ઈરાનના સાયરસનું પંજાબમાં આવવું:
ઈ.સ. પૂર્વે 600 ના અરસામાં ઈરાનના એખેમેનિયન વંશનો સ્થાપક મહાન સાયરસ એક મહા સામ્રાજ્ય બનાવી રહ્યો હતો. તોણે તેના સામ્રાજ્યની હદ ભારતની પશ્ચિમ સીમાઓ સુધી વધારી હતી.

ડાયરસની પંજાબ પર ચડાઈ:
ડાયરસે ( ઈરાની ભાષામાં દરવેશ ગુસ્તાસ્પે) ઈ.સ. પૂર્વે 518મા પંજાબ પર ચડાઈ કરી. ત્યાંથી ઘણું ધન લૂંટી ગયો. ઘણા લશ્કરી સિપાઈઓને ગુલામ બનાવી ઈરાન લઈ ગયો.

મહાન સિકંદરની ચડાઈ:
ઈ.સ. પૂર્વે 326માં ગ્રીસના મહાન સિકંદરે પંજાબ પર ચડાઈ કરી. પંજાબના પોરસને હરાવ્યો. પણ પોરસે તેનું રાજ્ય પાછું સોપી તેની સાથે સમાધાન કર્યું.

બલ્કના લોકોની પંજાબ પર ચડાઈ :
ઈ.સ. પૂર્વે 300 ના સમય પછી બલ્ક ( બાક્ટ્રીયા)ના લોકોએ પંજાબ પર ચડાઈ કરી અને તેનો કેટલોક ભાગ કબજે કર્યો.

તાતાર, હૂણ અને શક લોકોની પંજાબ પર ચડાઈ:
છેવટે તાતાર, હૂણ અને શક લોકોનાં ટોળાં પંજાબ પર ચડી આવ્યાં અને ત્યાંની પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ. આમ પંજાબ પર થતાં અનેક આક્રમણોના લીધે ત્યાંની કૂર્મી પ્રજાને પંજાબ છોડવું પડયું.

કૂર્મીઓનો ગુજરાતમાં પ્રવેશ:
ઈ.સ. પૂર્વે 600થી ઈ.સ. 200 સુધીના સમયમાં જે કૂર્મીઓએ પંજાબ છોડયું તેઓ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત પ્રદેશ ( વડનગર) સુધી આવી પહોચ્યાં. આ કૂર્મીઓ ઈ.સ. 200 સુધીમાં ક્રમેક્રમે હાલના વડનગર, ઊંઝા, સિધ્ધપુર, પાટણવાડો, સૌરાષ્ટ્ર અને આખા ઉત્તર ગુજરાતમાં ફેલાયા. આ કૂર્મીઓનો મોટો ભાગ કરડ પ્રદેશમાંથી આવેલ કડવા કૂર્મીઓનો હતો. લોર કૂર્મીઓ લેયા પ્રદેશમાંથી નિકળીને અજમેર, મારવાડ, જયપુર, ભિન્નમાલ અને હાલના પાટણવાડાના માર્ગે અડાલય પ્રદેશમાં ‘અડાલજ’ આવ્યા.

ઉત્તર ગુજરાત અને અડાલય પ્રદેશમાંથી લોઉઆ અ કડવા કણબીઓ ક્રમેક્રમે ગુરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેલાયા. અડાલજમાં લેઉઆ કણબીઓની વસ્તી વધતાં તેમણે દક્ષિણ તરફ સ્થળાંતર કર્યું. અડાલજથી પ્રથમ દસ્ક્રોઈમાં ગયા. અને ત્યારબાદ અનુક્રમે ચરોતર, ભાલ, વાકળ અને કાનમ સુધી પહોંચી ગયા. ત્યાંથી કઠલાલ ,કપજવંજ અ સાવલીના રસ્તે ચાંપાનેર સુધી ગયા. ચાંપાનેરનું પતન થતાં ત્યાંના લેઉઆ અને કડવા કણબીઓ વડોદરા, ભરૂચ અને સુરત વલસાડ સુધી પહોંચી ગયા. છેવટે આ બધા પ્રદેશોમાંથી લેઉવા અને કડવા કણબી ઓ ગુજરાતના ગામડે ગામડે ફેલાયા.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved