ઈ.સ. પૂર્વે 2000થી ઈ.સ. પૂર્વે 1000 સુધી આર્ય પ્રજાના ઘણાં ટોળાં અફઘાનીસ્તાન અને ખૈબરઘાટને માર્ગે થઈને પંજાબમાં આવ્યાં. આ સમયમાં પંજાબમાં આર્ય પ્રજાના ચારે વર્ણની(બ્રાહ્યણ, ક્ષત્રીય, વાશ્ય, શુદ્ર) વસતી ખૂબ વધી ગઈ. આ સમયે પંજાબમાં કૂર્મી ક્ષત્રીયોની વસ્તી એટલી બધી વધી ગઈ કે જેથી કૂર્મીઓને ખેડવા માટે અને પશુઓમે ચરવા માટે જમીનની ખૂબ ખેંચ પડવા લાગી.

કૂર્મીઓને પંજાબ છોડવાનું કારણ:
આમ કૂર્મીઓને પંજાબમાં જમીનની ખૂબ ખેંચ પડવાથી કૂર્મી ક્ષત્રીયો પંજાબ છોડીને ગંગા જમનાના ફળદ્રુપ પ્રદેશમાં આવ્યા. અને ત્યાંથી મધ્ય પ્રદેશ, બંગાળા અને બિહાર સુધી ફેલાવ્યા. આ સમયે કૂર્મીઓનાં કેટલાક ટોળાં રાજસ્થાન અને આબુ પાસેના ભિન્નમાલ ( શ્રીમાળ) સુધી આવી પહોચ્યાં.

હાલમાં કૂર્મીઓનો ભારતમાં વસવાટ:
હાલમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગાજસ્થાન અને બિહારમાં મુખ્ય વસ્તી કૂર્મી ક્ષત્રીયોની છે. આ પ્રદેશોમાં પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલા કૂર્મી ઓને હિંદી ભાષામાં લૉર કૂર્મી કહે છે. ખરડ અથવા કરડ પ્રદેશમાંથી આવેલા કૂર્મીઓને હિંદી ભાષામાં ખારી કૂર્મી કહે છે. રાજસ્થાનમાં હાલમાં લૉર કૂર્મીઓને લૉર પટેલ અને ખારી કૂર્મીઓને ખારી પટેલ કહે છે. આમ ઉત્તર ભારતમાં વસતા લૉર અને ફારી કૂર્મીઓ ગુજરાતના લેઉઆ અને પાટીદારોના ભાઈ છે. આ તફાવત એટલો જ છે કે ઉત્તર ભારતના કૂર્મીઓ(કણબીઓ) હિંદી ભાષા બોલે છે જ્યારે ગુજરાતના કૂર્મીઓ(કણબીઓ) ગુજરાતી બોલે છે. ઉત્તર ભારતમાં લૉર કૂર્મી અને ખારી કૂર્મી સંખ્યા લગભગ 10 કરોડ(દશ કરોડ) જેટલી ચે એટલે ગુજરાતના પાટીદારોના ઉત્તર ભારતમાં 10 કરોટ જેટલા કૂર્મી ભાઈઓ છે.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved