વડનગરા કણબીની ઉત્પત્તિ એ પુસ્તક શ્રી વડનગરા કણબી હિતવર્ધક સભાના સેક્રેટરી શ્રી ડાહ્યાભાઈ સક્ષ્મણદાસ પટેલે ઈ.સ. 1906માં પ્રસિધ્ધ કર્યું છે.
પુસ્તક વાંચતાં શ્રી ડાહ્યાભાઈ વિધ્ધવાન, જ્ઞાતિ હિતેચ્છુક અને જ્ઞીતિની ઉન્નતિ માટે માર્ગ બતાવનાર એક બાહોશ, અને સેવાભાવી વ્યકતિ લાગે છે, અને એટલા દરજ્જે સમસ્ત પાટીદાર જ્ઞાતિને તેમના માટે ખૂબ માન અને આદરભાવ થાય એ સ્વાભાવિક છે.
પણ શ્રી ડાહ્યાભાઈ જેવા વિધ્ધવાન માણસે વડનગરા કણબીની ઉત્પત્તિ એ પુસ્તકમાં બ્રાહ્મણોત્પત્તિ માર્તડ, કડવા નિબંધ, લેઉઆ પુરાણ, બારોટો અને વહિવંચાઓની વાતો તથા દ્તકથાઓ વગેરે સાચાં માની આ પુસ્તકમાં તે અફવાઓ અને દંતકથાઓની રજૂઆત કરી છે. આ બધા સાહિત્યમાંથી તેમણે સત્ય અને ઐતિહાસિક દોહન તારવવાનો પ્રયત્ન કર્યો નથી.
 
"વડનગરા કણબીની ઉત્પત્તિ એ પુસ્તક ઐતિહાસિક નથી. પણ બ્રાહ્મણોત્પત્તિ માર્તડ કડવા નિબંધ અને બારોટોએ ફેવાવેલી અફવાઓ અને દંતકથાઓનો સંગ્રહ છે"
 
તેમણ દંતકથાઓ અને અફવાઓ ઉપરથી તૈયાર થયેલા સાહિત્યમાંથી સંશોધન કરી સારાસારનો વિચાર કરી સાચી ઐતિહાસિક વાત રજૂ કરવાની હિંમત કરી નથી. પણ આવા બીનઐતિહાસિક સાહિત્ય અને દંતકથાઓની એક જ પુસ્તકમાં ગૂંથણી કરી પાટદારોને તેમની ઉત્પત્તિના ઈતિહાસનું વધુ સંશોધન કરવાના કાર્યમાં પીછેહઠ કરાવી છે. ટલે વડનગરા કણબી ઉત્પત્તિ એ પુસ્તક ઐતિહાસિક નથી પણ બ્રાહ્મણોત્પત્તિ માર્તડ, કડવા નિબંધ અને બારોટોએ ફેલાવેલી અફવાઓ અને દંતકથાઓનો શ્રી ડાહ્યાભાઈ પટેલ જેવા વિધવાન માણસે કરેલો સંગ્રહ છે.
છેલ્લા વીસેક વર્ષથી કેટલાક વેપારી પ્રકાશકો અને લેખકો પાટીદારોમાં ચાલતા સામાજીક કુરિવાજોના નામે , કુળદેવીઓના નામે અથવા એવાં ભળતાં નામનાં મથાળાં ઊભી કરી નાની પુસ્તીકાઓ, સામાયિકોના લેખો, ( મેગેઝિનમાં આવતા લેખો) વગેરે પ્રસિધ્ધ કરે છે. આ સાહિત્યનો મોટો ભાગ લોકોને ખુશ કરવા અને તેમનાં લખાણ કરવા માટેનું હોય છે. આથી આવા લેખો અને પુસ્તિકાઓમાંથી સત્યાસત્યનો વિચાર કરી તેમાંની ફક્ત સાચી વાતો અને સાચા વિચારો ગ્રહણ કરવાની જરૂર છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved