સ્ક્રંદ પુરાણ અને અડાલજ:
સ્કંદપુરાણમાં પહેલા માહેશ્વરી ખંડમાં બીજો ભાગ કૌમારિકા ફંડ છે. આ ખંડના 66મા અધ્યાયના 108 થી 113મા શ્લોકમાં અડાલજને અડ્ડાલય નામે રાક્ષસીનું વધસ્થળ બતાવવામાં આવ્યું છે.
આ જ પુરાણના ધર્મારણ્ય ખંડના 36મા અધ્યાયમાં શ્લોક 112,113,181,182 અને 183 માં તથા 24મા અધ્યાયના 46માં શ્લોકમાં પણ અડાલજ ગામનો ઉલ્લેખ છે.
આ શ્લોકમાં અડાલજ ગામ માટે અડ્ડાલજ,અટ્ટાલયાજ. અડ્ડાલજ, અડાલયિજ, અટાલયિજ ગ્રામ, અડાલયિજ પ્રદેશ, અડાલિજ અને અડાલંજ એમ વખતો વખત અપભ્રંશ થયેલાં અનેક નામો વરાયેલાં છે
 
"ઈ.સ.1499માં વિરસિંહ વાઘેલાનાં પત્ની રાણી રૂડાબાઈએ અડાલજમાં વાવ બંધાવી."
 
વાવનો શિલાલેખ અને અડાલજ:
ઈ.સ. 1499માં અડાલજમાં બાંધવામાં આવેલી રૂડાબાઈની વાવના શિલાલેખમાં સંસ્કૃત ભાષામાં અડાલિજ અને જૂની ગુજરાતી ભાષામાં અડાલિજ એમ કોતરવામાં આવ્યું છે. આમ અડાલજ માટે પુરણોના સમયથી અત્યાર સુધીમાં વખતો વખત અપભ્રંશ થયેલાં અનેક નામો વપરાયેલા છે.
પ્રાચીન અડાલજના ભૂગર્ભ અવશેષો:
સ્કંદપુરાણમાં અડાલજ ગામ કયારે વસ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી. પણ હાલના અડાલજ ગામ  અને  તેના સીમાડામાં 10 થી 12 ફૂટ નીચે ખોદકામ કરતાં 18 ઈંચ લાંબી અને 10 થી 15 કિલોગ્રામ વજનવાળી ઈંટોના મકાનોના પાયા મળી આવે છે. આ પાયા ચૂનાથી ચણેલા છે અને તેમાં કેટલેક સ્થળે ગંદા પાણીના નિકાલ માટે પાકી મોરીઓ(ગટરો) બાંધેલી છે.
આ ઉપરથી કલ્પી શકાય કે હાલના અડાલજ સ્થળે પ્રાચીન સમયમાં(ઈ.સ. પૂર્વે) કોઈ એક સંસ્કૃતિવાળું નગર હોવું જોઈએ. આ નગર તેની બાજુમાં આવેલી સાબરમતી નદીના ભારે પૂરને લીધે, કોઈ અકસ્માતના લીધે અથવા ધરતીકંપથી દટાઈ ગયું હશે. એટલે હાલના અડાલજની નીચે પ્રાચીન અડાલજ ગામ દટાઈ ગયેલી સ્થિતિમાં હાલમાં પડેલું છે.
 
"પ્રાચીન અડાલજ ગામ સાબરમતી નદીના ભારે પૂરને લીધે, કોઈ અકસ્માતને લીધે, અથવા ધરતીકંપથી દટાઈ ગયું હશે. દટાયેલા પ્રાચીન અડાલજના અવશેષો હાલમાં પણ મોજૂદ છે."
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved