અડાલજના 700 માઢ:
ઈ.સ. 1300થી ઈ.સ. 1400 સુધીનું અડાલજ ખુબ જ જાહોજલાલીવાળું નગર હતું તેનો ખંભાત સાથેનો વેપાર અને ભાડે ગાડાં ફેરવવાનું કામકાજ ખૂબ ધમધાકાર ચાલતું હતું.
અમારા વઢવાણના બારોટાના ચેપડાઓની નોંધ પ્રમાણે ઈ.સ. 1300 થી ઈ.સ. 1400ના અરસામાં અડલજમાં પાટીદારો, વાઘેલા રજપૂતો, વણઝારા, ભાટ, બારોટો, ભટ્ટ કવિઓ અને મોઢ વાણિયાઓના 700 જેટલા માઢ હતા. આ ચોપડાઓમાં માઢનો અર્થ ગટર અને પાણીની સંપૂર્ણ સગવડતાવાળું ઘર અથવા ખડકી એવો કરેલો છે.
હાલમાં પણ અડાલજમાં પંદર ફૂટ ઊંડે ખોદકામ કરતાં ગટર અને પાણીનાં ચાંકાઓ સાથેના ઘરવાળા ઈંટોના પાયા મળી આવે છે.
અડાલજ અને ઘીના 700 કાંટા:
બોરોટોના ચોપડાઓ પ્રમાણે અડાલજના દરેક માઢમાં એકેક ઘી વેચવાનો કાંટો હતો. આમ અડાલજમાં ઘી વેચવાના 700 કાંટાઓ હતા. તે સમયયે અડાલજમાં કેટલું પશુધન હશે અને અડાલજની સમૃધ્ધિ કેટલી હશે તેનો આ એક સબડ પૂરાવો છે.
નવસો નવ્વાણુ નાડીનું ગામ-અડાલજ :
અડાલજ નવ, મવાણું નાડીનું ગામ હતું. નાડીનો અર્થ ફક્ત એક જોડ બળદ એવો થાય છો. છતાં ઈ.સ. 1400 સુધી અડાલજનાં 2000 જેટલાં ગાડા અડાલજ અને ખંભાત વચ્ચે માલની હેરફેર કરતાં હતાં. અડાલજની ખેતી, વેપાર, ધંધો માલમી હેરફેર ઉપરથી તે સમયના અડાલજની સમૃધ્ધિ અને જાહોજલાલીનો ખ્યાલ આવે છે.
અડાલજનાં ગાડાં:
અડાલજનાં આ ગાડાં હાલનાં બળદગાડાં કરતાં મોટા કદનાં અને ગને તેવા ભારે વજનો એક સાથે ગાડાંમાં ખેંચી લાવે તેવા હતાં. વા દરેક ગાડાંમાં ચારથી છ બળદ જોડી શકાય તેવી વ્યવસ્થા પણ હતી.
પણ અડાલજની આ જાહોજલાલી અને સમૃધ્ધિ ખંભાત બંદરને આભારી હતી.ઈ.સ. 1400 પછી ખંભઆત બંદર પૂરાવા માડયું. સુરત અને મુંબઈ નવાં બંદર ઉઘડ્યાં. ઈ.સ. 1411માં અડાલજ અને કર્ણાવતી શહેરની સ્થાપના થઈ. આ બધાં કારણોથી અડાલજના ખંભાત સાથેના પરદેશોના વેપારને મોટો ફટકો પડયો. પરિણામે ઈ.સ. 1400ના અરસામાં ગણાં કૂર્મી કુટુંબોને-કણબી પાટીદારોને અડાલજ છોડવાની ફરજ પડી.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved