લેઉઆ પુરાણ

લેઉઆ પુરાણ એ પુસ્તક ડાકોરમાં રહેતા લસુંદ્રાવાળા ભટ્ટ, ગોવર્ધન સદારામે .સ. 1896 ( સવંત 1953માં) લેઉઆ કણબીની ઉત્પત્તિ વિષે ગુજરાતી ભાષામાં પધ લખ્યું છે, આ પુસ્તક ડાકોરના શ્રી ડંકેરશ્વર વેપારી મંડળે પ્રસિધ્ધ કર્યું છે.
આ પુસ્તક નીચે પ્રમાણે ત્રણ ભાગોમાં લખેલું છે.
1)લેઉઆ પુરાણ ભાગ-1 પાનું, 1થ 145 અને પાનું 146 થી 161
2)લેઉઆ પુરાણ ભાગ-2 પાનું, 162 થી 172
3)લેઉઆ પુરાણ ભાગ-3 પાનું, 173 થી 191
બારોટોના ચોપડાઓમાં પ્રાકૃત અપભ્રંશ કે જૂની ગુજરાતી ભાષાનું એક પણ પાનું નથી. એટલે આ બધાં વખાણ ઈ.સ. 1300થી ઈ.સ.1600 વચ્ચે લખાએલાં છે.
1. લેઉઆ પુરાણ ભાગ-1 નો ટુંકસાર ( પાનું 1થી 145):
નારદજી શંકર પાસે જાય છે અને જગતને રાક્ષસોના ભયમાંથી બચાવવા વિનંતી કરે છે. શંકર બે શિવકુમાર ઉત્પન્ન કરે છે. શિવકુમાર રાક્ષસોનો નાશ કરે છે. શિવકુમારો અપ્સરાઓ સાથ પરણે છે. તેમને બલિ અને ભદ્ર નામના બે પુત્રો થાયે છે. બલિને લેહક અને ભદ્રકને કૈટક નામા બે પુત્રો થાય છે. લેહકના લેઉઆ અને કૈટક કડવા થયા એમ હાસ્યાસ્પદ અને રમૂજી રીતે મેળ બેસાડે છે.
સમજૂતી:
લેઉઆ પુરાણની પ્રસ્તાવનામાં પ્રેકાશકે આ પુસ્તકનો પહેલો ભાગ પૌરાણિક છે અને કોઈ અજાણ્યા ભીમ નામના કવિનાં જૂનાં ફાટ્યાંતૂટયાં પાનાં ઉપરથી ફેરફાર કરીને લોકોને મનોરંજન આપવા ( મનોરંજન કરાવવા) માટે લખ્યો છે એમ લખ્યું છે. એટલે આ પુસ્તકના લેખક અને પ્રકાશકના જ શબેદોમાં આ બાગ આધાર વિનાનો અને બીન ઐતિહાસિક છે અન સ્પષ્ટ છે.
2.લેઉઆ પુરાણ ભાગ-1નો ટૂંકસાર:
પાનું 146 થી 161નો ટૂંક સાર:-
લેઉઆમાંથી અજય સોરઠ જાય છે. ત્યં વાધ મારવાનું પરાક્રમ કરે છે ત્યાંના રાજાનો પ્રધાન બને છે. મહુદાસ માળવામાં પરાક્રમ કરીને પ્રધાન બને છે. મહિદાસનો પુત્ર ભાણ કનસેનનો પ્રધાન બને છે. તેમના વંશમાં ત્યાર પછી કરણ અને ધનજી થાય છે.
 
"બારોટોના ચોપડાઓનાં પ્રમાણ પર શંકા રહે છે- ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ"
 
ધનજી વંશમાં કુશળો થાય છે. તે કુશળા વાવ બંધાવે છે. આ વંશમાં ઘણી પેઠીઓ પછી આશો થાય છે અને તે પાટણ જાય છે. આશાના વંશમાં અડાલજના રામજી પટેલ થાય છે.
સમજૂતી:-
આ ભાગમાં આપેલા નામો ઐતિહાસિક છએ પણ વર્ણન ઐતિહાસિક નથી. અજય સોરઠમાં રાતે છઆનોમાનો જઈને નાટકિય રીતે વાઘ મારવાનું પરાક્રમ કરે છે તેથી ત્યાના રાજા તેને પ્રધાન બનાવે છે તે વર્ણન માની શકાય તેવું નથી.
લેઉઆમાંથી મહિદાસ અને બીજા ઘણા માણસો જુદાં જુદાં રાજ્યોમાં પરાક્રમ કરી પ્રધાન બને છએ તે ફક્ત અતિશયોક્તિ અથવા લોકોને ખુશ કરવા માટેનું એક નાટક જ કહી શકાય. આશો પાટણ જાય છે અને આશાથી છ પેઠીઓનાં નામો આપી છેવટે અડાલજના રામજી પટેલ આશા પટેલની છઠ્ઠી પેઢીએ થાય છે તેમ નોંધ કરી છે.
લેઉઆ પુરાણનાં 146 થી 161માં પાનાં પૌરાણિક છે અને લોકોને મનોરંજન આપવા માટે ભીમ કવિનાં ફાટયાંતૂટયાં પાનાંના લખાણ ઉપરથી સુધારાવધારા કરીને લખ્યાં છે એમ લેખક અને પ્રકાશકે લેઉઆ પુરાણની પ્રસ્તાવનામાં પણ કબૂલ કર્યું છે. એટલે લેઉઆ પુરાણનાં પાનાં 145 થી 161નાં પેઢીનામાં સાચાં છે. પણ વર્ણન અતિશયોક્તિ ભરેલાં છે તેમ સ્પષ્ટ સમજાય છે.
લેઉઆ પુરાણનાં પાનાં 145 થી 161નાં પેઢીનામાં ઐતિહાસિક છે. પણ તેમાંનું વર્ણન અતિશયોક્તિથી ભરેલું અને અલંકારયુક્ત છે.
લેઉઆ પુરાણ ભાગ-2 પાનું 162 થી 172:
આ લખાણનાં પેઢીનામાં સાચાં હોવાથી આ પુસ્તકના પ્રકરણ 12ના પાં 139 થી 150 ઉપર આપ્યાં છે.
પાટણથી રામજી પટેલ અને સિધ્ધરાજ ફરવા નિકળે છે. ફરતાં ફરતાં અડાલજ આવે છે. ડાલજની આજુબાજુની ફળદ્રુપ જમીન જુએ છે. સિધ્ધરાજ અડાલજમાં રામજી પટેલ અને બીજાં ઘણાં લેઉઆ કુટુંબોને વસાવે છે. ત્યારબાદ અંતર્વેદ, માળવા, લેહકપુર, મથુરા અને પાટણવાડામાંથી ઘણાં કુટુંબો અડાલજ આવે છે.
અડાલજમાંથી રામજી પટેલ ઘણાં કુટુંબોને ચરોતરમાં મોકલે છે. ત્યાં પાટીદારો ઘમાં ગામ વસાવે છે. ત્યાંથી લેઉઆ પાટીદારો વાકળ, કાનમ, ભાલ અને છેવટે સુરત અને વલસાડ જિલ્લા સુધી ફેલાય છે. લેઉઆ પુરાણનો આ કાવ્યામય ભાગ ઐતિહાસિક અને સાચો હોવાથી આ પુસ્તકના પાના 225 થી 137 ઉપર લેઉઆ પુરાણમાં જેવો છાપ્યો છે તેવો જ અક્ષરે અક્ષરે કવિતાના રૂપમાં આપ્યો છે.
સમજૂતી:
લેઉઆ પુરાણનાં પાનાં 162 થી 172 ઐતિહાસિક છે. અડાલજના રામજી પટેલ અને તેમણે ચરોતરમાં વસાવેલાં ગામડાં એ સાચી વાત છે. આ વર્ણનમાં પણ કોઈક કોઈક સ્થળે અતિશયોક્તિ તો છે જ.
 
"લેઉઆ પુરાણનાં પાનાં 162 થી 172 ઐતિહાસિક છે. આ ઐતિહાસિક પાનાં આ પુસ્તકના પાના 225થી 237 ઉપર આપ્યાં છે"
 
4.લેઉઆ પુરાણ ભાગ-3 પાનું 173 થી 191 :
લેઉઆ પુરાણ ભાગ 3નાં પાનાં 173થી 191 ઉપર લેઉઆ પાદશાહ કેમ કહેવાયા તે માટે જોડી કાઢેલી એક રમુજી અને હાસ્યાસ્પદ લોકકથા છે. આ વિભાગ ઐતિહાસિક નથી કે કોઈ પણ જાતના ઐતિહાસિક આધારવાળા નથી.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved