1. મા-બાપની વાતચીત
પાટીદાર જ્ઞાતીમાં કુટુંબનાં છોકરા-છોકરી ઉંમર લાયક અને સ્વતંત્ર રીતે કુટુંબનું ભરણપોષણ કરી શકે તેવાં થાય છે ત્યારે તેમને પરણવાની પ્રથમ ઉત્કંઠા તેમનાં માબાપ અને દાદા
દાદીને થાય છે.
આ સંજોગોમાં માબાપ પોતાનાં છેકરા-છોકરીના લગ્ન માટે તેમના જથ્થા, સમાજ કે સમગ્ર ગુજરાતમાં પથરાયેલી પાટીદાર જ્ઞાતીમાં પોતાને અનુકૂળ પડે તેવી કુટુંબ સાથે
પ્રાથમિક વાતચીત શરૂ કરે છે.
બંને પક્ષનાં માબાપ પ્રાથમિક વાતચીતમાં સહમત થાય તો છેકરા-છાકરીના અનુમતિ મળેથી આ વાતચીત આગળ વધારવાનું નક્કી કરવામાં આવે છે.
કેટલાક સંજોગોનાં છેકરા છાકરીએ અગાઉથી વાતચીત કરીને પરણવાનું નક્કી કર્યુ હોય તો તેમનાં માબાપોને જણાવે છે. મોટાભાગના પાટીદાર માબાપો છોકરા
છોકરીની પંસંદગીને ટેકો આપે છે અને તેમની પસંદગી મુજબ બંને પક્ષનાં માબાપો લગ્નસંસ્કારની વિધિ ગોઠવે છે
.
2. વરવધૂની પસંદગી.
બંને પક્ષનાં માબાપોએ પ્રાથમિક વાત કરી હોય અને છોકરા-છોકરીની અનુમતિ ન મળી હોય તો કાઈ સગાં-સંબંધીઓ મારફતે છોકરા છોકરીની મુલાકાત ગોઠવાય છે.
જરૂર પડે તો બે-ત્રણ વખત પણ મુલાકાત ગોઠવાય છે. જો છોકરા છોકરી એકબીજાને પસંદ કરે અને લગ્ન માટેની અનુમતિ આપે તો જ આ લગ્ન નક્કી થાય છે.
જો છેકરા છોકરી લગ્ન માટે અનુમતિ ન આપે તો બંને પક્ષનાં માબાપોએ કરેલી પ્રાથમિક વાતચિત નિષ્ફળ જાય છે.
3. સંમતિ અને ચાંલ્લા કરવા.
છોકરા-છોકરી અનુમતિ મેળવી પાટીદાર માબોપો એકબીજાની લેવડદેવડ અને લગ્નપ્રસંગ ઉજવવાની રીતનો વાતચીત કરે છે. આ બંને વાતો તેમને અનુકૂળ આવે તો
લગ્ન કરવાનું નક્કી કરી ચાંલ્લાં વિધિ કરવામાં આવે છે.
આ વિધિમાં કેટલેક સ્થળે ગણપતિપૂજન કરી કન્યાના માબાપ વરને ચાંલ્લો કરે છે. આ વખતે કંકુવાળો કરેલો એક રૂપયો, પાંચ રૂપયા અથવા એકાવન રૂપિયા વરના
હાથમાં આપે છે વરને પુષ્પહાર કરે છે અને વરના હાથમાં શ્રીફળ આપે છે. વરના કુટુંબમાંથી કોઈ સૌભાગ્યવતીને બોલાવી આ શ્રીફળ તેના ખોળામાં આપવામાં આવે છે.
આ પ્રસંગ ગુજરાતમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રિવાજ મુજબ ઉજવાય છે- કેટલેક ઠેકાણે ચાંલ્લાના રૂપયા અએ તે સાથે મિઠાઈની માટલી વાળંદ અથવા બીજા કોઈ
માણસની મારફતે મોકલી આપવામાં આવે છે.
4. મૂહૂર્ત જોવડાવવું.
ચાંલ્લા વિધિ થયા પછી કન્યા પક્ષ તરફથી મુહૂર્ત જોડાવવામાં આવે છે. લગ્ન માટે જોવડાવેલા બે-ત્રણ મુહૂર્તમાંથી બંને પક્ષ એકઠા થઈ લગ્ન માટેનો દિવસ અને હસ્તમેળાપ
માટેનો સમય નક્કી કરે છે.
કેટલેક ઠેકાણે ચાંલ્લા કર્યા પહેલાં પણ લગ્નનું મુહૂર્ત નક્કી કરવામાં આવે છે.
5. કંકોતરી લખવી.
લગ્ન દિવસના આઠેક દિવસ પહેલાં બંને પક્ષ પોતપોતાની કંકોતરીઓ છપાવે છે, અ પોતપોતાનાં સગાંસંબંધીઓને મોકલી આપે છે.
નજીકનાં સગાંની કંકોતરીઓ રૂબરૂમાં આપવામાં આવે છે. બાકીની કંકોતરીઓ બીજા માણસ મારફતે અથવા ટપાલ મારફતે માકલવામાં આવે છે.
કંકોતરીમાં ગણેશસ્થાપન, ગ્રહશાંતિ અને હસ્તમેળાપની તારીખ અને સમય જણાવવામાં આવે છે.
6. ગણેશસ્થાપન- ગણેશનું મહત્વ.
ગણેશસ્થાપનાની વિધિ લગુનવિધિ 1થી4 માં આપવામાં આવી છે. પણ આ વિધિ સમજતા પહેલાં દરેક સારા પ્રસંગે શ્રી ગણેશાય નમ:”
ગણપતિને પ્રથમ નમન કરવાની આટલી બધી મહત્તા શાથી છે તે સમજી લેવું જોઈએ.
આર્ય પ્રજા ભારતમાં આવી ત્યારે ભારતમાં આનાર્ય પ્રજા વસતી હતી. આનાર્ય પ્રજા સંસ્કૃતિવાળી પ્રજા હતી. ગણપતિ એ અનાર્ય પ્રજાના મૂળ કલ્પિત દેવ હતા.
આર્ય પ્રજાએ, હિંદુઓએ તથા બૌધ્ધ અ જૈન પ્રજાએ અનાર્ય પ્રજાના આ કલ્પિત દેવને શુકનવંતા દેવ તરીકે સ્વીકારી લીધા છે.
અનાર્ય પ્રજાની ગણપતિની કલ્પના:
અનાર્ય પ્રજાએ માણસના ધડની કલ્પના કરી. આ ધડ ઉપર સૌથી મોટામાં મોટા પશુ હાથીનું માથું બેસાડયું. તેના પગ આગળ નાનામાં
મામું પશું ઉંદર મૂકયો. માણસ અને પશુપંખીના પોષણ આનાજના પ્રતિક તરીકે લાડુ ભરેલો થાળ મૂકયો. આમ આ પ્રજાએ માણસનું ધડ,
હાથીનું માથું, ઉંદરનું વાહન અને લાડુનો થાળ એમ ચાર પ્રતિકવાળા કલ્પિત ગણપતિની કલ્પના કરી અને આવા ગણપતિને પોતાના મૂળ
શુકનવંતા દેવ તરીકે સ્વીકાર્યા.
ગણપતિ એટલે ગણોના પતિ:
ગણપતિ એટલે ગણોના પતિ, ગણેશ એટલે ગણોના ઈળ-ગણોના ધણી. ગણો અટલે શુવની સેનામાં રહેનારા ભૂતપ્રેત જેવા હલકા દેવો.
આ દેવો શિવના તાબેદાર ગણાય છે. શિવે તેમનું આધિપત્ય ગણેશને આપ્યું છે અને આથી તેમનું નામ ગણપતિ અથવા ગણેશ પાડવામાં આવ્યું છે
.
વિધ્નના કર્તાહર્તા ગણપતિ:
ગણેશ ભૂતપ્રેત જેવા દેવોના (ગણોના) સેનાનાયક છે. બુધ્ધીના અધિષ્ટઠાતા દેવ છે. સિધ્ધિબુધ્ધિ અને વિધાના સ્વામી ગણાય છે. ગણપતિ
જ્ઞાનીજનોમાં ઉત્તમ જ્ઞાની. ઉત્તમ કાર્તીવાળા શ્રોષ્ઠ, સોળ વિધા અને ચોસઠ કળામાં નિપુણ ને વિધ્નના કર્તાહર્તા ગણાય છે. હિંદુઓમાં ભાગ્યો
જ કોઈ એવો સારો પ્રસંગ હશે કે જ્યાં સાહસના દેવ શ્રી ગણેશનું સ્મરણ નહિ કરાતું હોય
.
લોકજીવનના શુકનવંતા દેવ:
ગણેશની હાજરીવાળા ભારતીય, ગુજરાતી કે પાટીદારના લોકજીવનની કલ્પના સરખી પણ કરી શકાય તેમ નથી. પાટીદારના ગામેગામ અને
ઘેર ઘેર બારણું બસાડતાં શ્રી ગણેશાય નમ
: લખવામાં આવે છે. કેટલેક ઠેકાણે ગણેશની કાષ્ઠપ્રતિમા બેસાડવામાં આવે છે. પાટીદારો નવા વર્ષની
ખેતીની શરૂઆત પહેલાં અખાત્રિજના દિવસે હળના કે ગાડાના ધૂંસરા પર શ્રી ગણેશાય નમ
: લખે છે.
વાણિયાઓ અને વેપારીઓ નામું લખતાં પહેલાં-કાળાબજાર અને કાળા ધોળાં કરતાં પહેલાં-ચાપડાના પહેલા પાને શ્રી ગણેશાય નમ: લખે છે.
ચોરી ચોરી કરવા માટે તેના હાથમાં દાતરડા જેવું જે હથિયાર પકડે છે તેને પણ ગણેશિયો કહે છે. આમ ગૌરીપુત્ર ગણેશ માટે કહેવાય છે કે-
ગવરી તારા પુત્રને સમરે મધુરા મોર,
દાએ સમરે વાણીયા, રાતે સમરે ચોર.
સાહિત્ય, કવિઓ અને ગણપતિ :
ગુજરાતના બે મહાન કવિઓ શ્રી પ્રેમાનંદ અને શામળભટે તેમની લગભગ બધી જ કૃતિઓની શરૂઆત ગણેશની આરાધનાથી કરેલી છે, તે સમયના
મધ્યકાલીન લગભગ બધા જ કવિઓની કૃતિઓ ગણેશની આરાધનાથી કરવામાં આવી છે.
લોકોના માનીતા દેવ ગણપતિ:
આમ ગણપતિ એ વૈદિક દેવ નથી છતાં લોકજીવનમાં પ્રાચીન સમયથી પૂજાય છે. એટલું જ નહિ પણ લોકોના માનીતા દેવ ગણાય છે.
ઋગવેદનાં બીજાં મંડળોમાં ગણપતિ શબ્દો મળે છે. આ મંડળોમાંથી ગણપતિનો અર્થ સ્તુતિરૂપ કે પ્રકાશવાન દેવોનો સમૂહ-ગણના પતિ-એવો થાય છે.
એ પછી બ્રાહ્યણ ગ્રન્થો, રામાયણ, મહાભારત કે ભગવાન ગૌતમ બુધ્ધના સમયમાં ગણેશનો ઉલ્લેખ નથી. આમ ગણેશનો ઉલ્લેખ પાંચમી સદી સુધી
સાહિત્યમાં ક્યાંય મળતો નથી
.
પાંચમી સદી પછીના પુરાણોના સાહિત્યમાં ગણેશનું સ્થાન મહત્ત્વનું છે.
મંત્રતંત્રના આચાર્યોનો આદેશ છે કે મંગલ કાર્યોમાં ગણેશ, નવ ગ્રહ અને કુળદેવીનું પૂજન કરવું. ત્યાર પાટીદારોના લગ્નોમાં 1) ગણેશસ્થાપના 2) નવગ્રહ શાંતિ
અને 3) કુળદેવી પૂજન થાય છે
.
પુરાણકાળમાં ઈન્દ્ર, વરુણ,ર્ય, ચંદ્ર, આદિ વેદકાળના દેવો જેમ વિવિધ માનવસ્વભાવને લઈને પુનર્જીવન પામ્યા. તેમ ગણેશ, નવગ્રહ અને કુળદેવી
પણ લોકજીવનમાં પુનર્જીન પામ્યાં છે
.
લોકજીવનમાં પુનર્જીવન પામેલા આ ત્રણે દેવોની સ્થાપના વિધિ અ પ્રસંશાવિધિ(પૂજાવિધિ) આ પુસ્તકના બીજા પ્રકરણની લગ્નવિધિ 1 થી 3 તથા
6 થી 7માં સમજાવ્યાં છે
.
7. ગણેશ દર્શનથી થતાં લાભ.
ગણેશસ્થાપનાનું મહત્ત્વ:
માણસ માત્ર પોતાના ઘેર આવતા શુભ, અશુભ તથા બીજા દરેક પ્રસંગને સુખશાંતિથી અને નિર્વિધ્ને પાડવા મથે છે.
પણ આવા પ્રસંગોને નિર્વિધ્ને પાર પાડવા માટે આપણે શું કરવું જોઈએ ?
આ માટે આપણે 1) ગણેશસ્થાપના કરવી જોઈએ. 2) ગણેશનાં દર્શન કરવાં જોઈએ. 3) ગણપતિના કાન, મુખ, આંખ, પેટ, પગ અને નાક દેવા
અવયવોનાં દર્શન કરવા જોઈએ અ 4) ગણપતિના બાર નામોના બરાબર અર્થ સમજી એ નામોના ગુણ ગ્રહણ કરવા જોઈએ
.
1) કાન અને પેટ:
આપણા કાન અને પેટ ગણપતિની માફક મોટા રાખવા જોઈએ. ગમે તે માણસ આપણા માટે ગમે તેમ બોલે, આપણી નિંદા કરે, આપણાં વખાણ કરે
એ બધું એપણે મોટું પેટ રાખીને ગણપતિની માફક સાંભળી લેવું જોઈએ
.
2) મુખ અને વાણી:
આપણું મુખ અને વાણી ગણપતિની માફક સુમુખ રાખવાં જોઈએ. કોઈકના ઉપર ગુસ્સે થવું નહિ, ચિડાઈ જવું નહિ અથવા કોઈની તાથે તકરાર કરવી નહિ.
આપણે ત્યાં આવેલાં બધાં માણસો સાથે મીઠાશ, પ્રેમ અને સારી લાગણી રાખવાં જોઈએ. તેમ ગણપતિનું સુમુખ આપણને સુચવે છે.
શુભ પ્રસંગોએ આપણે ત્યાં આવેલા મહેમાનોનો આગર સત્કાર કરવાનું ગણપતિ આપણને સુચવો છે.
3) પગ અને નાક:
ગણપતિની માફક ભારે પગ રાખી ગમે તેવું અઘરું કામ પાર પાડવા માટે આપણા પગ તૈયાર થવું જોઈએ. નાક મોટું રાખી ઊંડા અને લાંબા શ્વાસ લઈ
આપણું શરીર શક્તિશાળી બનાવી આપણું કામ પાર પાડવાનો ગણપતિ આપણને ઉપદેશ આપે છે
.
4) ગણપતિનાં બાર નામો:
આ ઉપરાંત ગણપતિનાં બાર નામોનો આપણે સાચો અર્થ સમજીએ તો આ નામો આપણને જ્ઞાન, સદ્બુધ્ધિ અને સારો સ્વભાવ પાડવાનું સૂચવે છે. એમ સમજાશે.
આ માટે કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆતમાં આપણે1) ગણપતિની સ્થાપના 2) ગણપતિની સ્તુતિ અને 3) ગણપતિની આરતી ઊતારી ગણપતિમાં રહેલા
સદ્ગુણો આપણે ગ્રહણ કરવા જોઈએ જેથી આપણું શુભ કામ નિર્વિધ્ને પાર પડે
.
ગણપતિનાં બાર નામો લગ્મવિધિ 2 આપવામાં આવ્યાં છે.
8 ગોત્રજ-ગોત્રદેવતા, ક્ળદેવી અથવા માતૃકા પૂજન  
લગ્ન પ્રસંગે વર અથવા કન્યાને ઘેર ગણપતિની સાથે સાથે ગોત્રજની સ્થાપના કરવામાં આવે છે.  
ગોત્રજ એ કુળદેવી છે. લગ્નપ્રસંગ નિર્વિધ્ને ઉકેલી શકાય એ હેતુથી ગણપતિ અને કુળદેવીની સ્થાપના કરવામાં આવે છે.  
ગણેશસ્થાપના વખતે દીવાલને અડાડીને પાટલા ઉપર ગણપતિ અ કુળદેવીના ફોટા મૂકવામાં આવે છે. આ બંને દેવોને બે હાથ જોડી નમન કરવામાં આવે છે
અને આ બંને ફોટાઓમાં બંને દેવો રહેલા છે મનમાં ભાવના કરવામાં આવે છે
.
 
9. માણેક સ્થંભ  
માણેકસ્થંભ રોપવાની વિધિ લગ્નવિધિની પ્રકરણમાં ( પાંચમી વિધિમાં) સમજાવી છે.  
માણેકસ્થંભ રોપવાની પ્રથા ક્યારની શરૂ થઈ ગઈ હશે તે વિષે સ્પષ્ટ નિર્ણય કરી શકાતો નથી, દ્વેદ અને યજુર્વેદમાં લગ્નના જે મંત્રો મળી આવે છે તે એ સમયના
લગ્નના રીતરિવાજો પર જે છૂટોછવાયો પ્રકાશ ફેંકે છે
.
 
આ પ્રકાશ એટલું સ્પષ્ટ થાય છે કે દેવાના સમયમાં લગ્નનો વિધિ સાદો સીધો હતો. હાલ જે બ્રાહ્ય આડંબર-રૂઢિઓ અને સમજ કે અર્થ વિનાના રીતરિવાજો
છે તેવા રિવાજો હતા નહિ
.
 
વેદોના સમયની લગ્નવિધિમાં માણેકસ્થંભ,મંડપ બાંધવો, ગ્રહશાંતિ, ઊકરડી નોંતરવી, વરધ ભરવી, વરઘોડો-આવા કોઈ પમ પ્રસંગનો ઉલ્લેખ નથી. એટલે
આ બધા પ્રસંગો વેદોના સમય પછી આનંદ અને ઉલ્લાસ માટેના ઉત્સવ તરીકે ઊભા કર્યા હોય તેમ જણાય છે
.
 
આ બધા પ્રસંગો ધીમે ધીમે રામાયણ અ મહાભારતના સમયથી લગ્નવિધિમાં દાખલ થયેલા જણાય છે. આવા પ્રસંગો ઉદવવામાં ન આવે તો ધાર્મિક
રીતે જોતાં વિધિમાં કેઈ અડચડ આવતી નથી
.
 
સાચી અને ધર્મિક લગ્નવિધિમાં ફક્ત.  
1) ગણેશસ્થાપના  
2)ગ્રહશાંતિ  
3)હસ્તમેળાપ  
4) મંગળફેરા  
5) સપ્તપદી અને  
6) ભોજનસમારંભ  
એમ ફક્ત છ પ્રસંગો હોવા જોઈએ.  
પાટીદારોની હાલની કંકોતરીઓમાં પણ થ પ્રસંગોમાંથી પહેલા ત્રણ પ્રસંગ અ ભોજન સમારંભ પ્રસંગની  જ નોંધ કરેલી હોય છે.  
10. તોરણ બાંધવું.  
માણેક સ્થંભ રોપ્યા પછી મહોલ્લાના નાકે આશોપાલવ અથવા આંબાનાં લીલા પાનનું તોરણ બાંધવામાં આવે છે.  
તોરણ એટલે મુખ્ય દરવાજાની હદ એવો અર્થ થાય છે.  
આવાં મુખ્ય દરવાજાની હદ બતાવતાં હાલમાં ગુજરાતમાં વડનગર અને કપડવંજમાં દરવાજાઓનાં તોરણો હયાતિમાં છે.  
વર અથવા કન્યા તોરણે આવી પહોંચે એટલે ત્યાં તેમનો આદરસત્કાર કરવામાં આવે છે. આમ લગ્નવિધિમાં તોરણ એટલે વર અથવા કન્યાનો આદરસત્કાર કરવાનું
સ્થળ એમ કહી શકાય
.
 
11. મંડપ બાંધવો.  
રંગભર્યો માંડવો:  
મંડપ વિના લગ્નની શોભા અધૂરી ગણાય.મંડપને લોકબોલીમાં માંડવો કહે છે. માંડવો એટલે શરૂ કરવું. માંડવું એટલે બોસાડવું એવો અર્થ થાયમાં પણ આ શબ્દ વપરાય છે.  
પ્રાચીન સમયમાં મંડપનુ આયોજન:  
1) સ્વયંવર મંડપ:  
 સ્વયંવર મંડપમાં કન્યા પોતાના મન પસંદ નરને શોધીને વરમાળા પહેરાવતી. આવા સ્વયંવર મંડપની રચના કન્યાના આંગણે તેના પિતા કરાવતા. પ્રાચીન સમયમાં
રાજાઓ પોતાની કુંવરીઓને સ્વયંવર રચીને પરણાવતા. કવિ પ્રેમાનંદે નળાખ્યાન અને આખાહરણમાં આવા સ્વયંવર મંડપનાં વર્ણન કરેલા છે
.
 
2) લગ્ન મંડપ:  
લગ્ન પ્રસંગે બ્રાહ્યણ અથવા કોઈ વિધ્વાન માણસ પાસે મુર્હૂત જોવડાવીને વર કન્યાને આંગણે મંડપ બાંધવામાં આવે છે.  
ગામનો વાળંદ ઘેર ઘેર ફરીને મંડપ મુર્હૂત વખતે પધરાવવાનાં નોંતરા દે છે.  
કુટુંબીઓ, આડોશી પડોશીઓ, સગાંસંબંધી અને બાડકો એકઠાં થાય છે, મંડપ નંખાય છે, અને સાકર, ખારેક અથવા ગોળ વહેંચાય છે.  
3) વરપક્ષનો માંડવો:  
વરપક્ષે માંડવાની ખાસ ધમાલ હોતી નથી. માંડવો રોપવાના સ્થળ ચારે બાજુના ખૂણે વળીઓ રોપી ઉપર વાંસ નાંખે છે. વાંસ ઉપર કડબ અથવા પૂળા નાંખે છે. વાંસ કે
વળીઓમાં ક્યાંય ખીલી મારેલી ન હોય તે ખાસ જોવામાં આવે છે
.
 
માંડવા ઉપર પૂળા નાંખ્યા પછી નીચે ચંદરવો બાંધે છે. આવા સાદા મંડપ નીચે બ્રાહ્યણ વરરાજાને પૂજનવિધિ કરાવે છે.  
4) કન્યાપક્ષનો માંડવો:  
કન્યાપક્ષનો માંડવો રંગેચંગે શણગારવામાં આવે છે.માંડવા નીચે ભાતીગળ ચંદરવા બંધાય છે. કાંગરાવાળાં તોરણો બંધાય છે અને વળીઓ તથા વાંસ રંગીન પડદા બાંધી
માંડવાની ચારે બાજુ દેવદેવીઓનાં ચિત્રો મૂકે છે
.
 
વર જે સ્થળે બેસવાના હોય તેની બરાબર, સામે ગણપતિ અને કુળદેવીના ફોટા મૂકવામાં આવે છે.  
હસ્તમેળાપનો સમય બરાબર સચવાય તે માટે આ ફોટાઓ પાસે ઘડીયાળ પણ મૂકવામાં આવે છે. રામાયણ અને મહાભારતના સમયમાં હસ્તમેળાપનો સાચો સમય
સાચવવા માટે મંડપમાં પાણી ભરેલા ઘટીયંત્ર ગોઠવવામાં આવતાં
.
 
મંડપની વ્યવસ્થા:  
વરપક્ષ તરફથી જાનમાં આવેલા બધા જ જાનૈયા અને કન્યાપક્ષના બધા જ મેમાનો સરળતાથી અને આનંદપૂર્વક મંડપ નીચે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
મંડપમાં બેઠેલા જાનૈયાઓને-મે
માનોને તાપ ન લાગે, ધૂળ ન ઊડે અને કોઈ પણ રીતે તેમનાં સુખ સગવડ અને આનંદ ઉલ્લાસમાં ખલેલ ન પહોંચે તેની ખાસ કાળજી
રાખવામાં આવે છે
.
 
12 ગ્રહશાંતિ.  
પુરાણો પ્રમાણે લગ્નપ્રસંગે ગ્રહશાંતિ કરવાની જરૂર નથી. છતાં પાટીદારોના લગ્ન પ્રસંગે ગ્રહશાંતિ કરવાનો રીવાજ ચાલુ થયેલો હોવાથી ગ્રહશાંતિ વિધિ બીજા પ્રકરણ
લગ્નવિધિ 6 અને 7 માં બતાવી છે
.
 
પુરાણો પ્રમાણે ગ્રહશાંતિની સાચી વિધિ કરવા માટે આઠથી નવ કલાકનો સમય જોઈએ. જ્યેર્તિશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ માણસ કોઈ પણ ગ્રહની માઠી અસર નીચે હોય
તો તે ગ્રહનું મનન, ચિંતન અને સ્તુતિ કરવી જોઈએ. તે ગ્રહના સંખ્યાબંધ જાપ કરવા જોઈએ. ગ્રહના જાપ અથવા ગ્રહશાંતિ જ તે માણસ પોતે સમજીને કરે તે જ તેને
તેનું ફળ મળે છે. ગોર મહારાજ કે કર્મકાંડી બ્રાહ્યણ મારફતે કોઈ પણ ગ્રહના જાપ કે ગ્રહશાંતિ કરવાથી તેનું ફળ મળતું નથી
.
 
હવે ગ્રહ એ શું છે અને તેની માઠી અસરમાંથી મુક્ત થવા માટે શું કરી શકાય તે નીચે જણાવ્યું છે.  
નવગ્રહ  
સૂર્ય, ચંદ્ર, મંગળને બુધ, ગુરૂ, શુક્ર ને શનિ,  
વળી રાહુ કેતુ ઉમેરતાં, નવગ્રહ ગણાવે કવિ.  
ગ્રહ શાંતિ ભાવના:  
આપણે ગ્રહશાંતિ વખતે જે નવ ગ્રહોની સ્તુતી કરીએ છીએ તેવલ ગ્રહો આકાશી પદાર્થો છે.  
આ નવ ગ્રહો પૈકી સૂર્ય સિવાયના બાકીના આઠે ગ્રહ આકાશમાં નિરંતર ફર્યા કરે છે. આ ગ્રહોના શક્તિ, બળ અ તાકાત માણસ કરતામ અનેક ઘમાં વિશિષ્ટ છે.  
આ નવ ગ્રહોની સ્થાપના અને સ્તુતિ કરવાથી તેમનામાં રહેલાં બળ અ શક્તિનો કંઈક અંશ માણસમાં આવે અ આવાં બળ અને શક્તિથી માણસે મુખ્ય હેતુ છે. આ હેતુ
સિધ્ધ કરવા માટે લગ્નપ્રસંગે આપણે નવ ગ્રહની સ્થાપના અ સ્તુતિ કરીએ છીએ
.
 
જ્યારે હિંદુ સમાજ મંત્રતંત્ર, વહેમ, અંધશ્રધ્ધા અને ચાલ્યા આવતા સમજ વિનાના વિચારોમાં માનતો હતે, ત્યારે ગણપતિની માફક અનેક સ્થળોએ અને પ્રસંગોએ નવ
ગ્રહની સ્થાપના થતી હતી
.
 
ઈ.સ.1499માં અડાલજમાં બાંધેલી રૂડાંબાઈની વાવમાં સિધ્ધિબુધ્ધિ સાથેના ગણપતિની અનેક મૂર્તિઓ કંડારવામાં આવી છે.  
આ વાવની ગોળાકાર સીડીના પ્રવેશધ્વાર પર આવા નવ ગ્રહો કંડારવામાં આવ્યા છે. આ નવ ગ્રહોની મૂર્તિઓ હાલમાં ત્યાં મોજુદ છે. આ ઉપરથી પાંચસો વર્ષ પહેલાનો
પાટીદાર સમાજ કેટલી અંધશ્રધ્ધા અને મંત્રતંત્રમાં માનતો હતો તે સમજાય છે
.
 
ગ્રહો માણસ કરતાં મહાન છે. તે કદી કોઈનું અમંગળ કરતા નથી પણ તેમને યાદ કરવાથી તોમનામાં રહેલા બળ અને શક્તિ આપણને યાદ કરાવે છે. આવાં બળ અને
શક્તિના  દેવની મહેરબાની ગમે તેવાં અઘરાં કામ નિર્વિધ્ને પાર પાડી શકાય તેવી ગ્રહ શાંતિની ક્રીયાની ભાવના છે
.
 
ગ્રહ શાંતિની વિધિ લગ્નવિધિ 6માં આપવામાં આવી છે.  
13. વેદી અથવા સ્કંડિલ બનાવવું.  
વરવદૂને જે સ્થળે પરણવાનું હોય છે ત્યાં એક ચોરસ હાથની( એક હાથ લાંબી અને એક હાથ પહોળી) માટીની અથવા કાચી ઈંટોની વેદી બનાવવામાં આવે છે. લગ્ન
વખતે આ વેદીમાં આગ્નિ સ્થાપન કરવામાં આવે છે. વેદીના આ અગ્નિમાં ઘી તથા લાજા(ડાંગર) હોમવામાં આવે છે. ડાંગર અને ઘી હોમવાના આ જગાને વેદી અથવા
સંડિલ કહે છે.
 
14. માંયરૂં અને ચોટી બાંધવાં.  
જ્યાં કન્યાદાનનો સંસ્કારવિધિ કરવામાં આવે છે તે સ્થળને લગ્નમંડપ કહેવામાં આવે છે. હાલમાં લોકો આ સ્થળને માંયરૂ કહે છે.  માંયરાને ફૂલ, તોરણો, આસોપાલવ
અને વીજળી દીવાઓથી શણગારવામાં આવે છે
.
 
વરકન્યાનાં ગોત્રોચ્ચાર અને હસ્તમેળાપ થાય ત્યાં સુધી લગ્નમંડપના સ્થાને માંયરુ કહેવામાં આવે છે.  
હસ્તમેળાપ પછી લગ્નમંડપના માંયરાના સ્થળને ચૉરી કહેવામાં આવે છે. હસ્તમેળાપ પછી માટીનાં ચાતરેલાં સાત સાત વાસણોની ચૉરી માંયરાના આ ચારે ખૂણે મૂકવામાં
આવે છે. માટીના સાત સાત વાસણોના આ ચારે છેડા મળીને ચૉરી કહેવાય છે. હસ્તમેળાપ પછીની બાકીની લગ્નવિધિ ચૉરી કહેવાય છે. હસ્તમેળાપ પછીની બાકીની
લગ્નવિધિ ચૉરીમાં થાય છે
.
 
હાલમાં માંયરુ બાંધતી વખતે જ ચૉરીનાં માટીનાં સાત સાત વાસણો ચૉરીના ચારે ખૂણે બાંધવામાં આવે છે.  
હાલમાં ચૉરીનાં માટીનાં વાસણોને બદલે તૈયાર રાખેલા વાસણોના સમૂહને ચૉરીના ચારે ખૂણે ઊભા કરવામાં આવે છે  
15. ઊકરડી નોંતરવી  
ઊકરડી શબ્દનું મુળ:  
ઊકરડી અથવા ઉકરડો શબ્દ સંસ્કૃત ઉત્કર શબ્દમાંથી ઊતરી આવ્યો છે. આજે ગામડાંઓમાં ઢોરનાં છાણમૂત્ર તેમ જ ઘરનો કચરા એકઠો કરવાની જગ્યાને ઊકરડો કહે છે.
આમ ઊકરડો અથવા ઉકરડી શબ્દ હાલમાં પણ નકામા પદાર્થો એકઠા કરવાની જગા માટે વપરાય છે.
 
પ્રાચીન સમયમાં ઉત્કૃષ્ટ-ભોજની દેવીછ  
પ્રાચીન સમયમાં લગ્ન પ્રસંગે ઉચ્છિષ્ટ ભોજન પદાર્થ અને અન્ય કચરો નાખવા માટે ઘરથી થોડેક દૂર અમુક જગા નક્કી કરવામાં આવતી આવતી. ત્યાં એક નાનકડો ડો
ખોદી તેમાં નાની ફુસડી મુકી ઉચ્છિષ્ટ- ભોજિની નામની દેવીનું આહાવન કરવામાં આવતું. લગ્ન વિધિ પૂરો થતાં ઉકરડીમાં આહાવન કરેલી ઉત્કૃષ્ઠ-ભોજિની નામની દેવીનું
વુસર્જન કરવામાં આવતું, વરકન્યા બંનેને ઘેર આવી ઉકરડીની સ્થાપના કરવામાં આવતી
.
 
ઉકરડી સ્થાપનાનો ઉદ્દેશ:  
લગ્નવાળા ઘેર સૌ સગાંવહાલાં આવે છે. આવાં સગાં-વહાલાં લગ્નમાં મહાલવા અને આનંદ કરવા માટે દાગીના પણ સાથે લાવે છે. લગ્નના આનંદોત્સવની
ધમાલમાં કોઈ દાગીનો તૂટી જાય, પડી જાય અથવા ખોવાઈ જાય તો કચરા ભેગો જવાની વધારે શક્યાતાઓ રહે છે
.
 
આવી કિંમતી વસ્તુ કચરા પૂંજા ભેગી ચાલી જાય તેની સાવચેતી રૂપે ઉકરડી સ્થાપવાનો રિવાજ અસ્તિત્વમાં આવ્યો હોય તેમ કલ્પના કરી શકાય છે.  
આ ઉપરાંત ઘરની જગા પણ સ્વચ્છ રહે તેવી ભાવના પણ આ લોકરિવાજ પાછળ રહેલી જણાય છે.  
લગ્નના દિવસો દરમ્યાન ઘરનો બધો કચરો, જ્યાં ઊકરડીની સ્થાપના કરવામાં આવી હોય છે ત્યાં જ નાંખવામાં આવે છે. ઉકરડી ઉઠાડવાની હોય ત્યારે સ્ત્રીઓ
ગાતી ગાતી ઊકરડીની જગાએ જાય છે. આ વિધિને ઊકરડી ઊઠીડી દેવાની વિધિ કહે છે
.
 
16 વર-વધૂને પીઠી ચોળવી.  
લગ્ન સમયે વર કન્યાને પીઠી ચોળવાનો રિવાજ ઘણા લાંબા સમયથી ચાલતો આવેલો જણાય છે. પીઠી શબ્દ સંસ્કૃત પિષ્ટ અને પિટ્ટ પરથી આવેલો છે. પિટ્ટ
શબ્દનો અર્થ પિટવું, ફુટવું અથવા વાડવું એમ
પણ હોઈ શકે
.
 
પિઠિને જવ, ઘઉં, લોટ, કપૂર કાચલી, હળદર, કમકુ, મગ, કે ચણાના લોટમાં ગુલાબજળ અથવા તલનું કાચું તેલ નાંખીને તૈયાર કરવામાં આવે છે.  
પીઠીથી વરકન્યાનું શરીર સૌષ્ઠવ વધે છે, સૌન્દર્યતા વધે છે. સાધારણ શ્યામ વાનવાળા વરકન્યા પીઠી ચોળવાથી ઊળાં દેખાય છે. પીઠીમાં વીજળીક બળ ઉત્પન
કરવાની સાધારણ શક્તિ રહેલી છે
.
 
વધારે હળદર નાંખીને પીઠી ચોળવાથી શરીરની લોહી ભ્રમણ ક્રિયામાં સાધારણ વેગ આવે છે.  
આમ પીઠી એ વરકન્યાનેમેઈક અપ કરવામાં, ઊજળાં દેખાડવામાં અને શરીર સૌંદર્ય વધારવામાં લગ્ન સમયનું એક અગત્યનું સાધન છે.  
17. મીંઠળ બાંધવું.  
સંસ્કૃત મદનફળ તરીકે જાણીતું મીંઢળ લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેક સ્થંભ પર બાંધવામાં આવે છે. મીઢળમાં દ્દષ્ટિદોષ વિકેન્દ્રિત કરવાની શક્તિ રહેલી છે
એમ આર્યુવેદ જણાવે છે
.
 
મીંઢળ હાથની મુખ્ય નાડી ઉપર બાંધવાથી રોમ છિદ્રો દ્રારા ઝેરી પદાર્થને દૂર કરે છે. આમ મીંઢળમાં ઝેરી મીંઢળમાં ઝેરી દૂર કરવાનો મોટો ગુણ રહેલો છે. હસ્તમેળાપ
વખતે વરકન્યાના શરીરમાં ગુણ રહેલો છે.હસ્તમેળાપ વખતે વરકન્યાના શરીરમાં ઉત્તેજના કે કામવૃતિ ઉત્પન્ન ન થાય તે માટે પણ લગ્ન સમયે મીંઢળ બાંધવું અનિવાર્ય છે
.
 
18.વર ઉઘલાવવો  
વરને પીઠી કર્યા પછી મેઈક અપ કરવામાં આવે છે. હાથે મીંઢળ બંધાય છે. હાથે મીંઢળ બંધાય છે. ગળામાં પુષ્પહાર નંખાય છે. મુખમાં પાન સોપારી અપાય છે.
હાથમાં નાળિયેર, રૂપયો, પાન અને કટાર આપવામાં આવે છે
.
 
વર મોટરમાં બેસી રાજાની માફક વાજતે ગાજતે પ્રયાણ કરે છે, આ પ્રસંગને વર ઉઘાલાવવો કહે છે.  
19.જાનનું પ્રસ્થાન  
વર ઉઘલાવવો થયા પછી મોટર ગામને ગોંદરે(ભાગોળે) આવીને ઊભી રહે છે. વરના કુટુંબીઓ સગાંસંબંધીઓ અને સંનેહિજનો જાનમાં જાનમાં જવા માટે
ભાગોળે એકઠાં થાય છે
.
 
પ્રથમ વરની મોટર પ્રયાણ કરે છે.ત્યારબાદ જાનૈયાઓ મોટરમાં ગોઢવાઈ જાય છે. ત્યારબાદ જોનૈયાઓ મોટરોમાં ગોઠવાઈ જાય છે અને જાનનું પ્રસ્થાન શરૂ
થાય છે. ( જુઓ ગીત
: ડંકો વાગ્યો ને લશ્કર ઊપડ્યું જનમરિયા ઝાલ્યા).
 
20. જાનનો આદર સત્કાર  
જાન કન્યાના ગામના ગોંદરે આવી પહોંચે છે. ત્યાં થાકેલા જોનૈયાએને ઊતારો આપવામાં આવે છે.  
કન્યાનાં સગાંસંબંધીઓ જાનના ઊતારે આવી છે. અને જાનૈયાઓનું ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, શરબત, ચા પાણી પાન સોપારી વગેરેથી સ્વાગત કરે છે.  
21. વરને કન્યાના તોરણએ પોંખવાનો વિધિ  
કન્યા પક્ષ તરફથી નક્કી કરેલા લગ્ન સમયનું સૂચન થતાં વર કન્યાના માંડવે આવે છે.  
કન્યા માંડવે જ્યાં તોરણ બાંધેલું હોય છે તે ઠેકાણે રાખવામાં આવેલા બાજઠ પર વર ઊભા રહે છે.  
આ સમયે કન્યાની માતા માથે મૂકીને વરને પોંખવાની સર્વ સામગ્રી, ધૂસર, મુસળ, રવૈયો, ત્રાક, તીર, સાંઠાના ચાર સળિયા, કંકુની ચાર પિંડીઓ તથા ચંદન.
ચોખા, ફૂલ વગેરે લઈને આવે છે. આ સાથે ગોર મહારાજ પણ હોય છે
.
 
હવે કન્યાની માતા વરને પોંખવાની વિધિમાં રોકાય છે. આ સમયે ગોર મહારાજ આશીર્વાદ આપે છે:  
સુમુર્હૂત શુભલગ્નં ક્ષેમં કલ્યાણં આરોગ્યં
નિર્વેધ્નેન શુભ ભવતું
 
( આજના સારા સમયનું શુભ લગ્ન નિર્વિધ્ને પાર પડો.)  
આ સ્થળે કન્યામાતા ઉપર બતાવેલી પોંખવાની વસ્તુઓ પર પોતાની સાડીનો છેડો ઢાંકી વરના ડાબા અંગથી જમણા અંગ તરફ જાય તેવી રીતે જાણે વરની આરતી
ઊતરતાં હોટ તેમ વરને ચાર વખત પોંખે છે
.
 
ધૂસર, મુસળ, રવાઈ,ત્રાક અને તીરથી પોંખ્યા બાદ સાંઠાના ચાર સળિયા અને કંકુની પિંડીઓથી પોંખવામાં આવે છે. આ સાંઠા તથા પિંડીઓને ચારે દિશામાં એકક
નાંખવામાં આવે છે
.
 
સંપૂચ ભાગવાનો વિધિ:  
પોંખણનાં સાધનો સાથે કન્યા માતા નાડાસડી વડે બાંધેલાં બે માટીનાં કાચીયાનો સંપૂટ લાવે ચે.  
(માટીના એક કોડીયામાં દહીં, કંકુ, ધરો, ચોખા મૂકી તેના ઉપર બીજું કોડીયું ઢાંકી નાડાસડી વડે બાંધેલા બે કોડીયાના જૂથને સંપૂટ કહે છે.)  
(માટીના એક કોડિયામાં દહીં, કંકુ, ધરો, ચોખા મૂકી તેના ઉપર બીજું કોડીયું ઢાંકી નાડાસડી વડે બાંધેલા બે કોડીયાના જૂથને સંપૂટ કહે છે.)  
વરને પોંખણનાં સાધનોથી પોંખ્યા પછી સંપૂટ વડે પોંખવામાં આવે છે. આ સંપૂટને બાજઠ નીચે વરનો જમણો પગ મૂકી શકાય તે રીતે તે દગાએ મૂકવામાં આવે છે.  
આ સમયે વરની પોંશમાં રહેલ શ્રીફળ, પાન, સોપારી, રૂપયો વગેરે પોંખનીર સ્ત્રીની પોંશમાં આપવામાં આવે છે.  
આ સ્ત્રી આ ચીજોને ઘરમાં સ્થાપેલ ગણેશ સ્થાપનની એક બાજુએ મૂકે છે.  
સંપૂટ ભાગવો::  
આ સમયે વર બાજઠ ઉપરથી ઊતરતાં તેમના જમણા પગ પાસે મૂકેલા સંપૂટને જમણા પગથી ભાગીને આગળ વધે છે અને માંયરામાં આવે છે.  
માંયરામાં વરનો આદરસત્કાર :  
માંયરામાં કન્યાપિતા વરનો આદરસત્કાર કરવા માટે તૈયાર ઊભા હોય છે. વર પૂર્વાભિમુખ બેસી શકે તેવી રીતે તેમને માંયરામાં ગોરમહારાજે પૂજાવિધિનાં બધાં સાધનો
તૈયાર રાખ્યાં હોય છે. અને તરત જ કન્યાદાતા તરફથી વરનું પૂજન શરૂ થાય છે
.
 
   
વરના આદરસત્કારથી બાકી લગ્નરિવાજો અને લગ્નવિધિઓ પ્રકરણ 3 અને 4માં સ્પષ્ટ સમજાવ્યાં છે. એટલે અહીં તેનું પુનરાવર્તન કર્યં નથી.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved