શુકન જોઈને સંચરજો રે    
  સામો મળિયો છે જોષિડો રે    
  શુકન આપીને પાછો વળિયો રે ...શુકન  
  સામો મળિયો છે માળિડો રે    
  ગજરા આપીને પાછે વળિયો રે ...શુકન  
  સામો મળિયો છે દોશિડો રે    
  ચૂંદડી આપીને પાછો વળિયો રે ...શુકન  
  સામા મળિયા ગામના ઘરડા રે    
  આશિષ આપીને પાછા વળિયા રે ...શુકન  
શબ્દાર્થઃ સંચરજો – જવું.    
સમજૂતીઃ      
  (1) સારા કામની શરૂઆતમાં આ ગીત ગવાય.  
  (2) જાન પ્રસ્થાન સમયે ગવાય.  
  (3) દેવસ્થાનના વધામણે જતાં ગવાય.  
  (4) કુળદેવીનાં દર્શને મૂહમાં જતાં ગવાય.  
  (5) કૂવાના, તળાવના, નદીના કે નહેરનાં પાણીને વધાવવા જતાં ગવાય.
  (6) નવો વેપાર, ઉદ્યોગ કે ધંધો શરૂ કરતાં સમૂહમાં જતી વખતે ગવાય.
     
શુકન જોઈને સંચરજો એટલે ઉમંગભેર અને ખુશખુશાલ જવું તે
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved