સૌરાષ્ટ્રમાં પાટીદારોનો વિસ્તાર સમજવા માટે પ્રથમ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિ અને ત્યાંની પ્રાચીન સમયથી ખેતીવાડી માટેની ફળદ્રુપતા સમજવી જરૂરી છે. ગુજરાતમાં આજે જે નગરો છે તેમાં સૌથી પ્રાચીન વડનગર છે. વડનગર જેટલાં જ પ્રાચીન સૌરાષ્ટ્રમાં દ્રારકા, ગિરિનગર અને સોમનાથ છે. કવિ નાનાલાલ ગુર્જર દેશનું વર્ણન કરતાં સૌરાષ્ટ્રના વર્ણનમાં આ પ્રચીન નગરો માટે આ પ્રમાણે લખે છે :-

ગીતાના ગાનારા મહારાજ, પાર્થના સારથી જ્યાં રાજ;

ગ્રીસ રામથી ય જૂનાં, કુરુ પાંડવથી ય પ્રાચીન;

સોમનાથ, ગિરિનગર, દ્રારિકા, યુગ યુગ ધ્યાન વિલિન;

ઊમઙા રે કાળ સિંધુને તીર, બજાવે બંસરી ભવ્ય સુધીર;

ધન્ય હો! ધન્ય જ પુણ્ય પ્રદેશ, અણારો ગુણિયલ ગુર્જર દેશ.

"મહાન અશોનું સામ્રાજ્ય દ્રારકાથી બિહાર સુધી હતું. આ બધી પ્રદેશોમાં કૂર્મી ક્ષત્રિયો હતા અને હાલમાં પણ રહે છે"

આમ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ઘણી જૂની છે. આ પ્રદેશ ઘણા પ્રચીન સમયથી સંસ્કૃતિ વાળો હતો. આર્ય પ્રજામાં વર્ણઆશ્રમ ધર્મ શરૂ થયો. ત્યારથી જ આ પ્રદેશમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, કૂર્મી ક્ષત્રિય અને વૈશ્ય પ્રજા રહેતી હતી. ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી સૌરાષ્ટ્રમાં પાટીદારોનો પ્રવેશ: ઐતિહાસિક રીતે જોતાં સૌરાષ્ટ્રમાં કૂર્મી ક્ષત્રિયો ઈ.સ. પૂર્વે 300ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પ્રવેશેલા છે. આ સમયે કૂર્મીઓ પંજાબમાંથી નિકળીને સિંધ, કચ્છ, રાજસ્થાન અને રાધનપુર એમ જુદા જુદા માર્ગે સૌરાષ્ટ્રમાં પ્રવેશેલા હોય તેમ જણાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને મહાન અશોક મગધ દેશના (હાલના બિહારના) રાજાઓ હતા. ભારતમાં થઈ ગયેલા બધા રાજાઓમાં આ બંને રાજાઓ સૌથી મહાન હતા. આ બંને રાજાઓના સમયમાં પંજાબથી કૂર્મી ક્ષત્રિયો ઉત્તર ભારત, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવ્યા, વસ્યા અને આ પ્રદેશોની ઉજ્જડ જમીનને ખેડવા લાયક અને ફળદ્રુપ બનાવી. "ચંદ્રગુપ્ત મૌર્ય અને મહાન અશોકના સમયથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાટીદારો વસે છે" બિહારના આ બંને મહાન રાજાઓના- ચંદ્રગુપ્ત મૌર્ય અને મહાન અશોક- રાજ્યનો વિસ્તાર છેક બિહારથી ગુજરાત સુધીનો હતો. આ બંને રાજાઓનું રાજ્ય ગુજરાતમાં વડનગરથી ગિરિનગર( જુનાગઠ સુધીનું હતું), આ બંને મહાન રાજ્યકર્તાઓની સત્તા છેક ગુજરાત સુધી હતી તેની સાબિતી અશોકે ગિરિનગરમાં કોતરાવેલા શિલાલેખના વર્ણન ઉપરથી મળી આવે છે.

કૂર્મી ક્ષત્રિય અને સુદર્શન તળાવ:
ચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રના કૂર્મી ક્ષત્રિયોની ખેતી અને પશુપાલનને ઉત્તેજન આપવા ગિરિનગરમાં સુદર્શન તળાવ બંધાવ્યું હતું. અશોકે આ તળાવમાંથી નહેરો કાઢી કૂર્મી ક્ષત્રિયોના વ્યવસાયને ઉત્તેજન આપ્યું હતું. સુદર્શન તળાવનું આ વર્ણન અશોકના ગિરિનગરના શિલાલેખ પર છેચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રના કૂર્મી ક્ષત્રિયોની ખેતી અને પશુપાલનને ઉત્તેજન આપવા ગિરિનગરમાં સુદર્શન તળાવ બંધાવ્યું હતું. અશોકે આ તળાવમાંથી નહેરો કાઢી કૂર્મી ક્ષત્રિયોના વ્યવસાયને ઉત્તેજન આપ્યું હતું. સુદર્શન તળાવનું આ વર્ણન અશોકના ગિરિનગરના શિલાલેખ પર છે. અશોકના શિલાલેખના ખડકની બીજી બાજુએ ઈ.સ.150માં થયેલ ક્ષત્રપ રાજા રૂદ્રમાંનો બીજો શિલાલેખ છે. આ શિલાલેખમાંથી માહિતી મળે છે કે:

“શાંતિના કાળે ખેતી અને યુધ્ધના કાળે શસ્ત્રધારણની પ્રવૃતિ કરતો ક્ષત્રિય વર્દ અહિં વસતો હતો એમ મનાય છે. પશુપાલનનો વ્યવસાય પણ વ્યાપક હતો એમ આ શિલાલેખ ઉપરથી જણાય છે.”

ઈ.સ. 395માં ગુપ્ત રાજાઓની સત્તા ગુજરાતમાં હતી. એ સમયે પણ ગિરિનગર ગુજરાતનું પાટનગર હતું .

"જૂનાગઠનું સુદર્શન તળાવ, અશોકના શિલાલેખો, વડનગરનું તોરણ, સિધ્ધપુરનો રૂદ્રમાળ અને અડાલજની વાવ એ પાટીદારોની સંસ્કૃતિનાં પ્રતિકો છે"

સમયનાં ગુપ્ત રાજા સ્કંદગુપ્તનો એક શિલાલેખ અશોકના શિલાલેખના ખડકની ત્રીજી બાજુએ છે. તેમાં અક સુંદર કાવ્ય છે અને આ કાવ્યમાં પણ સુદર્શન તળાવનું વર્ણન છે. આ વર્ણનની સાથે સાથે ત્યાં શાંતિના સમયે ખેતી અને યુધ્ધના સમયે શસ્ત્રધારણ કરતો ક્ષત્રિય વર્ગ વસતો હતો એવો ઉલ્લેખ છે. ગુપ્ત રાજાઓના સમયના સૌરાષ્ટ્રમાંથી મળી આવેલાં કેટલાંક તામ્રપત્રોમાં કણબી અને કુટુંબી શબ્દો વાપરેલા છે. ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ 1ના પાન 125,150 અને 182 ઉપર અનુક્રમે શિલાદિત્ય પહેલાના, ધ્રુવસેન બીજાના તથા ધરસેન ચોથાના તામ્રપત્રોનાં ગુજારાતી ભાષાંતરોમાં પણ કુટુંબી અને કણબી (કણબીઓ) મૌર્ય અને ગુપ્ત રાજાઓના સમયમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં વસતા હતા. ઈ.સ. 1300 થી ઈ.સ. 1800 સુધીના સમયમાં ગુજરાતમાં મુસલમાન સૂબાઓ અને બાદશાહોનું રાજ્ય હતું ત્યારે આ ધર્મ જનુની સૂબાઓના ત્રાસથી કંટાળીને ગુજરાતના ત્યારે પાટીદારોએ સૌરાષ્ટ્રમાં વસવાટ કર્યો છે. અડાલજથી ખેડા જિલ્લામાં ગયેલા વસો, સોજીત્રા અને નડિયાદનાં ઘણાં કુટુંબો સૌરાષ્ટ્રમાં વસ્યાં છે. આ સમયે ઊંઝા, સિધ્ધપુર અને વડનગર પ્રદેશમાંથી ઘણા પાટીદારો કચ્છ અને સૌરાષ્ટ્રમાં જઈને વસ્યા છે. હાલમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમા કણબીઓ(પાટીદારો) વસે છે તેમણે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં પોતાની વસાહતો સ્થાપી સૌરાષ્ટ્રને ફળદ્રુપ પ્રદેશ બનાવ્યો છે.

"સૌરાષ્ટ્રને પાટીદારોએ ફળદ્રુપ બનાવ્યો છે"

સૌરાષ્ટ્રમાં મગફળીમાં વાવેતરનો પ્રયોગ ત્યાનાં પાટીદારોએ કર્યો છે. ત્યાના પાટીદાર ખેડૂતો મગફળી,જીરૂ,રાયડો,શેરડી અને અનાજ મોટા પ્રમાણમાં પકવે છે. ત્યામના પાટીદારો ખેતી ઉપરાંત વેપાર ઉધોગમાં પણ જોડાયા છે. આમ સૌરાષ્ટ્રના પાટીદારો ગુજરાત અને કચ્છના લેઉઆ અને કડવા પાટીદારોની માફક પંજાબના કૂર્મી ક્ષત્રિયો છે અને ઈ.સ. પૂર્વે 300 ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાત અને કચ્છના પાટીદારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા છે.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved