ઊંઝાથી કૂર્મીઓનાં ભ્રમણનાં કારણો

વ્રજપાલજીએ ઊંઝા વસાવ્યું. ત્યાં બાવન અટકોના પાટીદારો વસ્યા. ધીમે ધીમે ઊંઝા, વડનગર અને સિધ્ધપુરમાં એટલાં બધા કૂર્મી કુટુંબો એકઠાં થયાં કે તેમને ખેડવા માટે જમીનની ખેંચ પડી અને આથી આ કૂર્મીઓને ત્યાંથી આગળ વધવાની ફરજ પડી.

કડવા પાટીદારોનો ઊંઝાથી ભ્રમણ માર્ગ

કડવા પાટીદારોની અસારવામાં વસાહત

ઊંઝામા વસતા વ્રજપાલજીમાં વંશજ સાથે ત્યાંના ગોધા પટેલના પુત્ર શિવસિંહ પટેલને કેટલાક કારણોસર વાંધો પડ્યો. આથી સંવત 612 (ઈ.સ. 556માં)માગસર સુદ બીજાના દિવસે શિવસિંહ પટેલ સાથે કેટલાક લાગતાં વળગતાં કૂર્મીઓનાં મોટાં ટોળ્યા નીકળ્યાં.

કડવા પાટીદારોનું અસારવામાં આવવું

તેમની સાથે તલાટી પ્રેમચેદ, વિશા વાણિયા, નાગર ગોર પ્રેમાનંદ, કૂર્મીઓના આગેવાન વજેસંગ સેલોત અને બીજાં કેટલાંક કારીગર કુટુંબો પણ નીકળ્યાં. આ બધા કુટુંબો ગુજરાતના મધ્ય ભાગના ભીલનગર આશાવલથી 8 કિ.મિ. દૂર અસારવામાં આવીને વસ્યા. તેમણે અસારવામાં ઉમિયાજીનું દેવસ્થાન પણ બંધવ્યું.

અસારવાની આજુબાજુ પરાં વસાવવાં

ધીમે ધીમે આ કુટુંબોએ અસસારવાની આજુબાજુ નરોડા, રખિયલ, રાજપૂર, ગોમતીપુર,સરસપુર,વાડજ, મેમનગર,સરખેજ લગેરે પરાં લસાવ્યાં અને ત્યાં ખેતી કરવા લાગ્યા.
કડવા પાટીદારોની ચાંપાનેરમાં વસાહત:
ચાંપાનેર શહેરની સ્થપના થતાં ઊંઝા અને ઉત્તર ગુજરાતમાંથી ઈ.સ.800થી ઈ.સ.1200 સુધીમાં કણબીઓનાં ઘણાં કુટુંબો ચાંપાનેર ગયાં. ત્યાં તેમણે ખેતી ઉપરાંત જરી, રેશમ અને સુતરાઈ કાપડનો ઉધોગ ખીલાવ્યો અને આમ ચાંપાનેર પ્રદેશને ફળદ્રુપ અને સમૃધ્ધ બનાવ્યો.
કડવા પાટીદારોના ઈડરમાં વસાહત:
ઊંઝાના વ્રજપાલજીના વંશમાં નવમી પેઠીએ વ્રજપાલજી બીજા થયા.તેઓ ઘણાં કૂર્મી કુટુંબો સાથે સંવત802 (ઈ.સ. 746માં)ઊંઝા છોડી ઈડર ગયા અને ત્યાં કાવર નામનું ગામ વાસાવી આજુબાજુના પ્રદેશમાં ખેતી કરવા લાગ્યા.
સંવત 802માં મહા સુદ સાતમના દિવસે જામળીયા સંજ્ઞાધારક પાટીદારોના પૂર્વજ પટેલ સંગાજી પોપટજી વગેરે કેટલાંક કૂર્મી કુટુંબો સાથે ઊંઝા છોડી ઈડર પરગણાના જામળા ગામે વસ્યા.
કડવા પાટીદારોનું ભરૂચ,સુરત અને વલસાડ સુધી ફેલાવું:
ઈડર પરગણામાં આવેલા કુટુંબો ધીમે ધીમે મોડાસા, અને કપડવંજના માર્ગે ખેડા જીલ્લાના પૂર્વ ભાગમાં પ્રવેશ્યા. ત્યાંથી સાવલી અને ચાંપાનેર ભણી ગયાં અને ચાંપાનેરથી છેવટે વડોદરાના માર્ગે ભરૂચ,સુરત અને વલસાડ સુધી પહોચ્યાં.
કડવા પાટીદારોનો સૌરાષ્ટ્રમાં પ્રવેશ:
આ સમય દરમ્યાન અમદાવાદમાં પરાં વસાવીને રહેતા કણબીઓ ધોળકા, ભોળાદ, ખંભઆત અને પેટલાદના માર્ગે ખેડા જિલ્લાના પશ્ચિમ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા.
કડવા પાટીદારોનો કચ્છમાં પ્રવેશ(પિરાણા પંથ સ્વીકારવો):
ઈ.સ.1200થી કડવા પાટીદારો ઉત્તરે રાધનપુરના માર્ગે અને પશ્ચિમમાં સૌરાષ્ટ્રના માર્ગે કચ્છમાં પ્રવેશ્યા હતા, પણ ઈ.સ. 1449 પછી લેઉઆ અને કડવા કણબીઓએ પિરાણા પંથ(મતિયા પંથ) સ્વિકારવા માંડ્યો અને આ બધા મતિયા પટેલો કચ્છમાં પ્રવેશ્યા(જુઓ પાનું 156)
ચાંપાનેરનું પતન:
આ સમયે કણબીઓની મોટી વસાહતો ઊંઝા, અજાલજ, અસરવા, ઈડર અને ચાંપાનેરમાં હતી. ચાંપાનેરના કણબીઓ રેશમ, જરી અને કસબ કામના ઉત્તમ કારીગરો અને મોટા વેપારીઓ હતા. ચાંપાનેર પ્રદેશનું ઈ.સ.1450 પછી પતન થતાં ત્યાનાં લેઉઆ અને કડવા કણબીઓ વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ ભણી ગયા અને ત્યાં રેશમ અને જરી કામનો ઉધોગ શરૂ કરી સમૃધ્ધ બન્યા.
ચાંપાનેરના પાટીદારોનું અમદાવાદમાં આવવું:
ચાપાંનેરનું પતન થતા ત્યાનાં લેઉઆ અને કડવા કણબીઓનાં કેટલાક સુખી કુટુંબો અમદાવાદ આવ્યાં. આ કુટુંબો ખૂબ સમૃધ્ધ હતા. તેમણે ગુજરાત અને દેશપરદેશનો જરી, રેશમ અને રંગકામનો ઉધોગ હસ્તગત કર્યો.
આ સમયમાં અડાલજ પ્રદેશના લેઉઆ કણબીઓ ખેડા જિલ્લાના રહેવાસી લોકોના કાબૂવાળા ખેડા જિલ્લાના મધ્ય ભાગમાં તથા ચરોતર, કાનમ વાકળ અને કચ્છ પ્રદેશમાં પ્રવેશ્યાં હતાં.
આમ ઊંઝા અને આનર્ત પ્રદેશથી કડવા પાટીદારો ગુજરાતના ગામડે ગામડે ફેલાયા.
હાલમાં ગુજરાતના 19 જિલ્લાઓ છે. આ બધા જ જિલ્લાઓ લેઉઆ તથા કડવા પાટીદારોની ઘણી મોટી વસ્તી છે. ચરોતર પ્રદેશનો ખેડા જિલ્લો અને મહેસાણા જિલ્લો તો પાટીદારોના મોટા અડ્ડાઓ છે. ફક્ત બનાસકાંઠા અને ડાંગ જિલ્લામાં પાટીદારોની વસ્તી ઓછી છે.
 
"દુનિયાના પાટીદારોની વસ્તીગણત્રી કરવી અશક્ય નથી. પણ અઘરૂ કામ છે. આ કામ યુનો જેવી મોટી સંસ્થા જ કરી શકે ચંદ્રકાન્ત બક્ષી"
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved