ઉદાનો પુત્ર ધનજી-આનર્તપુર આનંદપુર એટલે હાલના વડનગરમાં થયો હતો. ઉદેપુરની તવારિખમાં લખ્યું છે કે આનંદપુર તે જ હાલનું વડનગર ઉધમી અને સંપત્તિવાન લેઉઆ અને કડવાની ઉજળી વસ્તીથી શોભી રહે છે. આ પ્રમાણે જ ચીનો યાત્રાળુ હ્યુ-એન-સંગ ઈ.સ. 640માં લખે છે કે વૃધ્ધનગર એ ગુજરાતનો એક નામચો પ્રાંત છે અને તેની આસપાસ ઘણું કરીને લેઉઆ અને કડવા કણબીની મુખ્ય વસ્તી સુખિયારી છે. (લેઉઆ પુરાણ) ધનજી સુખી હતો. તે શિવ ધર્મ પાળતો હતો. તેણે વડનગરમાં વિષ્ણુ યાગ, મહાર્દ્ર અને ગાયત્રી યજ્ઞ કર્યા હતા. વડનગરમાં તેણે સ્થાયી મકાનો બાંધી વસવાટ કર્યો ત્યારે એક કવિએ આ પ્રમાણે લખ્યું છે:- नह देखो धन्नो, देख भला कर्या चौदा भवन ।।
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved