23

પંજાબથી પાટીદારોનું ભ્રમણ

ડાયરસ, સાયરસ, સિકંદરને
              લોકો હૂણ શક ને તાતાર    
  પશ્ચિમ બાજુ ખૈબરઘાટથી    
  પેઠ્યા સૌ પંજાબ મોજાર........ ...(1)  
               પંજાબ પર કંઈ જુલ્મ કર્યા,    
              ને મોટાં યુદ્ધો ત્યાં જ થયાં,    
              ત્યારે કૂમી પૂર્વે નાઠા    
              મથુરા તક તે ફેલાયા....... ...(2)  
  ગંગા જમના ખીણથી કૂર્મી    
  બંગાળા બિહાર ગયા,    
  બિહારથી દક્ષિણ ભારતમાં    
નદી પ્રદેશો ખૂંદી વળ્યા...... ...(3)
  ઉત્તર ભારતથી જે કૂર્મી    
  રાજસ્થાન આનર્ત ગયા    
  આ કૂર્મીઓ મહાગુજરાતે    
  પટેલ તરીકે પંકાયા. ...(4)  
       
                -ગોકળદાસ પટેલ  
શબ્દાર્થઃ  આનર્ત= ઉત્તર ગુજરાત    
  કૂર્મી = ખેતી કરનાર    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved