જે બાવન અટકોના કૂર્મી ઊંઝામાં વસ્યા અને ત્યાંથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેલાયા તેમની અટકો પરથી માલૂમ પડતાં અસલ સ્થાનો પંજાબ અને ઉત્તર ભારતમાં છે તે નીચેની હકીકતથી જણાઈ આવે છે.
અટક ગામ ઠેકાણું
1.રૂસાત રોહતાગઠ જેલમ નદી પર
2.માંડલોત માંડલેહ મેવાડની ઉત્તરે
3.ભેમાત ભામ હોંશિયાપુર પાસે
4.મુંજાત મુંજા ગુજરાનવાલા પાસે
5.ડાકોતર
6.વિજાયત વરજીપુરા આગ્રા જિલ્લામાં
7.ગામી ગમ્બાર માઉન્ટ ગોમરી પાસે
8.ગોઠી ગોઠ શરીફપુર પાસે
9. ફોક ફૂક લારખાના પાસે
10.મોખાત
11. અમૃતિઆ અમૃતસર પંજાબ
12.ટિલાટ ટિલાયુ શાહબાદ પાસે
13.મુંગલા મંગલપુરા  લાહોર પાસે
14.ભૂટ ભૂતના લુધિયાણામાં
15. કટવાતર
16.પહાણ પાન ગોંડા બલરામપુર પાસે
17.ભૂવા  ભોવા  લાહોર પાસે
18.ચેંચાટ
19.જુવાતર જીવા ઈટવા પાસે
20.સોરઠા સોનાથ પુનીઅલ પાસે
21.લારી લાર ગોરખપુર પાસે
22.લાકોડા લાખોદર લાહોર પાસે
23.ગોગડા ગોધા ભાવલપુર
24.સાકરીયા
25.મરઠીયા મરઠચંડી અમૃતસર પાસે
26.મનપર
27.કતપર કાતના મથુરા પાસે
28.દાણી દાણાવાલ જલંધર પાસે
29.ચેણીઆ
30.ચપલા ચપલ મહુ પાસે
31.હરણીયા હર મેદનીપુર પાસે
32.હોતી હોતી પેશાવર પાસે
33.ચપેલીયા
34.શેઠીયા
35.લહુઓટ લાહેર પંજાબ
36.કલારા કાલ જેલમપર
37.કાળપુંછા કાળસાયા લુધિયાણા પાસે
38.વગદા
39.ગોદામ ગોન્દા અલિગઢ પાસે
40.સીરવી
41.ભક્કા ભક્કા ગોપાળગેજ પાસે
42.કુંવારા
43.ઢાનટોડવા ઢાનપુર ગોંડા બલરામપુર પાસે
44.ઢાંકણીઆ
45.કરણાવત કરંડા ઘાસીપુર પાસે
46.ધોળુ ધોળ મજફરપુર પાસે
47.દેવાણી
48.ઢેકાળ ઢેખાલ ફરીદપુર પાસે
49.પોકાર
50.ચોપડા
51.કોદાળ
52.માંડવીઆ માંડી પંજાબમાં
કણબીઓની ઉપરની બાવન અટકો કણબીઓ કયા મૂળ સ્થળેથી ગુજરાતમાં આવ્યા અને પોતાના અસલ સ્થળને યાદ રાખવા માટે કેવી અટકો રાખી તેનો મજબૂત પૂરાવો આપે છે.
કણબીઓ માટીનાં પૂતળામાંથી ઉત્પન થયા એવી દંતકથા અને ગપગોળા માર્તંડ પુરાણના લેખક તથા તેના આધારે બીજા લેખકોએ ગબડાવ્યા છે તે તદ્દન ખોટા છે તેનાં ઉપરની બાવન અટકો મજબૂત પૂરાવો છે
ઊંઝામાં આજે પણ રૂસાત અને માંડલોત પટેલોના ચોરા છે. ભેમાત અને મોખાત પટેલોની પોલો છે. ગામી, ગોદામ અને ગોઠી પટેલોનાં ઘર છે લાકોટા પટેલોનો માઢ છે. સાકરીયા પટેલોનો ખાંચો છે. આમ ઊંઝામાં આજે પણ જુદી જુદી બાવન અટકોનાં પટેલોનાં રહેઠાણ અને સ્થળ બતાવતા જુનાં યાદગાર સ્થળો છે
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved