વ્રજપાલજી તેમના બાપદાદાઓ અને બાવન અટકના પાટીદારો
 
 

ઊંઝા અને ઉમિયાજીની સ્થાપના કરનાર કડવા પાટીદારોના ઐતિહાસીક આધ્ધ પુરષ- બિહારના વ્રજપાલજી

બિહારના વ્રજપાલજીના બાપદાદાઓ

વ્રજપાલજીના બાપદાદાઓ(ઈ.સ. પૂર્વે 300)

વ્રજપાલજીના બાપદાદાઓ મૂળ પંજાબના કૂર્મી ક્ષત્રીય હતા. ઈ.સ. પૂર્વે 300ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્ય પંજાબના સેલ્યક્સ પર ચડાઈ કરી. સેલ્યક્સ હાર્યો. આ વખતે ચંદ્રગુપ્ત મૌર્યના લશ્કરમાં ઘણા ક્ષત્રિયો જોડાયા અને પંજાબમાંથી ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું.

કૂર્મી ક્ષત્રીયોનું પહેલું ભ્રમણ- ચંદ્રગુપ્ત મૌર્યનો સમય

ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કૂર્મી ક્ષત્રીયો પંજાબમાંથી ભ્રમણ કરીને પહેલવહેલાં ભારતમાં આવ્યા. આ વખતે કૂર્મી ક્ષત્રીયો આખા ઉત્તર ભારત, બિહાર, મધ્ય પ્રદેશ, રજપૂતાના, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના આનર્ત પ્રદેશમાં આવી ગયા હતા.

વ્રજપાલજીના બાપદાદાઓના બિહારનાં આવવું

ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પંજાબથી થયેલા કૂર્મી ક્ષત્રિયોના ભ્રમણ વખતે વ્રજપાલજીના પૂર્વજો બિહારમાં(મગધમાં) આવ્યા હતા.અને બિહારના કુશાવતી શહેરમાં (પટણાંમાં) વસ્યા હતા.

વ્રજપાલજીના બાપદાદાઓના મૂળ પુરુશ દલભેદજી

આ સમયે વંરજપાસજીના પૂર્વજોમાંના એક દલભેદજીએ માધાવતીની જાગીર મેળવી હતી.

ગલભેદજીની માધવતી(બિહાર જાગીર પર થયેલા 23 રાજાઓ) ઈ.સ. પૂર્વે 300થી ઈ.સ. 156

દલભેદજીના વંશમાં માધાવતીના જાગીર પર બાર રાજાઓ થયા. રછી સરતાનજી થયા. સરતાનજીના વંશમાં અનુક્રમે યશવીર, નાગજી, પરિબ્રહ્યજી, પાંચોજી, રાજાજી, યોગપાલ, હરપાલ, મહિપાલ,યશપાલ, હરદાસ, અને વ્રજપાલ એટલા પુરુષો માધવતીમાં થયા એમ કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઈતિહાસના પુસ્તકના 73મા પાના પર લેખક જણાવે છે.

વ્રજપાલજીનું માધાવતીનું રાજ્ય ગુમાવવું(ઈ.સ.156)

વ્રજપાલજી માધવતીની ગાદી પર આવ્યા ત્યાર પછી ત્યાનાં મહેત દેશના કોઈ એક રાજાએ તેમને હરાવ્યા. તેમનું રાજ્ય લઈ લીધું અને આ સંજોગોમાં વ્રજપાલજીને બિહાર છોડવાની ફરજ પડી.

વ્રજપાલજીનું આનર્ત પ્રદેશમાં આવવું

હારેલા વ્રજપાલજી પોતાની વધેલી માલ મિલકત અને તેમના નાના રસાલા સાથે ગુજરાતમાં સિધ્ધપુરની યાત્રાએ આવ્યા. આનર્ત પ્રદેશમાં સિધ્ધપુર, વજનગર અને તેની આજુબાજુના પ્રદેશમાં ખેતી કરતા કૂર્મી ક્ષત્રીયો(કણબીઓ) સિધ્ધપુર આવેલા વ્રજપાલજીને મળ્યા,તેમનો આદર સત્કાર કર્યો અને સરસ્વતીના કાંઠા પર આવેલાં ઉમિયાજીના પવિત્ર બેઠકનાં દર્શન કરવા લઈ ગયા.

વ્રજપાલજીએ ઉમિયાજીનું મંદિર બંધાવ્યું

વ્રજપાલજી ઉમિયાની બેઠકે આવ્યા. વ્રજપાલજીએ ત્યાં ઉમિયાજીનું નાનું મંદિર બંધાવ્યું.આનર્ત પ્રદેશમાં વડનગરની આજુબાજુનાં ગામડાઓમાં ખેતી કરતા બાવન જુદી જુદી અટકોના કૂર્મી ક્ષત્રીયોને(કણબીઓને) એકઠા કર્યા, ઊંઝા ગામ વસાવ્યું અને આમ કૂર્મી ક્ષત્રીયોને ઊંઝામાં સ્થિર કર્યા.
 
"ઊંઝામાં બાવન અટકના પાટીદારો કાશ્મિર, પંજાબ, મથુરા , ઉત્તર ભારત અને મેવાડથી આવેલા છે- જુઓ તેમની અટક,મૂળ ગામ અને મૂળ પ્રદેશ."
 
બોમ્બે ગેઝેટિયર વો-1ના આધારે કણબી ક્ષત્રીયોનો ઈતિહાસ
 
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved