ભગવાન રામચંદ્રજી અયોધ્યાના રાજા હતા. તેમને બે પૂત્રો હતા. લવ અને કુશ. લવ અને કુશે પંજાબ પર ચડાઈ કરી. ત્યાંના રાજાને હરાવ્યો. ત્યાં લવના નામ ઉપરથી લવકુટી નગર- હાલના પાકીસ્તાનનું લાહોર શહેર વસાવ્યું. લાહોર વસાવ્યા પછી લવ અને કુશે પંજાબના કેટલાક ભાગમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં. આથી આ ભાગમાં કૂર્મી ક્ષત્રીયો શાતિથી ખેતી કરવા લાગ્યા.

લવે લેયા અને કુશે કરડ પ્રદેશ વસાવ્યાં:
લવે જે પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે પ્રદેશ લંયા તરીકે ઓળખાયો. કુશે જે પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે પ્રદેશ કુશડ અથવા કરડ તરીકે ઓળખાયો.( પાછળથી હિંદી ભાષામાં કરડનું અપભ્રંશ ખરડ થયું.)

પાટીદારો અને લેયા તથા કરડ પ્રદેશો :
હાલના ગુજરાતના પાટીદારો આ સમયે પંજાબના લેયા અને કરડ પ્રદેશમાં રહેતા હતા અને કીર્મી ક્ષત્રીયો તરીકે જાણીતા હતા. લેયા અને કરડ પ્રદેશના કેટલાક કૂર્મી ક્ષત્રીયો લવ અને કુશના લશ્કરમાં પણ જોડાયા. અને લવકુશની સાથે અયોધ્યા સુધી આવ્યા. કૂર્મી ક્ષત્રીયો અયોધ્યા સુધી આવ્યા એ હકીકતને સમર્થાન મળતું નથી.)

પાટીદારો લવ અને કુશના વંશજ નથી:
આ રીતે ગુજરાતના હાલના પાટીદારો ( તે વખતના કૂર્મી ક્ષત્રીયો)લવ અને કુશના સીધા વંશજ નથી. પણ લવ અને કુશે પંજાબના જે લેયા પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે પ્રદેશના અસલ વતનીઓ છે. જો ગુજરાતના પાટીદારો લવ અને કુશના સીધા વંશજ હોત તો તેમનો પ્રથમ વસવાટ પંજાબને બદલે અયોધ્યામાં હોત. આથી સમજાય છે કે પાટીદારો લવ અને કુશના વંશજ નથી પંજાબના કૂર્મી ક્ષત્રીયો છે.

કૂર્મી, કુણબી અને કણબી:
કૂર્મી શબ્દનો અર્થ સંસ્કૃત શબ્દકોશ मू: अस्य अस्ति ईति कूर्मी- જેની પાસે જમીન હોય તે કૂર્મી આ પ્રમાણે છે. ગુજરાતી ભાષામાં કૂર્મીનું અપભ્રંશ કુણબી અને કણબી થયું, આમ કૂર્મીઓ-કુણબીઓ અને કણબીઓ કહેવાયા.

લોઉઆ અને કડવા કણબી:
પંજાબના લેયા પ્રદંશમાંથી આવેલા કૂર્મીઓ લેઉવા કણબી કહેવાયા. કરડ પ્રદેશમાંથી આવેલા કીર્મીઓ કડવા કણબી કહેવાય છે. આ રીતે ગુજરાતના હાલના પાટીદારો લેઉઆ કણબી અને કડવા કણબી કહેવાય છે.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved