ઈ.સ. 1950 સુધીમાં ગુજડરાતના પાટીદારો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડે ગામડે પહોંચી ગયા  અને ત્યાં નાની મોટી વસાહતો સ્થાપી સ્થિર થયા.
 
"કૂર્મીઓ મહારાષ્ટ્ર, મદ્રાસ, તેલંગણ અને મૈસુર સુધી પહોંચી ગયા છે"
 
ગુજરાતનાં 18000 ગમડાંઓમાંથી હાલમાં ભાગ્યે જ 10 ટકા ગામો એવા હશે કે જ્યાં પાટીદારોની વસાહતો ન હોય. આમ પાટીદારોએ ગુજરાતની ધરતીને ફળદ્રુપ બનાવી છે.
દુનિયામાં પાટીદારોની વસાહતો:
પણ ધરતી ફાડીને કાચું સોનું પેદા કરનાર પાટીદારોને ગુજરાતની દુનિયા નાની પડવા લાગી. તેમણે દેશ પરદેશ ખેડયાં. પરદેશોમાં તેમની વસાહતો સ્થાપી. આજે આફ્રિકા, યુરોપ અને અમેરિકાના બધા જ દેશઓનાં મોટાં શહેરો અને નાના નગરોમાં ગુજરાતના પાટીદારો વસાહતો સ્થાપીને વસ્યા છે.આ દેશોમાં ગુજરાતના પાટીદારોના પગલે પગલે ગુજરાતની લગભગ બધી જ જ્ઞાતિઓ પહોંચી ગઈ છે અને આફ્રિકા, યુરોપ તથા અમેરિકામાં નાનાં નાનાં ગુજરાત વસાવ્યાં છે.
આ દેશોમાં એટલા બધા ગુજરાતીઓ વસ્યા છે કે શિકાગો, ન્યૂયોર્ક, લંડન, મોમ્બાસા અને બીજાં મોટા શહેરોમાં ગુજરાતી ભાષામાં નિયમિત અઠવાડિક સમાચાર પત્રો નીકળે છે. ગુજરાતીઓએ આ દેશોના દરેક શહેરમાં પોતાનાં મંડળો સ્થાપ્યાં છે અને આ મંડળો મારફતે ગુજરાત અને ભારતમાંથી ત્યાં જતા નાગરીકોને મદદરૂપ બને છે.
 
"આફ્રિકા, યુરેપ અને અને અમેરિકાનાં નાનાં મોટાં દરેક શહેરમાં ગુજરાતીઓ અને પાટીદારોની વસાહતો છે"
 
ગુજરાતના પાટીદારો દુનિયાના કયા કયા દેશોમાં વસ્યા છે તેનું રમુજી વર્ણન વિધ્વાન લેખક શ્રી ચંદ્રાકન્ત બક્ષીએ તેમની રમુજી અને હાસ્યાસ્પદ કલમ વડે મહાજાતી ગુજરાતી એ પુસ્તકમાં નીચે પ્રમાણે વર્ણવ્યું છે.
એક વાર એક ઉત્સાહી પાટીદારોને તુક્કો સૂઝ્યો કે દુનિયાભરના પાટીદારોની વસ્તીગણતરી કરવી.  એણે ધર્મજથી શરૂ કર્યુ. ખંભાત, પેટલાદ, નડિયાદ, ઊત્તરસંડા, આણંદ, ઉમરેઠ, ગોધરા, હાલોલ.... દક્ષિણ દિશામાં વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ અને વાપી સુધી ગયો... ત્યાંથી અમદાવાદ પાછા આવી... ઉપર મહેસાણા, ઊંઝા, સિધ્ધપુર, હિંમતનગર અને પાલણપુર ગયો... ત્યાંથી કચ્છમાં ભુજ, માધાપુર થઈને નારાયણ સરોવર સુધી ગયો. ત્યાંથી કંડલા બંદરે આવી સ્ટીમ લોન્ચ મારફતે નવલખી બંદરે ઉતર્યો; સોરાષ્ટ્રના મોરબી, વાંકાનેર, રાજકોટ, ગોંડલ ફર્યો... રાજકોટ જિલ્લો ફરીને જામનગર, જુનાગઠ, અમરેલી, સુરેદ્રનગર અને ભાવનગર જિલ્લામાં ફર્યો.... ભાવનગરથી વિમાન માર્ગે મુંબઈ ગયો. ત્યાં મુંબઈના પાટીદારોની ગણતરી કરવાની બાકી રાખી દરિયા માર્ગે મોમ્બાસા ગયો....ત્યાં મોમ્બાસા, કમ્પલા ઝાંઝીબાર, એડિસઅબ્બા, પછી મોઝામ્બિક, ઝીમ્બાલવે, રહોડેશિયા, દક્ષિણ આફ્રિકા... આગળ ફરીને આટલાંટિક મહાસાગર પાર કરીને ન્યુયોર્ક, ફિલાડેલ્ફિયા, શિકાગો અને બોસ્ટન થઈને આખું અમેરિકા.. અને બીજે છેડે લોસ એન્જેલેસ, સાન ફ્રાન્સિસ્કો.. ઉપર કેનેડામાં મોન્ટ્રિયલ, ક્વિબેક અને ત્યાંથી ઉત્તર ધ્રુવ !... ઉત્તરધ્રુવ જઈને એ થાકી ગયો, એને થયું કે જીવનભરનું કામ પૂરું થયું- ઘણાં પાટીદારો ગણાઈ ગયા. ઉત્તર ધ્રુવથી એ પાછો ફરી રહ્યો હતો ત્યારે એને બીજો એક પાટીદારમળ્યો એ-
 
"ગુજરાતના પાટીદારો દુનિયાના ઉત્તરધ્રુવથી દક્ષિણધ્રુવ સુધીના દરેક દેશમાં રહે છે. ચંદ્રકાન્તબક્ષી"
 
એ પણ પાટીદારોની ગણતરી કરાવા દક્ષિણ ધ્રુવ પાસે આવેલા ન્યુઝીલેન્ડથી નીકળ્યો હતો. દક્ષિણ ધ્રુવવાળાએ ઉત્તર ધ્રુવવાળાનું લાસ્ટ જોતાં કહ્યુ કે આમાં બાકીની અડધી દુનિયાના પાટીદારો તો આવ્યા જ નથી એનું શું ? છેવટે બંને એકબીજાનું લીસ્ટ જોઈને બેહોશ થઈ ગયા હતા....
શક્ય નથી, પાટીદારોની વસ્તીગણતરી શક્ય નથી. કદાચ યુનો જ આ કામ કરી શકે. આ ઘણું કઠિન કામ છે એ તો માત્ર પહેલી તકલીફ છે.
પાટીદારોની ખાસીયતો:
આજ વિધ્વાન લેખક પાટીદારોના ગુણદોષ અને ખાસીયતો વિષે નીચે મુજબ લખે છે-પાટીદાર ઈન્ટરનેશનલ કે પટેલ ઈન્કોર્પોરોટોડ નામની કોઈ સંસ્થા અસ્તિત્વ ધરાવતી નથી. પટેલને મદદ કરવા કોઈ સામાજિક કે ધાર્મીક પ્રતિષ્ઠાનની જરૂર નથી. દરેક પટેલ પોતે જ એક સંસ્થા છે. તાન્ઝાનિયા હોય કે નેપાડ હોય, હયુસ્ટન હોય કે હેનોવર- પટેલ પોતાનું ગાડું હંકારી લે છે! આ પ્રજા માટે સાહસીક વિશેષણ વાપરવાની જરૂર નથી.
 
"ચરોતરની ધરતી પાટીદારોની દુનિયાનું હ્યદય છે- ચંદ્રકાન્ત બક્ષી"
 
પોતાના પર હસતા રહેવાની એ કગજબનાક ખેલદિલી પટેલો પાસે છે. એમની તંદુરસ્તી કરતાં મનની દુરસ્તી વધારે છે.
પાટીદારો દેશનું હ્યદય ચરોતર:
ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ગામ એવું હશે કે જેને પોતાના પટેલ કે પાટીદાર કે કણબી નહિ હોય. તેમાંયે ચરોતર વિસ્તાર તેમનો અડ્ડો છે. એ અત્યંત ધનિક વિસ્તાર છે, અને એટલા ધનિક વિસ્તારો ભારતમાં પણ બેત્રણ અપવાદો બાદ કરતાં બહુ ઓછા છે.
ટ્રેક્ટરો, મોટરો, હરિયાળી ફસલો, તમાકુની ખળીઓ આફ્રીકાનાં શહેરોના નામ પરથી બંધાયેલા પેટ્રોલ સ્ટેશનો, વલ્લભ વિધાનગરની કેળવણીની સંસ્થાએ, કૉલેજો અને લગ્ન માટે કરેલી રોશની ચરોતર ધમધમે છે. ચરોતરની આ ધરતી પાટીદાર દેશનું હ્યદય છે.
પાટીદારોનાં હ્યદય:
પાટીદારોનાં હ્યદયની સાઈઝ કહેવાય છે કે સામાન્ય ગુજરાતીના હ્યદયની સાઈઝ કરતાં જરા મોટી હોય છે. એનાથી સુપરિણામ અને કુપરિણામ બંને આવ્યાં છે. રાત્રે ભાખરી, ગોળ અને રોટલા અને છાશ, મરચાં તથાં ડુંગડી ખાનારો પાટીદાર દીકરીના લગ્ન પર જાયફતો ગોઠવીને હજારોને ખવડાવે છે અને ક્યારેક લાખો રૂપયા ખર્ચી નાખે છે.
ખોરાકની આ સાદગી અને લગ્ન સમયે લખલૂટ ધૂમ ધડાકાની સ્પષ્ટ વિરોધ્તા સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની જાય છે. પણ ઠોકર મારી રૂપયા કમાઈ લેનાર માણસને આ સ્વાભાવિર લાગે છે.
 
"દુનિયાના પાટીદારોનું મધ્યબિંદુ ગુજરાતનો ચરોતર પ્રદેશ થે- ચંદ્રકાન્ત બક્ષી"
 
પાટીદારોની જીભ:
પાટીદારોની જીભ અન્ય ગુજારીતઓને જરા ધારદાર લાગે છે, પણ એમાં ધરતી ફાડીને ધન પેદા કરવાની ખુમારી છે. એ ક્ષત્રીય છે. ગુજરાતની હિદું વસ્તીનો અડધો ભાગ પાટીદારો અને ક્ષત્રીયોને છે એમ એક સૂત્રનું માનવું છે.
આ ખેડૂત જાતિ માટે વપરાતા શબ્દોનો ઈતીહાસ પણ રસિક છે. મૂળ સંસ્કૃત શબ્દ છે કુટુમ્બિન! એમાંથી કુટુંબી યો.
છેવટે કણબીઓ ગામડાના આગેવાનો અને મુખીઓ બનતાં પટેલ બન્યા. છેવટે આ કણબી પટેલોએ ઈ.સ. 1703 માં ખેડા જિલ્લાના પીપડાવ ગામે સમસ્ત ગુજારાતના કણબી પટેલોનું અધિવેશન ભરીને જ્ઞાતિ તરીકે પાટીદાર શબ્દ સ્વિકાર્યો.
કેટલાક કણબીઓ પટેલો સરકારને મહેસૂલ ઉધરાવી આપવાનું કામ કરતા હતા. તેમને તે વખતના રાજામહારાજાઓએ અને સુલ્તાનોએ અમીન અને દેસાઈના ઈલ્કાબ આપ્યા. આમ અમીન  અને દેસાઈના ઈલ્કાબો એ ધંધાદારી ઈલ્કાબ હતા. હાલમાં અમીનો અને દેસાઈઓ પાસે સરકારનાં મહેસૂલ ઊઘરાવવાંના કામકાજ નથી.
આમ લેઉઆ કણબી, કડવા કણબી, પટેલ, અમીન, દેસાઈ વગેરે પાટીદારોની જુદી જુદી અટકો છે અને આવી જુદી જુદી અટકોવાળા બધા જ કણબીઓ પાટીદારો છે.
આ સમયે કન્યાની માતા માથે મૂકીને વરને પોંખવાની સર્વ સામગ્રી, ધૂસર, મુસળ, રવૈયો, ત્રાક, તીર, સાંઠાના ચાર સળિયા, કંકુની ચાર પિંડીઓ તથા ચંદન. ચોખા, ફૂલ વગેરે લઈને આવે છે. આ સાથે ગોર મહારાજ પણ હોય છે.
 
"કૂર્મીઓ- કણબીઓ પાટીદાર છે. અને પાટીદાર કૂર્મી છે"
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved