ગામડાના ખેડૂતોને દીકરીઓ પરણાવવા ખૂબ ખર્ચ થવા માંડ્યું. પરિણામે ગામડાના પીટાદીરોમાં દીકરીને જન્મ એક મોટી આફત ગણાવા માંડી. છેવટે ગામડાના પાટીદારો જાગ્યા, સમજ્યા અને ઈ.સ. 1700ના અરસામાં ફક્ત લેઉવા પાટીદારોએ અમદાવાદમાં કન્યાઓ નહિ આપવાનું નક્કી કર્યું. આ સમયે ગામડાંના કડવા પાટીદારો અમદાવાદના કડવા પાટીદારોને કુળવાન ગણતા અને ખૂબ ખર્ચ કરીને પોતાની દીકરીઓ અમદાવાદના પાટીદારોને આપતા. અમદાવાદના કડવા પાટીદારોને કુળવાન માનવાનો રિવાજ ઈ.સ. 1930 સુધી ચાલ્યો. ઈ.સ. 1910 થી ઈ.સ. 1970 સુધીમાં આ રિવાજ ધીમેધીમે ઓછો થયો. હાલમાં ગામડાના પાટીદારો અમદાવાદના કહેવાતા કુળવાન પાટીદારોને ઊંચા ગણતા નથી અને પોતાની દીકરીઓ દુઃખી થાય તેવી રીતે અમદાવાદના પાટીદારોને આપતા નથી.

પરઠણ અને દહેજની શરૂઆતઃ
પણ આ સમયે ગામડાઓમાં બીજી એક અસમાનતા ઊભી થઈ હતી. કેટલાંક ગામોનાં મોટાં કુટુંબોએ અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં. આ ગામોના પાટીદારોને ઈલ્કાબ ઉપરાંત કેટલીક જમીનો અને ગામો ઈનામમાં મળ્યા હતાં. જે પાટીદારોએ અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં તેમની આવક ખૂબ વધી ગઈ. તેઓ જાતે ખેતી કરતા નહિ પણ બીજા ખેડૂતો પાસે ખેતી કરાવી તેમની પાસેથી ખેતીના પાકમાંથી ભાગ લેતા. આમ ગામડાંના પાટીદારોમાં એક સુખી વર્ગ ઊભો થયો. આ સંજોગોમાં સાધારણ સ્થિતિના પાટીદારો ગામડાંના અમીનો અને દેસાઈઓને કન્યાઓ આપવા પડાપડી કરવા માંડ્યા અને પાટીદારોમાં પરઠણ અને દહેજની રકમ વધવા માંડી.

પાટીદારોમાં ગોળની શરૂઆતઃ
જે ગામો ઊંચાં અથવા કુળવાન મનાતાં હતાં. તેમણે ઈ.સ. 1800 પછી પોતાની કન્યાઓ પોતાના ગામો બહાર ન આપવાનો વ્યવહાર ઊભો કર્યો. વધારામાં તેઓ બહારનાં નાનાં ગામોમાંથી મોટી પરઠણ લઈને કન્યાઓ લેતા. આમ કન્યાઓની લેવડદેવડ માટે મોટી અસમાનતા ઊભી થઈ.

લેઉવા પાટીદારોના ગોળઃ
ઈ.સ. 1849માં નડિયાદ, મહુધા, ઓડ, સુણાવ, ઉત્તરસંડા, આણંદ, અલિન્દ્રા, વાંટાડી, વીરસદ અને બોરસદ ગામોના પાટીદારો ખેડા જિલ્લાના કલેક્ટરને રૂબરૂમાં મળ્યા અને પરઠણમાં કોઈએ રા. 301 થી વધારે રકમ ન આપવી તેમ નક્કી કર્યું. ત્યારબાદ પેટલાદ તાલુકાના પાટીદારોએ મામલતદાર સમક્ષ પરઠણની રકમ રૂ. 311 નક્કી કરીને સહી કરી. અમદાવાદ જિલ્લાના ઊંચા અને કુળવાન કહેવાતા કડવા અને લેઉવા પાટીદારોએ પણ કલેક્ટર સમક્ષ સહીઓ કરી. પણ પરઠણની રકમનું કોઈએ પાલન કર્યું નહિ. કન્યાઓ પરણાવવામાં ખૂબ ખર્ચ થવા માંડ્યું. છેવટે આ વિષય ઉપર વિચાર કરવા ઈ.સ. 1869માં ડાકોરમાં ખેડા અને અમદાવાદ જિલ્લામાં લેઉવા પાટીદારોનું એક પંચ મળ્યું.

પાટીદારોનો પહેલો ગોળ (ઈ.સ. 1869):
આ પંચમાં નડિયાદ, વસો, સોજીત્રા સાથે સાડા પંદર ગામોએ પોતાનો એક ગોળ, અથવા જથ્થો જાહેર કર્યો. તેમણે પરઠણની રકમ રૂ. 311 નક્કી કરી.

"ગુજરાતના પાટીદારોનું પહેલુ પંચ ઈ.સ. 1888 માં ડાકોરમાં મળ્યુ."

દસ્ક્રોઈ અને વાકળના પાટીદારો તેમને કન્યા આપે તો તેમના માટે રૂ. 401, નક્કી કર્યા. કાનમ અને બીજા કોઈ પણ ગામો નડિયાદના ગોળને કન્યા આપે તો તેમના માટે પરઠણની રકમ રૂ. 451 નક્કી કરી. ઉપરની હકીકતથી જોઈ શકાય છે કે લેઉવા પાટીદારોમાં બધાં ગામોમાં સરખાપણાથી કન્યાઓ આપવા લેવાનો રિવાજ હતો.

ગુજરાતના પાટીદારોનું પંચ (ઈ.સ. 1888):
ઈ.સ. 1888ના મહા મહિનામાં ડાકોરમાં ઉત્તર પ્રાંતના કમિશ્નર શ્રી જી.એફ. શેફર્ડના પ્રમુખપણા નીચે ગુજરાતના પાટીદારોનું પંચ મળ્યું. તેમા પાટીદારોના 10,000 પ્રતિનિધિઓ હાજર હતા. આ પંચમાં ખૂબ પ્રયત્ન કરવા છતાં સમાનતાના ધોરણ ઉપર પાટીદારો એક રાગ તાય નહિ. પરિણામે વીસ વર્ષ પહેલાં શરૂ થયેલો નડિયાદનો ગોળ પાકો થયો.

પાટીદારોના નાના ગોળ (ઈ.સ. 1888):
ડાકોરનું પંચ બીજા દિવસે ફરીથી મૂળ્યું. આ પંચમાં નડિયાદના, ગોળમાંતી બે ગોળ બન્યા. આણંદ, પલાણા, મહુધાનો જુદો ગોળ બન્યો. ચિખોદરા, "ઈ.સ. 1888 ના ડાકોરના પંચ વખતે પાટીદારોના પંચના ચાર ભાગલા-(ગોળ)બન્યા." સારસા, ખંભોળજનો ગોળ બન્યો. દસ્ક્રોઈના ચલોડા, દહેગામનો ગોળ બન્યો. વાકળ અને કાનમમાં નાના નાના ગોળ બન્યા. બીજાં વીસેક વર્ષમાં ગુજરાનતા લેઉવા પાટીદારોના પચાસ જેટલા નાના નાના ગોળ બન્યા. "ઈ.સ. 1910 સુધીમાં લેઉવા પાટીદાર પંચના 50 જેટલા ભાગલા-(ગોળ)બન્યા."

કડવા પાટીદારોના ગોળઃ
કડવા પાટીદારોની સ્થિતિ પણ લેઉવા પાટીદારો જેવી જ હતી. અમદાવાદ, પાટડી અને વિરમગામના પાટીદારો કુળવાન ઘણાતા હતા. ત્યારબાદ જેમણે અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં તે પાટીદારો કુળવાન ગણાવા લાગ્યા. પરિણામે શહેર અને ગામડાઓમાં અસમાનતા ઊભી થઈ. આમ કડવા પાટીદારોમાં ઊંચા અને નીચાં કુળ એમ ભેદ પડયા. અમદાવાદ શહેર, પાટડી અને વિરમગામના પાટીદારો વરવિક્રય કરતા. તેમના દીકરાઓ પરણવા માટે મોટી પરઠણ અને દહેજ લેતા હતા. પાછળથી કડવા પાટીદારોમાં અમીનો અને દેસાઈઓનાં ગામોમાં પણ વરવિક્રય શરૂ થયાં.

કન્યા વિક્રયની શરૂઆત:
પરઠણ અને દહેજ આપીને જે પાટીદારો પોતાની દીકરીઓ કહેવાતા ઊંચા કુળમાં આપતા તેમને તેમના દીકરાઓ માટે કન્યાઓની ખેંચ પડતી. આથી "ઈ.સ. 1910 સુધીમાં કડવા પાટીદાર પંચના 40 જેટલા ભાગલા-(ગોળ)બન્યા." તેમને નાણાં આપીને (કન્યાવિક્રય કરીને) પોતાના છેકરાઓ પરણાવા પડતા. ગરીબ અને મધ્યમ સ્થિતિના પાટીદારોને કેટલાક સંજાગોમાં બિલકુલ કન્યાઓ મળતી નહિ અને આજીવન કુંવારા રહેવું પડતું.

પાટીદારોના ગોળ બંધાવાનાં કારણો:
ઉપરના સંજોગોમાં કન્યાઓ મેળવવાની મુશ્કેલી ઓછી કરવા માટે કેટલાક ગોળ(જથ્થા) ઊભા થયા. ચાણસ્મા, પાટણ, મહેસાણા, ઈડર, પ્રાંતિજ, કડી, ધ્રાંગધ્રા, ચુંવાળ, વ્સનગર, વડનગર, કપડવંજ, સુરત, નવસારી વગેરે કડવા પાટીદારોના ગુજરાતમાં પચીસેક જેટલા ગોળ બંધાયા. આ ગોળના પાટીદારો ફક્ત પોતાના જ ગોળમાં અંદરોઅંદર કન્યાઓ આપવા માડ્યાં. ગોળના આવા જથ્થાઓમાં અંદરોઅંદર કન્યાઓની લોવડદેવડ કરવામાં પણ કન્યાવિક્રય, સાટાં વગેરે દૂષણો હતાં.

વરવિક્રય, કન્યાવિક્રય અને સાટાં:
આમ કડવા પાટીદારોના આવા ગોળ બંધાયા પછી પણ વરવિક્રય અને કન્યા વિક્રય ચાલુ રહ્યા. કડવા પાટીદારોના લગભગ બધા જ ગોળમાં ગરીબ અને સાધારણ સ્થિતિના પાટીદારોને પોતાના દીકરાઓ તથા દીકરીઓ પરણાવા માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ. કેટલીક વાર માથા માટે સાટે માથું એટલે એક દીકરી આપનારને પોતાના દીકરા માટે બીજી એક કન્યા મળતી. અને એક ગાય વેચીને અથવા આપીને બદલામાં બીજી ગાય લેવાય તેમ એકક દીકરી આપીને બદલામાં સામે બીજી કન્યા મળે તેવા સાટાના રિવાજો ઊભા થયા. "પાટીદારોના પંચના ( નાના સમુહો)(ગોળ)ના લીધે વરવિક્રય, કન્યાવિક્રય અને સાંટા શરૂ થયા" આ સમયે લેઉઆ પાટીદારોમાં પણ કેટલાક ગોળમાં વરવિક્રય, કન્યાવિક્રય અને સાટાના રિવાજ( કન્યાને બદલે કન્યા) શરૂ થયા હતા.

પાટડી દરબારના સુધારા માટેના પ્રયત્નો:
પાટીદાર જ્ઞાતિની ઉપર પ્રમાણેની ભયંકર, અવ્યવસ્થિત અને કરુણાજનક સામાજીક સ્થિતિના સમયે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના પાટડી સંસ્થાનમાં દરબાર શ્રી જોરાવરસિંહજીનું રાજ્ય હતું. તેઓશ્રી તે સમયના બ્રિટિશ રાજ્યમાં લગભગ 40 જેટલા ગામો હતાં. આ ગામો તેમને મોટી આવક બતી. આમ પાટીદાર જ્ઞાતિમાં તેઓ વધારે સુખી, સમૃધ્ધ, સરકારમાં લગવગવાળા અને પાટીદાર સમાજનું હિત કરવાની ઈચ્છાવાળા હતા. તેમણે ગુજરાતના કડવા પાટીદાર જ્ઞાતિના આગેવાનોનું ઈ.સ. 1869ના ફેબ્રુઆરી માસમાં પાટડી મુકામે એક અધિવેશન બોલાવ્યું. એમાં આખા ગુજરાતમાંથી 40,000, જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ અધિવેશનમાં તેમણે રજૂ કરેલા બધા ઠરાવોનો ટૂંક સાર નીચે મુજબ છે.

પાટડી દરબારે જ્ઞાતી સમક્ષ પસાર કરાવેલા ઠરાવો:
“ આપણે સર્વે ભાઈઓ એક સરખી પદવીના છીએ, નાના મોટા કોઈ નથી. છતાં ઊંચા નીચા ગણવામાં આવે છે. તેથી દીકરીઓનું સંરક્ષણ થતું નથી. આ આપણી જ્ઞાતીમાં ખરાબ રિવાજ છે.

"ગોળની પ્રથા ફક્ત ગુજરાતમાં હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાંપાટીદાર સમાજ એકત્રીત હતા"

આપણી જ્ઞાતીમાં વરનો ચાલ્લો લેવો , કન્યાવિક્રય કરવો, માથા સાટે માથું આપવું, ઊંચાનીચા ગણવા, પરણેલી કન્યાને કાઢી મૂકવી, લગ્ન સમયે, આપણો અહં સંતોષવા ખોટા ખર્ચા કરવા વગેરે આપણા જ્ઞાતિમાં ખરાબ રિવાજ છે” પાટડી દરબારશ્રીએ અધિવેશનમાં મૂકેલા ઉપરની મતલબના લગભગ બધા જ ઠરાવો સર્વાનુમતે પસાર થયા. જ્ઞાતિના બધા જ આગેવાનોએ તેમાં સહિઓ કરી, પણ આ ઠરાવોનું કોઈએ પાલન કર્યું નહિ. આમ લગ્નની દ્રષ્ટિએ ગુજરાતની કડવા પાટીદારોની ખૂબ કરુણાજનક સ્થિતિમાં મુકાઈ ગઈ. આવા સંજાગોમાં અમદાવાદના શેઠશ્રી બેચરદાસ લશ્કરીએ જ્ઞાતિ સુધારણાનો ધ્વજ ફરકાવી વરવિક્રય, કન્યવિક્રય, લગ્નના ખર્ચાઓ, માથા સાટે માથું આપવાનો કુરિવાજ વગેરે લગ્નના રૂઢથી ગયેલા કુરિવાજોમાં ફેરફાર કરાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા. શેઠશ્રી બેચરદાસ લશ્કરી અમદાવાદના કહેવાતા કુલીન પાટીદારોને રૂબરૂમાં મળ્યા, કેટલાંક અધિવેશનો ભર્યા. ઠરાવો કરી જ્ઞાતી આગેવાનોની સહિઓ લીધી અને આમ રૂઢ થઈ ગયેલા કરુણાજનક સામાજીક રિવાજોને દૂર કરાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા. તેમના આટલા બધા પ્રયાસો પછી પણ અમદાવાદ શહેર અને બીજા નાનાં મોટા ગામોના કહેવાતા ઊંચા કુળના પાટીદારોએ પોતે સહીઓ કરીને કરેલા ઠરાવો પણ પાળ્યા નહિ અને આમ પાટીદાર સમાજની કરુણાજનક સ્થિતિ ચાલુ રહી.

"શેઠશ્રી બેચરદાસ લશ્કરીએ પાટીદારોના સામાજીક કુરિવાજો દૂર કરવાનો પહેલો ધ્વજ ફરકાવ્યો"

શેઠશ્રી બેચરદાસ લશ્કરીના અથાગ પ્રયત્નો અને પાટીદાર સમાજ સમક્ષ રજૂ કરેલા વિચારોનું પરિણામ ઘણાં વર્ષો બાદ આવ્યું. ઈ.સ.1922થી વરવિક્રય, કન્યાવિક્રય, અને સાટાના રિવાજો પાટીદારોએ ધીમેધીમે બંધ કર્યા. હાલમાં પાટીદાર સમાજમાં આવા રૂઢ થઈ ગયેલ સામાજીક રિવાજો નથી તેનું કારણ શેઠશ્રી બેચરદાસ લશ્કરીએ કરેલ અથાગ પ્રયત્નો છે. હજી પણ પાટીદાર સમાજમાં ખોટા અને દંભી ખર્ચાઓ કરવામાં આવે છે . આ ખોટા અને દંભી ખર્ચાઓ સદંતર બંધ થઈ જાય ત્યારે જ સ્વ. શેઠશ્રી બેચરદાસ લશ્કરીએ કરેલા અથાગ પ્રયત્નો સફળ થયા છે તેમ કહી શકાય. આવા સમયની પાટીદાર જ્ઞાતીના એક મહાન યુગપુરુષ હતા.

150 વર્ષનો અંધકારમય યુગ:
આમ લેઉઆ અને કડવા પાટીદારોના ગોળનો ઈતિહાસ જોઈએ તો તે છેલ્લાં 150 વર્ષનો જ છે.( ઈ.સ. 1830થી ઈ.સ. 1984) તે પહેલા ગોળના બંધન સિવાય અનુકૂળતા પ્રમાણે આખા ગુજરાતમાં જ્યાં ફાવે ત્યાં કન્યાઓની આપ-લે થતી હતી.

ઢીલા પડેલાં પાટાદારોના ગોળનાં બંધન :
હાલમાં લેઉઆ અને કડવા પાટીદારોમાં બધાં જ ગોળનાં બંધન ઢીલા થયાં છે. ગોળ હોવા છતાં તે તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. પાટીદારોના ગોળ એક રીતે ચાલુ છે અને બીજી રીતે નથી. દરેક પોતાના ગોળમાં જ કન્યા આપવાનો પ્રયત્ન કરે છે એ રીતે ગોળ ચાલુ છે. પણ જે કોઈ દીકરા અથવા દીકરીને ગોળ બહાર પરણાવે છે તેમની સામે કાંઈ પગલાં ભરી શકતો નથી એ અર્થમાં ગોળ બંધ છે.

"ઈ.સ. 1984માં પાટીદારોના પંચના ભાગલા (ગોળ) ઓછા થયા"

પાટીદારોના મોટા અને વિશાળ ગોળ બનાવવાની જરૂરિયાત:
પાટીદારો પોતાના દીકરા દીકરીઓના લગ્ન સાદાઈથી અને સમૂહમાં કરે તો ખર્ચા ઘટે અને પાટીદારો વધુ સુખી થઈ શકે. આથી ગોળના આગેવાનોએ પોતાના ગોળના વિશાળ તથા મોટા બતાવવા જોઈએ અને પોતાના દીકરા-દીકરીઓનાં લગ્ન ગોળના આગેવાનોએ સમૂહમાં સાદાઈથી કરી આપવાની વ્યવસ્થા કરવી જાઈએ. ગોળની પ્રથા ફક્ત ગુજરાતમાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લેઉઆ તથા કડવા પાટીદારોમાં ગોળ કે જથ્થાની પ્રથા નથી. સૌરાષ્ટ્ર કચ્છના પાટીદારો આખા ગુજરાતમાં કન્યાઓની આપ-લે કરે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના પાટીદારોના અનુકરણની જરૂરિયાત:
આમ ગુજરાતના પાટીદારોએ સૌરાષ્ટ્ર અને કચ્છના પાટીદારોની માફક સમાનતાનું ધારણ અપનાવવું જોઈએ. ભારત ઈ.સ. 1947થી સ્વાધીન બન્યું છે. સ્વાધીન ભારતે ભારતને બિનસાંપ્રદાયિક જાહેર કર્યું છે. આથી ભારતમાં ધીમે ધીમે સંપ્રદાયો, પેટા જ્ઞાતિઓ અને બીનજરૂરી રૂઢ સામાજીક રિવાજો ઓછા થતા જાય છે. "હવે ગુજરાતના પાટીદારો આખા ગુજરાતમાં કન્યાઓની આપ-લે કરે છે" આ સંજોગોમાં પાટીદારો માટે કેવળ જ્ઞાતિની સમાનતા પૂરતી નથી. આ સમાનતા સાધીને ભવિષ્યમાં ભારતીય નાગરિક તરિકેની સમાનતા સંધાય એ ઈચ્છનીય છે. બિનસંપ્રદાયિક ભારતમાં જો પાટીદાર પ્રજાએ પોતાનું અસ્તિત્વ રાખવુ હોય તો સમસ્ત મહા ગુજરાત અને દુનિયાના પાટીદારોએ એક પેટીદાર જ્ઞાતિ તરિકે નહિં પણ ભારતની એક પાટીદાર પ્રજા તરીકે સંગઠિત થવું જોઈએ. આમ થશે તો જ પાટીદાર પ્રજા ભારતની એક મહાન પ્રજા બની શકશે.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved