મુંબઈ ગેઝેટિયરમાં એ કલખાણ એવું છે કે ગુજરાતના રજપૂતો અને ગુજરાતના પાટીદારો એ આ દેશમાં છઠી સદીની શરૂઆત આવેલા ગોરા હૂણ લોકોના વંશજો છે.
પણ હકીકતમાં પાટીદારો એ ગુર્જર કે હૂણ નથી. કેટલાક ગુર્જર કે હૂણ લોકોએ પોતાનું ભરણપોષણ કરવા માટે ખેતીનો ધંધો સ્વીકાર્યો હોય અને આ રીતે હૂણ લોકો ગુજરાતના કણબીઓમાં (પાટીદારોમાં) ભળી ગયા હોય તે સ્વાભાવિક છે.
પાટીદારો હૂણ પ્રજાના વંશજો નથી તે નીચેની ઐતિહાસિક ઘટના પરથી સ્પષ્ટ સમજાય છે.
હૂણ રાજા તોરમાણ ભારતમાં વિજેતા તરીકે ઈ.સ.510માં આવે છે. એના પછી એનો પુત્ર મિહિરકુળ ગાદીએ આવે છે.
મિહિરકુળને યશોવર્ધન રાજા સંપુર્ણ રીતે હરાવીને હૂણોનો સર્વનાશ કરી નાંખે છે. આ યુધ્ધમાં મિહિરકુળ જીવીતો નાશી છૂટે છે અને પછીથી એનું રાજ્ય ફક્ત કાશ્મીરમાં રહે છે.
આ સમયે હૂણોમાં જે કોઈ જીવતા રહ્યા તેઓ પ્રજામાં ભળી ગયા અને હજી પણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક રબારીઓ આંજણા પાટીદારો અને આહીરો હૂણ અટક ધરાવે છે.
ઉપરની ઐતિહાસિક ઘટનાથી સ્પષ્ટ થાય છે કે મુબઈ ગેઝેટિયર વોલ્યુમ-1 ભા. 1માં લખ્યા પ્રમાણે પાટીદારો હૂણ પ્રજા કે ગુર્જર પ્રજાના વંશજો નથી. એટલે મુંબઈ ગેઝેટિયરની આ હકીકત ઉપજાવી કાઢેલી અને ખોટી છે.
 
"પાટીદારો હૂણ લોકોના વંશજો નથી. પણ હૂણ પ્રજામાંથી બચેલા કેટલાક લોકો પાટીદારોમાં ભળી ગયા છે"
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved