કૂર્મીઓનો અસલ વસવાટ પંજાબમાં હતા. પંજાબ પર થતા અનેક આક્રમણોને લીધે જીવન નિર્વાહની શોધમાં કૂર્મીઓનો ઉત્તર ભારતમાં મથુરા સુધી ફેલાયા હતા. ત્યાંથી કૂર્મીઓનો એક વિભાગ કોટા અને મંદેસરના રસ્તે થઈને હાલના સિધ્ધપુર અને વડનગરની નજીકના પ્રદેશમાં વસ્યો.
કૂર્મીઓનો બીજો વિભાગ રાજસ્થાનના જયપૂર અને ભિન્નમાલના રસ્તો થઈ પાટણવાળો, અડાલજ પ્રદેશ અને છેવટે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડે ગામડે વસ્યો.
ગુજરાતના આ કૂર્મીઓ હાલમાં લેઉઆ અને કડવા પાટીદાર તરીકે ઓળખાય છે. રાજસ્થાનના કૂર્મીઓ લોર અને ખારી કૂર્મી તરીકે ઓળખાય છે.
 
"ભારતમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને દક્ષિણની નદીઓના ખીણ પ્રદેશોમાં હાલમાં મુખ્ય વસ્તી કૂર્મી ક્ષત્રિયોની છે."
 
કૂર્મીઓનો એક વિભાગ માળવામાં (હાલના મધ્ય પ્રદેશમાં) વસ્યો. આ કૂર્મીઓ હાલમાં માળવી કૂર્મી, નિમાડી કૂર્મી અને ગુજરાતી કૂર્મી તરીકે ઓળખાય છે. જ્ઞાતિ તરીકે આ કૂર્મીઓ લેઉઆ અને કડવા કણબીઓ ગણાય છે.
આ કણબીઓનાં મધ્ય પ્રદેશની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે લગભગ 500 જેટલાં ગામ છે. માળવામાં નર્મદાની પૂર્વ દિશામાં કૂર્મીઓનાં ગામડાં ઘણાં ઓછાં છે.
મથુરામાં વસેલા કૂર્મીઓ મોટો ભાગ ગંગા જમનાની ફળદ્રપ ખીણોમાં આગળ વધતો વધતો આખા ઉત્તર ભારતમાં ફેલાયો છે. ઉત્તર ભારતમાં અયોધ્યા, બંગાળા અને બિહારના આ કૂર્મીઓ હાલમાં લોર અને ખારી કૂર્મી તરીકે ઓળખાય છે.
કેટલાક કૂર્મીઓ દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, તૈલંગણ, મદ્દાસ(તમિલનાડુ) અને મૈસુર સુધી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રના કૂર્મીઓ મરાઠા કહેવાય છે. તૈલંગણના કૂર્મીઓ તૈલંગા અને નાયડુ કહેવાય છે. મદ્દાસના કૂર્મીઓ કાપૂસ કહેવાય છે. અને મૈસુરના કુર્મીઓ કાપૂસ કહેવાય છે. અને મૈસુરના કૂર્મીઓ વોકાલીગરના સંજ્ઞાથી ળખાય છે. આમ કૂર્મીઓ ભારતના, બધા જ પ્રદેશોમાં ફેલાયેલા છે અને હાલમાં જુદી જુદી સંજ્ઞાઓથી ઓળખાય છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved