી ફોર લોર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેઈસીસ મરાઠાઓમાં કેટલાક કણબીઓ છે અને ગ્વાસિયર તેમજ સતારાના વંશ તે જ વર્ગના છે.

4. રેવરન્ડ શેરિંગ્ઝ એન્ડ કાસ્ટસ ભાગ 2જો. ( મુંબઈ ઈલાકો અને મધ્ય પ્રાંત) પુના જિલ્લામાં વારંવાર મરાઠા અને કણબી એ શબ્દો એકબીજાને માટે બોલાવાય છે. કુર્મી અને કણબી ખરી રીતે એક જ વર્ગના લોકો છે.

5.“કર્નલ ડાલ્ટન” બંગાળમાં પહેલવાલા આર્યો તરીકે આવેલા બિહારના કૂર્મીઓ કણબીઓ હોવાનું જણાવે છે.

6. સરકારી હુકમ નં . 251 નો સાર 8-186अ-6 આઉધ તા. 21-3-1896

નામદાર સરકાર જણાવે છે કે કણબીઓ એક ઉચ્ચ ખાનદાન કુટુંબના છે. માટે તેને સરકારી નોકરીથી બાદ કરવા તે દિલગીર થવા જેવું છે. આમ ઈ.સ. 1906માં ચુનાર જિલ્લાની ભરહેટા મુકામની જોહેરસભામાં કણબીઓ(કુર્મીઓ-પાટીદારો) ક્ષત્રિય છે તેમ ઐતિહાસીક રીતે સાબિત કરવામાં આવ્યું છે.

કૂર્મીઓ ક્ષત્રિય છે તે માટેના રાસમાળાના અભિપ્રાયો:-

રાસમાળા ભાગ 2જો(પાનું 225) ના અભિપ્રાયો :

ગુજરાતમાં ઘણાખરા ખેડૂતો કણબી છે. તેઓની ત્રણ મોટી જ્ઞાતિઓ છે. લેઉઆ, કૈડવા અને આંજણા તેઓ પોતાની ઉત્પતિ ક્ષત્રિય જાતિમાંથી થયેલી ગણે છેઅને તેમાંના ઘણાખરા તો રજપૂત જાતિના જેવાં ઉપનામથી ઓળખાય છે. રાસમાળા ભાગ 2ના પહેલા પાના પર છાપેલું વડોદરા રાજ્યના ગાયકવાડ દાવડી ગામના કણબી પટેલ હતા તેમું પેઠીનામું દર્શાવતો અભિપ્રાય.

કેરોજીરાવ ગાયકવાડ દાવડી ગામના પટેલ હતા તેમ સમજાવતો ઉપરના પેઢી નામાનો રાસમાળાના મૂળ લેખકે(ફાર્બસ સાહેબે) ગાન્ડ ડફનો મરાઠાનો ઈતિહાસ અને ફાર્બસ ઓરિએન્ટલ મેમ્વાર નામના પુસ્તકમાંથી લીધો છે તેમ રાસમાળા ભાગ 2 ના પહેલા પાના પર નોંધ કરી છે.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved